Breaking News : ઈરાન યુદ્ધના 25 દિવસમાં, ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર પીએમ મોદીને કર્યો ફોન, થોડાક દિવસો પહેલા ઈરાની રાષ્ટ્રપતિ સાથે મોદીએ કરી હતી વાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, ગઈકાલ સોમવારના રોજ, ઈરાન ઉપર આગામી પાંચ દિવસ કોઈ હુમલો કરવામા નહીં આવેની જાહેરાત કરવામાં આવી હતી. સાથોસાથ ટ્રમ્પે એવી પણ જાહેરાત કરી હતી કે, ઈરાન સાથે વાટોઘાટો ચાલી રહી છે. આ દરમિયાન આજે ટ્રમ્પે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી. જેમાં મુખ્ય મુદ્દે ઈરાન રહ્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, આજે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ, ઈરાન યુદ્ધને પગલે, મધ્ય પૂર્વમાં ઊભી થયેલી પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. બન્ને નેતાઓએ તેમની વાતચીતમાં એ બાબત પર ભાર મૂક્યો હતો કે હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું રાખવું મહત્વપૂર્ણ છે. ભારતમાં યુએસ રાજદૂત સર્જિયો ગોરે, ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીએ ફોન પર વાતચીત કરી હોવાની વિગતો જાહેર કરી હતી. સર્જિયો ગોરે, આ વિગતો તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે શેર કરી હતી.
President Donald Trump just spoke with Prime Minister Modi. They discussed the ongoing situation in the Middle East, including the importance of keeping the Strait of Hormuz open: US Ambassador to India, Sergio Gor pic.twitter.com/uqhTuLuO0x
— ANI (@ANI) March 24, 2026
ઈરાન પર કરેલા હુમલાના 24માં દિવસે ડોનાલ્ડ ટ્ર્મ્પે પાંચ દિવસના યુદ્ધ વિરામની એક તરફી જાહેરાત કરી હતી. જો કે તેમણે આ દરમિયાન ઈરાનના નેતા સાથે વાતચીત ચાલી રહી હોવાનો ખુલાસો કર્યો હતો. ટ્રમ્પની આ જાહેરાતના બીજા જ દિવસે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી. બન્ને નેતાઓ વચ્ચે વાતચીતનો મુખ્ય મુદ્દો ઈરાન-ઈઝરાયેલ- યુએસએ યુદ્ધ રહ્યો હતો. ટ્રમ્પે અને મોદીએ, ઈરાનના કબજામાં રહેલા હોર્મુઝ સ્ટ્રેટ દરેક માટે અવરોધિત ના રહે તેના માટે વાત કરવામાં આવી હોવાનુ કહેવાય છે.
Received a call from President Trump and had a useful exchange of views on the situation in West Asia. India supports de-escalation and restoration of peace at the earliest. Ensuring that the Strait of Hormuz remains open, secure and accessible is essential for the whole world.…
— Narendra Modi (@narendramodi) March 24, 2026
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કર્યાના ગણતરીના દિવસો પૂર્વે ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી હતી. આ વાતચીત બાદ હોર્મુઝ સ્ટ્રેટમાં રહેલા ભારતીય જહાજોને મુક્ત રીતે આવવા જવા દેવામાં આવી રહ્યાં હોવાના અહેવાલ સામે આવ્યા છે. દરમિયાન ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે, મધ્ય પૂર્વના દેશોના ભારત સ્થિત પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતની ઈંધણ-ગેસ સહીતની જરૂરીયાત પૂર્ણ કરવા બાબતે એકમત સર્જવામાં આવ્યો હતો
