AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કેપ્ટનશિપ છોડી ને સદી ફટકારી… હરમનપ્રીત કૌરે તોડ્યો મિતાલી રાજનો ‘ઐતિહાસિક રેકોર્ડ’

કેપ્ટનશિપ છોડતા જ હરમનપ્રીત કૌરે પોતાનું અસલી રૌદ્ર રૂપ બતાવ્યું છે. તેણે ઝિમ્બાબ્વે સામે વનડેમાં શાનદાર સદી ફટકારી ધમાલ મચાવી દીધી છે. માત્ર 19 રનમાં 2 વિકેટ ગુમાવી ચૂકેલી ભારતીય ટીમ માટે સંકટમોચક બનીને તેણે ન માત્ર મેચમાં જીવ ફૂંક્યો પરંતુ દિગ્ગજ ખેલાડી મિતાલી રાજનો ઐતિહાસિક રેકોર્ડ પણ તોડી નાખ્યો.

Breaking News: કેપ્ટનશિપ છોડી ને સદી ફટકારી... હરમનપ્રીત કૌરે તોડ્યો મિતાલી રાજનો 'ઐતિહાસિક રેકોર્ડ'
Image Credit source: Cricinfo
| Updated on: Oct 25, 2026 | 6:51 PM
Share

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન હરમનપ્રીત કૌરે ઝિમ્બાબ્વે સામેની શ્રેણીની બીજી વનડે મેચમાં પોતાનું જૂનું સ્વરૂપ બતાવ્યું અને કારકિર્દીની આઠમી સદી ફટકારી. ઝિમ્બાબ્વે સામે વડોદરામાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી.

2.4 ઓવરમાં માત્ર 19ના સ્કોર પર કેપ્ટન સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા પેવેલિયન પરત ફરી ચૂક્યા હતા. આવી સ્થિતિમાં હરમનપ્રીત કૌર મુશ્કેલીમાં ફસાયેલી ટીમને ઉગારવા માટે મેદાનમાં ઉતરી. તેણે પ્રતિકા રાવલ સાથે ત્રીજી વિકેટ માટે શતકીય ભાગીદારી કરી અને મેચમાં ભારતીય ટીમની વાપસી કરાવી.

101 બોલમાં ફટકારી કારકિર્દીની આઠમી સદી

હરમનપ્રીતે સંકટમોચકની ભૂમિકા ભજવતા પોતાની અડધી સદી 51 બોલમાં 7 ચોગ્ગાની મદદથી પૂરી કરી. તેણે ત્રીજી વિકેટ માટે પ્રતિકા સાથે 124 (118) રનની ભાગીદારી કરી. પ્રતિકા (61) આઉટ થયા પછી બેટિંગ કરવા આવેલ તેજલ ઝડપથી પેવેલિયન પરત ફરી ગઈ.

આ પછી વાઇસ-કેપ્ટન દીપ્તિ શર્માએ પૂર્વ કેપ્ટનનો સાથ આપ્યો. બંનેએ પાંચમી વિકેટ માટે શતકીય ભાગીદારી 89 બોલમાં પૂરી કરી લીધી. ત્યારબાદ હરમનપ્રીતે પોતાની વનડે કારકિર્દીની 8મી સદી 101 બોલમાં 12 ચોગ્ગાની મદદથી પૂરી કરી લીધી. હરમનપ્રીત 126 (121) રન બનાવીને પેવેલિયન પરત ફરી. ટીમને 300 રનથી પાર પહોંચાડ્યા બાદ તે 47મી ઓવરમાં કેચ આપી બેઠી.

મિતાલી રાજનો સદીઓનો રેકોર્ડ તોડ્યો

હરમનપ્રીત કૌર વિમેન્સ ક્રિકેટમાં ભારત માટે વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલામાં સ્મૃતિ મંધાના પછી બીજા ક્રમે પહોંચી ગઈ છે. તેણે પૂર્વ કેપ્ટન મિતાલી રાજના 7 સદીના રેકોર્ડને તોડી નાખ્યો છે.

મંધાનાએ કારકિર્દીમાં 14 સદી ફટકારી છે. હરમનપ્રીત વનડે ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી વધુ વયની ભારતીય મહિલા બેટર બની ગઈ છે. તેણે 37 વર્ષ, 231 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.

વનડેમાં સદી ફટકારનાર સૌથી વધુ વયની ‘વિમેન્સ બેટ્સમેન’

હરમનપ્રીત મહિલા ક્રિકેટમાં વનડે મેચોમાં સદી ફટકારનાર દુનિયાની ચોથી સૌથી વધુ વયની બેટર પણ બની છે. સૌથી વધુ ઉંમરે વિમેન્સ વનડે ક્રિકેટમાં સદી ફટકારવાનો રેકોર્ડ ન્યુઝીલેન્ડની બાર્બ બેવેજના નામે નોંધાયેલો છે.

44 વર્ષ પહેલાં 39 વર્ષ 48 દિવસની ઉંમરમાં તેણે વનડે ક્રિકેટમાં સદી ફટકારી હતી. તેનો તે રેકોર્ડ આજે પણ યથાવત છે. આ યાદીમાં બીજા ક્રમે ઇંગ્લેન્ડની જાનેટ બ્રિટિન છે.

તેણે વર્ષ 1997માં 38 વર્ષ 161 દિવસની ઉંમરમાં સદી ફટકારી હતી. આ યાદીમાં ત્રીજા ક્રમે દક્ષિણ આફ્રિકાની ડેલિન ટર્બલેશ છે, તેણે 37 વર્ષ 289 દિવસની ઉંમરમાં સદી ફટકારી હતી.

Breaking News : વૈભવ સૂર્યવંશીના નંબર 3 પર રમવાથી વિવાદ ! મુરલી કાર્તિકે ઉઠાવ્યા પ્રશ્નો

Follow Us
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
g clip-path="url(#clip0_868_265)">