સુરત શહેરના પાલ વિસ્તારમાંથી પોલીસએ એક હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. સ્પાના નામે દેવ વ્યાપારનો ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવી રહ્યો હતો. રાજ કોમ્પલેક્ષમાં ચાલતા આ સેક્સ રેકેટ પર પોલીસે દરોડા પાડી કાર્યવાહી કરી હતી. દરમિયાન પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે અને દેહ વ્યાપારમાં સંકળાયેલી 4 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે સંચાલકો દ્વારા પોલીસની હલચલ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. હાલ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે અને સમગ્ર રેકેટની કડીઓ જોડવાની કામગીરી ચાલી રહી છે.
05 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : સાયબર સેન્ટરે મ્યુલ એકાઉન્ટની ગેંગના 5 આરોપી ઝડપીને, 1534 ગુનાનો ભેદ ઉકેલ્યો- આરોપીઓ દુબઈથી રૂપિયા ઉપાડતા હતા
આજે 05 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 05 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સનાથલ સર્કલથી ગાંધીનગર સુધી 30 કિલોમીટરનો SG હાઈવે આઈકોનિક બનશે
અમદાવાદમાંથી પસાર થતા એસજી હાઇવેને આઇકોનિક બનાવવામાં આવશે. સનાથલ સર્કલથી ગાંધીનગર સુધીના રોડને આઇકોનિક બનાવવામાં આવશે. 30 km ના રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે. સમગ્ર રોડનો સર્વે પારેખ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે લેન્ડસ્કેપીંગ, ગાર્ડન ડેવલપમેન્ટ તેમજ બ્યુટિફીકેશનની વિશિષ્ટ કામગીરી યુ. એન. મહેતા ફાઉન્ડેશન દ્વારા કરાશે.
-
ગાંધીનગર-અમદાવાદ જિલ્લાની 9 શાળાનું સંચાલન અમદાવાદ મ્યુ. કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડ કરશે, આ વર્ષે 1.73 લાખ વિદ્યાર્થીઓને બુટ- મોજા અપાશે
અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત સ્કુલ બોર્ડ દ્વારા અમદાવાદ જિલ્લાની છ અને ગાંધીનગર જિલ્લાની ત્રણ શાળાનું સંચાલન કરશે. આ વર્ષે સ્કુલ બોર્ડ સંચાલિત 453 શાળાના .73 લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે બુટ- મોજા આપવામાં આવશે.
-
-
સાયબર સેન્ટરે મ્યુલ એકાઉન્ટની ગેંગના 5 આરોપી ઝડપીને, 1534 ગુનાનો ભેદ ઉકેલ્યો- આરોપીઓ દુબઈથી રૂપિયા ઉપાડતા હતા
સાયબર સેન્ટરે મ્યુલ એકાઉન્ટની ગેંગના પાંચ આરોપીઓ ઝડપવામાં આવ્યા છે. 26 જેટલા સેંવિગ અને 56 જેટલા કરંટ ખાતા ઝડપવામાં આવ્યા છે. દુબઇ થી ફોરેક્સ કાર્ડથી રૂપિયા ઉપાડતા હતા. આરોપીઓ ઘણી વાર દુબઇ પ્રવાસ પણ કર્યો છે. 1534 ફ્રોડ કર્યા છે. 930 કરોડ કરતા વધુ રૂપિયા નું ફ્રોડ કર્યું છે. કુલ પાંચ આરોપીની અટકાયત કરી છે. અબ્દુલ હાફિઝ પાનવાલા, વેરાવળ, મુશ્તાક અબ્દુલ ખાલિદ કાનાણી, વેરાવળ, શબ્બીર મોહંમદ હનીફ ભડેલા અને મોહમંદ તાહા શબ્બીરનો સમાવેશ થાય છે.
-
દેશના જવાનો માટે અમે ખજાનો ખોલી નાખ્યો આથી કોંગ્રેસ માટે હવે એક જ રસ્તો છે મોદીની કબર : PM મોદી
પીએમ પદ પર પૈતૃક અધિકાર માની બેઠેલા એક પરિવારને મોદીની કબર ખોદવી છે તેમ જણાવીને વડાપ્રધાને કહ્યું કે, એ પણ એક સમય હતો. અખબારોમાં હેંડલાઈન બનતી હતી, ગોલા બારૂદ નથી. બરફ વચ્ચે ઊભા રહેવા સૈન્ય જવાનો માટે જૂત્તા નથી. અમે દેશના જવાનો માટે ખજાનો ખોલી નાખ્યો એથી તેઓ ઈચ્છે કે હવે તો એક જ રસ્તો છે મોદીની કબર. સાર્વજનિક જીવનમાં આવી નફરત ના હોય. મારી સરકાર અને એંમની સરકાર રિમોટથી ચાલે છે. મારી સરકારનુ રિમોટ 140 કરોડની જનતા છે. તેમના સંકલ્પ માટે જીતીએ છીએ.
