IPL Media Rights: શું BCCI 60 હજાર કરોડની કમાણી કરશે? IPLની બ્રાન્ડ વેલ્યુમાં અદભૂત ઉછાળો
જાણો BCCI ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી (Indian Premier League) કેટલી કમાણી કરે છે અને ટીવી પર મેચ બતાવવાનો ખર્ચ પ્રતિ મેચ કેટલો લે છે.

BCCI ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી કરોડોની કમાણી કરે છે. દુનિયાનું કોઈ ક્રિકેટ બોર્ડ આટલા પૈસા વિશે વિચારી પણ ન શકે. વિશ્વમાં BCCIની પ્રતિષ્ઠા IPLના કારણે જ વધી છે. પરંતુ હવે આઈપીએલના કારણે બીસીસીઆઈ એક અલગ સ્થાન હાંસલ કરવા જઈ રહી છે. સમાચાર મુજબ, BCCI IPL મીડિયા રાઈટ્સથી 60 હજાર કરોડની કમાણી કરવા જઈ રહી છે. (PC-PTI)

પાંચ કંપનીઓ અધિકારોની રેસમાં છે. Viacom 18, Disney-Hotstar, Sony, Zee, Amazon IPL મીડિયા અધિકારો મેળવવા માટે સ્પર્ધામાં છે. દરમિયાન, બ્રોકરેજ ફર્મ એલારા સિક્યોરિટીઝે દાવો કર્યો છે કે મીડિયા અધિકારો માટે આ બિડ 50 થી 60 હજાર કરોડ રૂપિયા સુધી જઈ શકે છે. (PC-PTI)

તમને જણાવી દઈએ કે IPLના મીડિયા અધિકારોમાં ટીવી, ડિજિટલ અને વિદેશમાં મેચ બતાવવાના અધિકારો માટે અલગ-અલગ બોલી લગાવવામાં આવશે. આ સાથે પ્લેઓફ મેચોના અધિકારોની બોલી પણ અલગ હશે. રિપોર્ટ્સ મુજબ, આ વખતે ટીવી પર મેચ બતાવવાનો ખર્ચ પ્રતિ મેચ 49 કરોડ રૂપિયા છે. (PC-PTI)

આશ્ચર્યજનક વાત એ છે કે IPL 2022માં આ ટૂર્નામેન્ટની TRP ઘટી ગઈ હતી. જોકે, તેનું કારણ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ જેવી મોટી ટીમોનું ખરાબ પ્રદર્શન હોવાનું કહેવાય છે. (PC-PTI)

તમને જણાવી દઈએ કે વર્ષ 2018 થી 2022 સુધીમાં, BCCIએ IPL મીડિયા અધિકારોથી 16,300 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પરંતુ હવે આઈપીએલ એક મોટી બ્રાન્ડ બની ગઈ છે. હવે આ લીગમાં 10 ટીમો રમી રહી છે. આ કારણે ટુર્નામેન્ટની બ્રાન્ડ વેલ્યુમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. (PC-PTI)