AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: LPG ગેસ સિલિન્ડરનું કદ ઘટાડવાની અફવાનો થયો ખુલાસો, 14.2ના બદલે 10 કિલો ગેસ આપવાના ફેલાયા હતા સમાચાર

Breaking News: LPG ગેસ સિલિન્ડરનું કદ ઘટાડવાની અફવાનો થયો ખુલાસો, 14.2ના બદલે 10 કિલો ગેસ આપવાના ફેલાયા હતા સમાચાર

| Updated on: Mar 24, 2026 | 11:53 AM
Share

LPG ગેસ સિલિન્ડરનું કદ ઘટાડવાની અફવાઓનો આખરે ખુલાસો થયો છે. પેટ્રોલિયમ મંત્રાલયે આ અંગે જણાવ્યું છે કે આ માહિતી માત્ર અફવા છે. 14.2 કિલોનો ગેસ સિલિન્ડરનું કદ ઘટાડીને 10 કિલો ગેસ આપવામાં નહીં આવે.

આગામી દિવસોમાં તમને ઘરેલું LPG ગેસ સિલિન્ડર 14.2 કિલોથી ઘટાડીને 10 કિલોગ્રામ ગેસ મળશેના સમાચાર વાયુવેગે ફેલાયા હતા,  જે બાદ લોકોમાં ડર ઉભો થયો હતો કે ગેસ સિલિન્ડરનું કદ ઘટાડી ઓછો ગેસ આપવામાં આવશે તો પરેશાની ઉભી થશે. જોકે આ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે કે ગેસનું કદ ઘટાડી 14.2 કિલોના બદલે 10 કિલો ગેસ આપવાની ફેલાયેલી માહિતી તદ્દન ખોટી અને માત્ર એક અફવા છે.

LPG ગેસ સિલિન્ડરનું કદ ઘટાડવાની અફવાઓનો થયો ખુલાસો

LPG ગેસ સિલિન્ડરનું કદ ઘટાડવાની અફવાઓનો આખરે ખુલાસો થયો છે. પેટ્રોલિયમ મંત્રાલયે આ અંગે જણાવ્યું છે કે આ માહિતી માત્ર અફવા છે. 14.2 કિલોનો ગેસ સિલિન્ડરનું કદ ઘટાડીને 10 કિલો ગેસ આપવામાં નહીં આવે. જે મુજબ પહેલા ચાલી રહ્યું હતુ તે જ મુજબ ચાલશે અને ગેસ સિલિન્ડરનું કદ ઘટાડવા અંગે ફેલાયેલી માહિતી તદ્દન ખોટી છે. આ સાથે મંત્રાલયે લોકોને અફવાઓથી દૂર રહેવા માટે પણ અપીલ કરી છે.

સમાચાર વાયુવેગે ફેલાયા હતા

તમને જણાવી દઈએ તો ગઈકાલે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ વોટ્સ એપ, ફેસબુક દ્વારા ગેસ સિલિન્ડરનું કદ ઘટાડવા અંગેના સમાચાર વાયરલ થયા હતા જે બાદ લોકોમાં ડર ફેલાયો હતો જોકે આ સમાચારને લઈને મંત્રાલયે સામે આવી તે માત્ર એક અફવા હોવાનો ખુલાસો કર્યો છે.

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધથી ભારતમાં ઉભી થઈ સમસ્યાઓ

ઈરાન-ઈઝરાયેલ વોરના કારણે દેશભરમાં કટોકટી સર્જાઈ છે. વોરના કારણે LPG ગેસ સિલિન્ડરને લઈને તો હવે પેટ્રોલને લઈને અફવાઓ ફેલાઈ રહી છે. ત્યારે આ અફવાઓથી ભારતીય નાગરીકોએ દૂર રહેવાની જરુર છે આ અંગે મંત્રાલયે જાહેર નાગરીકોને અપીલ કરી છે.

Breaking News: આવું કેવું ! સરકાર કહે છે ‘ફુલ સ્ટોક’, તો પંપો પર કેમ છે ‘શોર્ટ સપ્લાય’ ? દક્ષિણ ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશનનો મોટો ઘટસ્ફોટ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Published on: Mar 24, 2026 11:50 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">