Business Idea: ટૂર પ્લાન કરો, લોકોને ટ્રાવેલ કરાવો અને માત્ર એક ટ્રીપમાં કમાઈ લો ₹80,000થી વધુ!
મૉડર્ન જીવનશૈલીમાં લોકો દરેક તહેવારે કે વેકેશનમાં નવી-નવી જગ્યાઓ જોવા ઇચ્છે છે પરંતુ દરેક વ્યક્તિ પાસે ટૂર કે ટ્રીપ પ્લાન બનાવવાનો સમય અને અનુભવ હોતો નથી. જો તમે ટ્રાવેલ-ટૂર પ્લાનિંગમાં રસ રાખો છો તો આ બિઝનેસ શરૂ કરીને તમે લોકોની મદદ પણ કરી શકો અને સારી એવી કમાણી પણ કરી શકો છો.

આજના યુગમાં મુસાફરી માત્ર એક શોખ નથી પરંતુ લોકોની જરૂરિયાત છે. હાલના સમયમાં વ્યસ્ત જીવનશૈલી વચ્ચે લોકો થોડાક દિવસનો બ્રેક લે છે અને પરિવાર સાથે ક્યાંક ફરવા જાય છે. આવી સ્થિતિમાં જો તમે ટ્રાવેલ એજન્સી કે ટૂર પ્લાનિંગ જેવી સર્વિસ શરૂ કરો, તો ઓછા રોકાણમાં એક સારી આવક ઊભી કરી શકો છો.

આ બિઝનેસ તમે નાની જગ્યાએથી અથવા ઘરેથી પણ શરૂ કરી શકો છો. શરુઆતમાં તમારું ફોકસ માત્ર સ્થાનિક અથવા ગુજરાતની અંદર કસ્ટમાઇઝ પેકેજ બનાવવા માટેનું હોવું જોઈએ. સરળ રીતે કહીએ તો, સોમનાથ, દ્વારકા, ગિર, પોલો ફોરેસ્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે જેવા રમણીય સ્થળો માટે ટૂર પેકેજો તૈયાર કરી શકાય છે. ધીમે-ધીમે તમે રાજસ્થાન, ઉત્તરાખંડ કે સાઉથ ઇન્ડિયાને લગતા લક્ઝુરિયસ ટૂર્સ પણ શરૂ કરી શકો છો.

બિઝનેસ શરૂ કરતા પહેલા તમારે એક પ્રોપર પ્લાનિંગ કરવું પડે છે. તમારા ટાર્ગેટ કસ્ટમર કયા છે તે અંગે વિચારો અને પછી યોગ્ય પ્લાનિંગ કરો. તમારે ટૂર્સ ડિઝાઇન કરવા માટે શ્રેષ્ઠ સ્થળોની પસંદગી કરવી જોઈએ. આ સ્થળો માટે ટ્રાન્સપોર્ટેશન, હોટલ બુકિંગ, ભોજનની વ્યવસ્થા અને Sightseeing જેવી તમામ સુવિધાઓનું આયોજન કરવું જરૂરી બને છે.

આ સર્વિસ માટે હોટલ માલિકો, બસ ઓપરેટર્સ, ટેક્સી સર્વિસ અને સ્થાનિક ગાઈડ્સ સાથે તમારું મજબૂત નેટવર્ક અને ખાસ ટ્યુનિંગ હોવું જોઈએ. જો તમારી પાસે ભરોસાપાત્ર પાર્ટનર્સ હશે, તો તમને બિઝનેસને લગતી સર્વિસ સસ્તી કિંમતે મળી આવશે અને ગ્રાહકોને પણ એક સરસ અને સુખદ યાત્રાનો અનુભવ થશે.

જો તમે ભાડેથી ઓફિસ લઈને બિઝનેસની શરૂઆત કરો છો તો તેનો કુલ અંદાજિત ખર્ચ લગભગ ₹1.2 લાખથી ₹1.4 લાખ સુધી જઈ શકે છે. ઓફિસ માટે ફર્નિચર અને નાના મોટા સેટઅપમાં પણ ₹10,000થી ₹15,000 નો ખર્ચો થઈ શકે છે. લેપટોપ, કમ્પ્યુટર અને પ્રિન્ટર માટે અંદાજે ₹30,000 થી ₹40,000 સુધીનો ખર્ચ આવી શકે છે.

