Business Idea : ₹50,000માં શરુ કરો ધંધો, કમાણી એવી થશે કે મિત્રો પણ કહેશે “ભાઈ, અમને પણ આ શીખવાડ!”
હાલમાં કોસ્મેટિક્સ અને બ્યુટી પ્રોડક્ટનો બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે. જણાવી દઈએ કે, કોસ્મેટિક્સની ડિમાન્ડ ભારતમાં દર વર્ષે વધી રહી છે. એવામાં ચાલો જાણીએ કે, કોસ્મેટિક્સ અને બ્યુટી પ્રોડક્ટનો બિઝનેસ શરૂ કરવા માટે કેટલું રોકાણ કરવું પડશે અને મહિને તમે કેટલા કમાઈ શકશો.

આજકાલ મહિલાઓ જ નહીં પરંતુ પુરૂષો પણ ત્વચાને લઈને અને દેખાવને લઈને વધારે કાળજી રાખી રહ્યા છે. જો તમે કમાઈ સાથે ક્રિએટિવ અને ગ્લેમર ભરી દુનિયામાં પ્રવેશ કરવા ઈચ્છો છો, તો બિઝનેસ તમારા માટે યોગ્ય છે.

આ બિઝનેસ માટે શરૂઆતમાં અંદાજીત ₹50,000 થી ₹2,00,000 જેટલાનું રોકાણ કરવું પડે છે. નોંધનીય છે કે, આ બિઝનેસ તમે ઘરેથી પણ શરૂ કરી શકો છો.

આ બિઝનેસમાં દૈનિક નફો ₹500 થી ₹2000 સુધી થઈ શકે છે અને તહેવારો અથવા ખાસ પ્રસંગોના સમયમાં આ આવક ઘણી વધી શકે છે. માસિક આવક સરેરાશ ₹20,000 થી ₹1,00,000 સુધીની થઈ શકે છે.

આ વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી દસ્તાવેજોમાં પાન કાર્ડ, આધાર કાર્ડ, સ્થાનિક મ્યુનિસિપલ બોર્ડનું લાઈસન્સ તથા જો આવક ₹20 લાખથી વધુ થાય તો GST રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી બને છે.

જરૂરી સાધનસામગ્રીમાં શેલ્વ્ઝ, મિરર, લાઇટિંગ, બ્યુટી ટ્રીટમેન્ટ, શોખીન ગ્રાહકો માટે પ્રોડક્ટ સેમ્પલ, બિલિંગ માટે નોટબુક કે કમ્પ્યુટર, પેકિંગ સામાન જેમ કે બેગ્સ, ટૅગ્સ અને કાઉન્ટર ડિસ્પ્લેનો સમાવેશ કરો.

હોલસેલમાં કોસ્મેટિક્સ ખરીદવા માટે કેટલીક જાણીતી અને વિશ્વસનીય જગ્યાઓ છે કે, જ્યાંથી તમે હોલસેલ ભાવે માલ ખરીદી શકો છો. દિલ્હીમાં સદર બજાર, મુંબઈમાં ગુરુકૃપા માર્કેટ, અમદાવાદમાં કાલુપુર બજાર અને સુરતમાં એન આર બ્યૂટી વર્લ્ડ કોસ્મેટિક પ્રોડક્ટ માટે ખૂબ જ લોકપ્રિય છે. અહીંથી તમને મેકઅપ, સ્કિન કેર અને હેર કેરના પ્રોડક્ટ્સ બહુ સસ્તા દરે મળી શકે છે.

માર્કેટિંગ માટે સ્થાનિક સ્તરે તમે આસપાસના વિસ્તારોમાં પોસ્ટર લગાવી શકો છો. મહિલાઓના ગ્રુપમાં પ્રોડક્ટ વિશે વાત કરો અને પ્રચાર કરો. WhatsApp સ્ટેટસ મૂકો, Instagram અને Facebook પર પેજ બનાવીને ફોટા અને માહિતી શેર કરો.

ગ્રાહકોને આકર્ષવા માટે નવી-નવી ઓફર્સ બહાર પાડો, જેવી કે ફ્રી સેમ્પલ આપવા, મેકઅપ ટ્રાયલ કરાવવો કે કોઈ 'Buy 1 Get 1 Scheme' આપો.

સરળ રીતે જોઈએ તો, કોસ્મેટિક્સ અને બ્યુટી શોપનો વ્યવસાય તમે ઓછા રોકાણે શરૂ કરી શકો છો. જો તમે નવી વેરાયટી, વ્યાજબી ભાવ અને સારી સુવિધા આપશો તો આ બિઝનેસ તમને જરૂર સફળતા અપાવશે.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
