Nifty50 Tuesday Prediction : મંગળવાર, 27 મેના રોજ નિફ્ટીમાં આવશે તેજી, જાણો ક્યારે અને કેવી રીતે ઓપ્શન ટ્રેડિંગથી થશે કમાણી
સોમવારે નિફ્ટી 148 પોઈન્ટના ઉછાળા સાથે 24,996.35 પર બંધ રહ્યો. ટેકનિકલ સૂચકાંકો સૂચવે છે કે બજાર હજુ પણ તેજી તરફી છે, પરંતુ RSI 57.45 પર છે. ઓપ્શન ચેઇન 25,000 CE માં વધુ OI દર્શાવે છે, જ્યારે 25,000 PE માં પણ મજબૂત સપોર્ટ જોવા મળે છે.

સોમવારના રોજ નિફ્ટી 24,996.35 પર બંધ રહ્યો, જે 148 પોઈન્ટની મજબૂતી દર્શાવે છે. ટેક્નિકલ ઈન્ડિકેટર્સ મુજબ બજાર હાલમાં એક નિર્ણાયક વળાંક પર છે, જ્યાંથી તો મર્યાદિત રેન્જમાં તેજી ચાલુ રહી શકે છે અથવા પછી હળવો બ્રેકઆઉટ જોવા મળી શકે છે. RSI 57.45 પર છે, જે દર્શાવે છે કે બજાર હજી ઓવરબોટ નથી અને આગળ વધવાની સંભાવના છે.

Stochastic RSI અને TSI જેવા ઈન્ડિકેટર્સ દર્શાવે છે કે બજાર બોટમ પરથી રિકવર થઈ રહ્યો છે, જ્યારે GAP Histogram અને MACD થોડી પોઝિટિવ મૂમન્ટ બતાવે છે. જોકે સ્પષ્ટ directional UM (Upside Move) સિગ્નલ મળ્યો નથી, છતાં Price Action અને OI buildup તરફથી એવું સંકેત મળે છે કે હળવી તેજી માટે CE (Call Option) તરફ ઝુકાવ રાખી શકાય છે.

Option Chain: સપોર્ટ અને રેઝિસ્ટન્સ રેન્જ શું કહે છે તેની વિગત તપાસીએ તો નિફ્ટીનું ATM સ્ટ્રાઈક 25,000 છે. ઓપ્શન ચેન મુજબ 25,000 CE માં 52% અને 25,100 CE માં 55% OIનો વધારો થયો છે, જે શોર્ટ કવરિંગનો સ્પષ્ટ સંકેત છે. એ જ સમયે, 25,000 PE માં 125% અને 24,950 PE માં 231%ની વૃદ્ધિ જણાય છે, જે દર્શાવે છે કે નીચેના લેવલ પર શક્તિશાળી Put Writingથી મજબૂત સપોર્ટ ઉભો થયો છે. જો નિફ્ટી 25,120ના ઉપર ટકી રહે છે, તો 25,250 સુધીનો વિસ્તૃત મૂવ દેખાઈ શકે છે.

ટ્રેડિંગ માટે સૌથી અસરકારક સમયની વાત કરવામાં આવે તો 27 મેના રોજ બે ખાસ ટાઈમ સ્લોટ ટ્રેડિંગ માટે યોગ્ય ગણાય છે.

ક્યારે ન કરવી નવી એન્ટ્રી, અને ક્યા પોઈન્ટે બુક કરવો નફો : બપોરે 1:42 પછી બજારમાં વોલેટિલિટી વધી શકે છે અને નવા ટ્રેન્ડની તાકાત ઘટી જાય છે. એટલે આ સમયે CEમાં નવી એન્ટ્રી ન કરવી વધુ સારું રહેશે. અગાઉથી ચાલી રહેલી પોઝિશનમાં મુનાફો બુક કરી લેવો યોગ્ય રહેશે, અથવા ટ્રેલિંગ સ્ટોપલૉસ સેટ કરી શકાય.

જો બજાર 24,900ની નીચે ફસળી જાય છે, તો PE (Put Option)માં રિવર્સલ એન્ટ્રી લઇ શકાય, જેમ કે 24,900 PE ₹165–₹185 વચ્ચે ખરીદી, અને ₹220–₹250નો ટાર્ગેટ રાખી શકાય છે. બપોર પછીના સત્રમાં બજારમાં ભ્રમ અને વધુ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે, તેથી આ સમય પછી નવી પોઝિશન લેવી ટાળવી વધુ સલામત રહેશે. (નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
