AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news: અફવાથી અફરાતફરી! ગુજરાતભરમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો, ક્યાંક મારામારી તો ક્યાંક સ્ટોક ખતમ, watch video

Breaking news: અફવાથી અફરાતફરી! ગુજરાતભરમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો, ક્યાંક મારામારી તો ક્યાંક સ્ટોક ખતમ, watch video

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2026 | 12:44 PM
Share

ગુજરાતના અનેક શહેરોમાં પેટ્રોલ-ડીઝલ અછતની અફવાએ લોકોમાં ભારે ગભરાટ ફેલાવ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરા અને જૂનાગઢ સહિતના શહેરોમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.

ગુજરાતના અનેક શહેરોમાં પેટ્રોલ-ડીઝલ અછતની અફવાએ લોકોમાં ભારે ગભરાટ ફેલાવ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરા અને જૂનાગઢ સહિતના શહેરોમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.

અમદાવાદના મણિનગર વિસ્તારમાં રામબાગ પેટ્રોલ પંપ પર મોડી રાત્રે લોકો લાઈનમાં ઊભા રહ્યા હતા. કેટલાક લોકોએ તો વાહનો પંપ પર જ મૂકી તોડ કાઢ્યો હતો. સુરતમાં પણ અનેક પંપ પર લાંબી લાઈનો લાગી, જેના કારણે નોકરીયાત વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

પેટ્રોલનો જથ્થો ખતમ થઈ જતા લોકો નિરાશ

રાજકોટમાં બીજા દિવસે પણ રૈયા સર્કલ, 150 ફૂટ રિંગ રોડ અને નાના મૌવા વિસ્તારોમાં લાઈનો યથાવત રહી. ગાંધીનગરમાં કેટલાક પંપ પર તો પેટ્રોલનો જથ્થો ખતમ થઈ જતા લોકો નિરાશ થઈ પરત ફર્યા. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં પેટ્રોલ માટે ગ્રાહકો વચ્ચે મારામારીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાનું જાણવા મળે છે. પણ તે વીડિયોની TV9 ગુજરાતી પુષ્ટી કરતું નથી.

ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

જૂનાગઢમાં પંપ માલિકોએ સ્પષ્ટ કર્યું છે કે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ અછત નથી. છતાં અફવાના કારણે લોકોમાં અધીરાઈ જોવા મળી રહી છે. બનાસકાંઠાની ડીસામાં તો લોકો બરણી લઇને પેટ્રોલપંપ પર ઉમટી પડ્યા હતા.

સરકાર અને તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરો અને જરૂર મુજબ જ ઈંધણ ભરો.

Breaking News : પેટ્રોલ ભરાવવા અફરાતફરી! દૂધની બરણીઓમાં પેટ્રોલ ભરાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Published on: Mar 24, 2026 12:33 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">