AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બસ કંડક્ટરની દીકરીથી ઓલિમ્પિક સુધીની સફર, જાણો નિવૃત મહિલા રેસલર સાક્ષી મલિકની ઉપલબ્ધિઓ

હરિયાણા-પંજાબના નાના નાના ગામમાંથી નીકળીને રેસલર્સ વિશ્વ ફલક પર ભારતનું નામ રોશન કરી રહ્યા છે. સાક્ષી મલિક ભારતની પહેલી મહિલા રેસલર હતી જેણે ઓલિમ્પકમાં મેડલ મેળવ્યો હતો. સાક્ષી મલિકે રેસલર્સ તરીકેની તેની ઉજ્જવળ કારર્કિદી અન્યાયને કારણે સમાપ્ત કરી છે. WFIના પ્રમુખ તરીકે બ્રિજભૂષણ સિંહના નજીકના વ્યક્તિને સ્થાન મળતા સાક્ષી મલિકે આ નિર્ણય લીધો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2023 | 7:10 PM
Share
દીકરીઓ આજે એવા ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરી રહી છે જે એક સમયે પુરૂષો સુધી મર્યાદિત ગણાતા હતા. આ દીકરીઓમાં એક નામ છે સાક્ષી મલિકનું. સાક્ષી મલિક ભારતની પ્રથમ મહિલા રેસલર હતી જેણે ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીત્યો હતો. પ્રતિભાથી સમૃદ્ધ, સાક્ષી મલિક મહિલા કુસ્તીબાજોની આવનારી પેઢીઓ માટે એક આદર્શ છે.

1 / 6
કુશ્તીમાં પ્રભાવશાળી કારકિર્દી બનાવનાર ભારતીય મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકનો જન્મ 3 સપ્ટેમ્બર 1992ના રોજ હરિયાણાના રોહતક જિલ્લાના મોખરા ગામમાં થયો હતો. તેના દાદા સુબીર મલિક એક કુસ્તીબાજ હતા, જેનાથી પ્રેરિત સાક્ષીએ બાળપણથી જ કુસ્તીમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું.

2 / 6
2007માં સબ જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ તેને સિનિયર કેટેગરીમાં રમવાની પરવાનગી મળી અને તેણે સિનિયર રેસલર્સ સાથે રમવાનું શરૂ કર્યું.

3 / 6
રિયો ઓલિમ્પિક 2016માં સાક્ષી મલિકે માત્ર 10 સેકન્ડમાં 58 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો અને આવું કરનાર તે દેશની પ્રથમ મહિલા રેસલર બની હતી.

4 / 6
વિશ્વની પ્રખ્યાત મેગેઝિન ફોર્બ્સે એશિયાના સફળ લોકોની અંડર-30 યાદી બહાર પાડી, જેમાં સાક્ષી મલિકને સ્થાન મળ્યું.

5 / 6
સાક્ષીની આ સફળતા માટે તેને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી છે. તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સાક્ષી મલિકને પદ્મશ્રી એવોર્ડ આપ્યો હતો. ફેબ્રુઆરી 2017માં સાક્ષીએ સાથી રેસલર સત્યવ્રત કડિયાન સાથે લગ્ન કર્યા. લગ્નના 8 દિવસ બાદ તેના નામે વધુ એક સિદ્ધિ જોડાઈ ગઈ. સાક્ષી મલિક 58 ની વેઇટ કેટેગરીમાં વર્લ્ડ રેન્કિંગમાં ટોપ પાંચમાં પહોંચી ગઈ હતી.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">