AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News  : પેટ્રોલ ભરાવવા અફરાતફરી! દૂધની બરણીઓમાં પેટ્રોલ ભરાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Breaking News : પેટ્રોલ ભરાવવા અફરાતફરી! દૂધની બરણીઓમાં પેટ્રોલ ભરાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2026 | 7:35 PM
Share

પેટ્રોલ ડીઝલ અછતની અફવાથી પેટ્રોલ પંપ પર લોકોની લાઈનો લાગી છે.પેટ્રોલ ડીઝલ ખૂટશે તેવા ડરથી વાહન ચાલકો વાહનોની ટાંકી ફૂલ કરી રહ્યા છે.એક બાજુ અફવા પર ધ્યાન ના આપવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. કેટલાક લોકો બોટલ, તો કેટલાક લોકો બરણી લઈને પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા.

ગઈકાલ રાતથી પેટ્રોલ પંપ પર લાગી લોકોની લાંબી લાઈનો લાગી છે.અફવા વચ્ચે લોકોમાં પડાપડી, જરૂરી કરતા વધુ પેટ્રોલ ભરાવવાની દોડધામ મચી ગઈ છે.જિલ્લા કલેક્ટર દ્વારા અફવાઓથી દૂર રહેવાની અપીલ સ્થિતિ સામાન્ય રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.બનાસકાંઠામાં પેટ્રોલની અછતની અફવા વચ્ચે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.દૂધની બરણીઓમાં પેટ્રોલ ભરાવતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.ડીસા પંથકમાં લોકો બરણીઓ લઈને પેટ્રોલ પંપ પર ઉમટ્યા હતા.

દૂધની બરણીઓમાં પેટ્રોલ ભરાવતાનો વીડિયો વાયરલ

કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં માં ડીઝલ પેટ્રોલ માટે સતત બીજા દિવસે લાગી કતારો જોવા મળી છે.ગ્રામીણ વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર ટ્રેક્ટરો સહીત વાહનોની કતારો લાગી લાગી છે. હાલમાં ખેતીને કામગીરીને લઈ અને ખેડૂતોને ડીઝલની વપરાશ વધુ હોય ખેડૂતો ટ્રેક્ટર સાથે પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા હતા. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં હોવા છતાં પણ વાહન ચાલકો પેટ્રોલ પંપ ઉપર કતારોમાં ઉભેલા જોવા મળ્યા છે.

 

સરકાર, પેટ્રોલ પંપ માલિકો અને પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાં લોકોમાં ભયનો માહોલ ઓછો થયો નથી. પરિણામે, લોકો સતત પેટ્રોલ ભરાવવા માટે પંપ પર ઉમટી રહ્યા છે.પેટ્રોલ-ડીઝલ ખૂટશે તેવી આશંકાથી વાહન ચાલકોની દોડધામ મચી છે. અમદાવાદ, સહિત રાજકોટ, વડોદરા,સુરત, ગાંધીનગર, જૂનાગઢ અન્ય શહેરોમાં પણ પેટ્રોલ પંપ પર લોકોની લાંબી લાઈનો લાગી છે.

પેટ્રોલ-ડીઝલ ઇંધણનો સૌથી મહત્વનો સ્ત્રોત છે. આ પેટ્રોલિયમ બળતણ ઈંધણનો સૌથી સામાન્ય પ્રકાર છે. તેની કિંમતોમાં ફેરફાર કાચા તેલ પર આધાર રાખે છે.  અહી ક્લિક કરો

Published on: Mar 24, 2026 11:57 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">