AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં LPG ની ભારે અછત વચ્ચે ભક્તિધામોમાં સંકટ: વિશ્વ ઉમિયાધામની પ્રસાદી ભોજનશાળાને લાગ્યા તાળા

અમદાવાદમાં ઇંધણના સંકટે હવે ધાર્મિક સંસ્થાઓના રસોડા સુધી માઠી અસર પહોંચાડી છે. LPG ગેસનો પૂરતો જથ્થો ન મળવાને કારણે જગવિખ્યાત વિશ્વ ઉમિયાધામમાં ભોજનશાળા બંધ કરવાની ફરજ પડી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2026 | 9:40 PM
Share

અમદાવાદ શહેરમાં પેટ્રોલ-ડીઝલ બાદ હવે LPG ગેસની અછત પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. આ સંકટની સીધી અસર શહેરના મોટા ધાર્મિક સંસ્થાનો પર જોવા મળી રહી છે. જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામમાં દરરોજ હજારો ભક્તો માટે ચાલતી પ્રસાદી ભોજનશાળાને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે.

સંસ્થાના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી ગેસનો સપ્લાય યોગ્ય રીતે મળી રહ્યો નથી, જેના કારણે આટલી મોટી સંખ્યામાં રસોઈ બનાવવી અશક્ય બની ગઈ છે. આ જ પરિસ્થિતિ અન્ય અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં પણ જોવા મળી શકે છે. જો સપ્લાય ચેઈન તાત્કાલિક નહીં સુધરે, તો શહેરમાં ‘ફૂડ ક્રાઈસિસ’ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

(ઈનપુટ ક્રેડિટ: જિજ્ઞેશ પટેલ)

Breaking News: આવું કેવું ! સરકાર કહે છે ‘ફુલ સ્ટોક’, તો પંપો પર કેમ છે ‘શોર્ટ સપ્લાય’ ? દક્ષિણ ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશનનો મોટો ઘટસ્ફોટ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">