શરૂઆતમાં તમારે પેમ્પલેટ, વિઝિટિંગ કાર્ડસ, બ્રોશર્સ તથા વોટ્સએપ માર્કેટિંગ ઉપર ભાર આપવો જોઈએ. આ સિવાય આગળ જઈને તમે તમારા માટે એક પ્રોફેશનલ વેબસાઇટ પણ બનાવી શકો છો, જેનો અંદાજિત ખર્ચ ₹10,000 થી ₹25,000 જેટલો થઈ શકે છે.

ટ્રાવેલ એજન્સી અથવા ટૂર પ્લાનિંગ બિઝનેસ શરૂ કરવા માટે પાન કાર્ડ, આધાર કાર્ડ, શોપ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ લાઇસન્સ અને GST રજિસ્ટ્રેશન આવશ્યક છે. આ સાથે જ ટ્રાવેલ એજન્સી લાઇસન્સ પણ મેળવી શકાય છે. સાથે સાથે, MSME/Udyam રજિસ્ટ્રેશન પણ કરાવવું જરૂરી બને છે.

આ બિઝનેસ માટે કોઈ ખાસ સાધનોની જરૂર નથી. એક મોબાઇલ ફોન, લેપટોપ, ઇન્ટરનેટ કનેક્શન, પ્રિન્ટર અને સામાન્ય ઓફિસ સેટઅપ પૂરતું છે. ઇમેઇલ અને ઇનવોઇસિંગ માટે કોઈ ફ્રી સોફ્ટવેરનો પણ ઉપયોગ કરી શકાય છે. તમારા ગ્રાહકો વધે ત્યારે તમારે બુકિંગ મેનેજમેન્ટ માટે CRM સોફ્ટવેર લેવું પડી શકે છે.

તમે એક ટૂર પર રૂપિયા ₹500 થી ₹5,000 સુધીનો નફો કમાઈ શકો છો. એક મહિનામાં સરેરાશ 4-5 ટૂર્સ પ્લાનિંગ કરીને ₹20,000 થી ₹40,000 જેટલી કમાણી કરી શકાય છે. જો તમે વધુ ડિમાન્ડિંગ ડેસ્ટિનેશન જેમ કે હિમાચલ, ઉત્તરાખંડ, કેરળ, ગોવા જેવી ટૂર્સ કસ્ટમાઇઝ કરો છો અને એમાં ગ્રુપ પેકેજ આપો છો, તો એક ટૂર પર ₹3000 થી ₹6000 જેટલો નફો પણ મેળવી શકાય છે.

જો તમે સારું માર્કેટિંગ કરો છો, ગ્રાહકોને સંતોષકારક સર્વિસ આપો છો અને માઉથ પબ્લિસિટી કરી રહ્યા છો, તો 6 થી 12 મહિનામાં તમારી આવક ₹30,000 થી ₹60,000 સુધી પહોંચી શકે છે. 1 વર્ષ પછી જ્યારે બિઝનેસ સેટ થઈ જાય અને એક બ્રાન્ડ ઊભી થાય ત્યારે તમે મહિને ₹80,000 થી ₹1,20,000 કે તેથી વધુની કમાણી કરી શકો છો. જણાવી દઈએ કે, આવક પૂરી રીતે તમારા પેકેજના દર, ગ્રાહકોની સંખ્યા અને તમારા બિઝનેસ સર્વિસ પર આધાર રાખે છે.

ટ્રાવેલ એજન્સી માટે લોકલ માર્કેટિંગ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તમે WhatsApp Business નો ઉપયોગ કરીને બ્રોડકાસ્ટ મેસેજ મોકલી શકો છો. Facebook અને Instagram પર ટૂરની તસવીરો અને વિડિયોઝ અપલોડ કરો. વધુમાં તમે Influencer Collaboration થકી ટૂર રિવ્યૂ કરાવશો તો તમારા બિઝનેસને જલ્દી ગ્રોથ મળશે.

ટૂર દરમિયાન તમામ બુકિંગ, ટ્રાન્સપોર્ટ અને હોટલ કન્ફર્મ હોવા જોઈએ. ગ્રાહક સાથે ઘર જેવા રિલેશન બનાવો અને ટોપ ક્વોલિટીની બિઝનેસ સર્વિસ આપો. ટાઈમ મેનેજમેન્ટ, નફાકારક પેકેજ અને વિશ્વસનીય કન્સલ્ટિંગ જ તમારા બિઝનેસને આગળ લઈ જશે.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
