Paris Olympics 2024: રિતિકા હુડ્ડા ક્વાર્ટર ફાઈનલમાં હારી, બ્રોન્ઝ મેડલની આશા હજી અકબંધ

પેરિસ ઓલિમ્પિકમાં 76 કિગ્રા વર્ગની કુસ્તીમાં ભારતીય મહિલા કુસ્તીબાજ રિતિકા હૂડાને ક્વાર્ટર ફાઈનલમાં કિર્ગિસ્તાનના કુસ્તીબાજ સામે હારનો આંચકો લાગ્યો હતો. ક્વાર્ટર ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં રિતિકાને હારનો સામનો કરવો પડ્યો હતો.

| Updated on: Aug 10, 2024 | 5:27 PM
પેરિસ ઓલિમ્પિકમાં ભારતની ગોલ્ડ મેડલની આખરી આશા પણ ઠગારી નીવડી છે. ભારતની મહિલા કુસ્તીબાજ રિતિકા હુડ્ડા કુસ્તીમાં મહિલા 76 કિગ્રા વર્ગમાં ક્વાર્ટર ફાઈનલમાં હારીને બહાર થઈ ગઈ હતી.

1 / 6
કિર્ગિસ્તાનની વર્લ્ડ ચેમ્પિયન રેસલર સાથેની રિતિકા હુડ્ડાની કુસ્તી મેચ 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. મેચ સમાન પોઈન્ટ પર સમાપ્ત થઈ હોવા છતાં કિર્ગિસ્તાનની કુસ્તીબાજને જીત મળી હતી કારણ કે તેણીએ અંતિમ દાવ લગાવીને પોઈન્ટ મેળવ્યો હતો.

2 / 6
આ મુકાબલા પહેલા રિતિકાએ હંગેરિયન રેસલરને 12-2થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી હતી. રિતિકાએ પેરિસના અખાડામાં શાનદાર પ્રદર્શન કર્યું અને હંગેરિયન રેસલરને એકતરફી રીતે હરાવી હતી.

3 / 6
રોહતકમાં જન્મેલી રિતિકા ભારતીય નેવીની ઓફિસર છે. તે ચીફ પેટી ઓફિસરની પોસ્ટ પર પોસ્ટેડ છે. રિતિકા કુસ્તીમાં મહિલા 76 કિગ્રા ​​કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ મહિલા રેસલર છે.

4 / 6
રિતિકાની કરિયર બહુ લાંબી નથી, આ ખેલાડી 2022માં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં 72 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ પછી આ ખેલાડીએ 2023માં તિરાનામાં આયોજિત અંડર 23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2024માં જ રિતિકાએ એશિયન ચેમ્પિયનશિપમાં 72 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

5 / 6
રિતિકા હુડ્ડા માત્ર 22 વર્ષની છે અને તેની પહેલી જ ઓલિમ્પિકમાં તેણે પોતાના દમદાર પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. વિશ્વ ચેમ્પિયન કુસ્તીબાજને પણ તેની સામે પોઈન્ટ મેળવવું ખૂબ મુશ્કેલ હતું, એવી અપેક્ષા છે કે રિતિકા તેની ટેકનિકમાં વધુ સુધારો કરશે અને 2028માં યોજાનારી લોસ એન્જલસ ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતશે.

6 / 6
Follow Us:
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ

આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે

ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત

આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video

પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ

વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ

તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ

g clip-path="url(#clip0_868_265)">