Stock Market : બુધવારના રોજ આ સ્ટોક્સમાં થઈ શકે છે ‘અફરાતફરી’, તમારો પોર્ટફોલિયો ચેક કરી લેજો
મંગળવારે બજાર બંધ થયા પછી ઘણા શેરોને લગતા સમાચાર બહાર આવ્યા છે. હવે એવામાં ચાલો જાણીએ કે, બુધવારે કયા સ્ટોક્સ પર નજર રાખી શકાય છે.

મંગળવારના દિવસે માર્કેટ વધારા સાથે બંધ થયું હતું. ઘણા શેરોનું પ્રદર્શન ઇન્ડેક્સ કરતા સારું રહ્યું હતું. હાલમાં બજારમાં સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળી રહી છે.

HDFC લાઇફે તેના પ્રથમ ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યા છે. પરિણામો સાથે કંપનીએ મેનેજમેન્ટમાં મહત્ત્વના ફેરફાર વિશે માહિતી આપી છે અને ડિવિડન્ડની જાહેરાત પણ કરી છે. જૂન ક્વાર્ટરમાં, HDFC લાઇફનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ (PAT) 14.5% વધીને રૂ. 548.35 કરોડ થયો છે.

Dixon Technologies એ Q Tech ગ્રુપ સાથે કરાર કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ કરાર કુનશાન ક્યુ ટેક માઇક્રોઇલેક્ટ્રોનિક્સ (ઇન્ડિયા) માં 51% હિસ્સો ખરીદવા માટે કરવામાં આવ્યો છે.

TEJAS NETWORKS એ પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપની ગયા વર્ષની સરખામણીમાં નફામાંથી ખોટ તરફ વળી ગઈ છે. કંપનીને રૂ. 77 કરોડના નફાની સામે રૂ. 194 કરોડનું નુકસાન થયું છે. કંપનીની કન્સોલિડેટેડ આવક પણ ₹1,563 કરોડથી ઘટીને ₹202 કરોડ પર પહોંચી ગઈ છે.

Infibeam Avenues એ શેર બજારને મોકલેલી માહિતીમાં જણાવ્યું છે કે, તેમનો 700 કરોડ રૂપિયાનો રાઇટ્સ ઇશ્યૂ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. આ ઈશ્યૂને રોકાણકારો તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો છે અને ઈશ્યૂ 1.4 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે.

HDB Financialના Q1ના પરિણામો મુજબ કંપનીનો નફો ગયા વર્ષની સરખામણીમાં ₹582 કરોડની સામે ઘટીને ₹568 થયો છે. કંપનીની આવક ₹3,844 કરોડમાંથી વધીને ₹4,465 કરોડ થઈ છે. કંપનીની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ (NII) પણ ₹1,769 કરોડમાંથી વધીને ₹2,092 કરોડ થઈ ગઈ છે.

Kotak Mahindra Bank એ માહિતી આપી છે કે, ફણી શંકરે બેંકના ચીફ ક્રેડિટ ઓફિસર પદેથી રાજીનામું આપ્યું છે. તેમનું આ રાજીનામું 21 જુલાઈથી અમલમાં આવશે.

ICICI LOMBARDના Q1ના પરિણામો મુજબ કંપનીનો નફો ₹580 કરોડમાંથી વધીને ₹747 કરોડ પર પહોંચ્યો છે. કંપનીની નેટ પ્રીમિયમ આવક ₹5,352 કરોડમાંથી વધીને ₹6,083 કરોડ થઈ છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરની સાથે સાથે બોન્ડ્સ, ડેરિવેટિવ્ઝ, ફોરેન કરન્સી વગેરેનો પણ સ્ટોક માર્કેટમાં વેપાર થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