-
પીએમ પદ પર પૈતૃક અધિકાર માની બેઠેલા એક પરિવારને મોદીની કબર ખોદવી છે : PM મોદી
વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં કહ્યું કે, અમે નોર્થ ઈસ્ટમાં બોંબ બંદુકને બદલે શાંતિ વિકાસ આપ્યો માટે મોદીની કબર ખોદવી છે. પાકિસ્તાનને આતંકવાદ માટે ઘરની અંદર જઈને મારીએ એટલે, ઓપરેશન સિંદૂર કરીએ એટલે કોંગ્રેસને મોદીની કબર ખોદવી છે. મોઓવાદીથી મુક્તિ અપાવી રહ્યાં છીએ એટલે મોદીની કબર ખોદવી છે. સિંધૂજળ સંઘિને ડબ્બામાં ફેકી દીધી એટલે કબર ખોદવી છે. કોંગ્રેસને હેરાનગતી એટલા માટે છે કે મોદી પીએમ પદે પહોચ્યો તો પહોચ્યા પણ તેના પર ટકી કેવી રીતે રહ્યાં છે. પીએમ પદ તેમના પરિવાર માટેનું હોય તેમ વર્તે છે. પૈતૃક અધિકાર હોવાનું માને છે. તેથી કબર ખોદવાનો નારો લઈને ચાલે છે.
-
-
મહોબ્બતની દુકાન ખોલવાની વાતો કરનારા મોદીની કબર ખોદવાની વાતો કરે છે : PM મોદી
મને જે જવાબદારી મળી છે અને ના મળી હોય તો પણ દેશ માટે કામ કરવાનું છે. મજબૂત જમીન તૈયાર કરી રહ્યો છું તો બીજી તરફ કોંગ્રેસ મોદીની કબર ખોદવાનું કામ કરે છે. મહોબ્બતની દુકાન ખોલવાની વાતો કરનારા મોદીની કબર ખોદવાની વાતો કરે છે. આ કયા બંધારણથી શિખ્યાં છે કે દેશના નાગરિકની કબર ખોદવાની વાત કરે, સાર્વજનિક જીવનમાં આવા ના હોય. આ ,સદનમાં મોદીને ગાળો આપવામાં ક્યારેય એક પણ સત્ર નથી ગયું, એમની અંદર પડેલી નફરતનું પ્રતિબિંબ છે. 370ની દિવાલ તોડી પાડી.
-
કોંગ્રેસના યુવરાજે ગદ્દાર કહીને સમગ્ર શીખ જાતીનું અપમાન કર્યું છે : PM મોદી
ભૂપેન હજારીકાને ભારત રત્ન આપવામા આવ્યો તેનો પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. આ ઘટનાને અસમ ક્યારેય નહીં ભૂલે તેવો મને વિશ્વાસ છે. ગઈકાલે જે ઘટના બની તે ગદ્દાર કહ્યાં. તેમનો અહંકાર સાતમા આસમાને પહોચ્યો છે. અનેક લોકોએ કોંગ્રેસ છોડી છે. અન્યને ગદ્દાર નથી કહ્યાં પરંતુ એક શીખને કહીને શીખનુ અપમાન કર્યું છે. શીખ વિરુદ્ધ તેમનામાં નફરત છે. જે વ્યક્તિનો પરિવાર દેશ માટે શહાદત આપી છે. તેમને ગદ્દાર કહ્યાં. મારા દેશવાસીને ગદ્દાર કહે તે યોગ્ય નથી. આવા લોકો કોંગ્રેસને ડૂબેડશે.
-
વિપક્ષે લોકસભામાં કાગળો ફાડીને-ફેકી લોકસભામાં અસમ, દલિતનું અપમાન કર્યું : PM મોદી
હતાશા નિરાશા સમજી શકાય. પરંતુ દેશના પવિત્ર લોકતંત્રના મંદિરને આ સ્વરૂપનું કરી દેવુ. અધ્યક્ષસ્થાને અસમના સભ્ય હતા. કાગળો ફેકાયા એ નોર્થ ઈસ્ટનુ અપમાન છે. અસમનું અપમાન છે. ગઈકાલે આન્ધ્રના દલિત સભ્ય વ્યક્ત ચેર પર બેઠા હતા તેમનુ પણ અપમાન કર્યું.
-
વિપક્ષે આદિવાસી, મહિલા, સર્વોચ્ચ પદનુ, બંધારણનું અપમાન કર્યું છે : PM મોદી
સમસ્યા કેટલી બધી હોય પણ અમારી પાસે તેનો 140 કરોડ ઉકેલ છે. કોંગ્રેસ દેશનો નહીં પણ પરિવારનો વિચાર કરે છે. દેશના લોકોનું અપમાન કરવાનું કોંગ્રેસના સ્વભાવમાં, સંસ્કારમાં છે. રાષ્ટ્રપતિનું અપમાન કર્યું. તેમના માટે જે શબ્દો કહ્યા તેનાથી શરમ આવતી હતી. ગઈકાલે લોકસભામાં પણ રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પરની ચર્ચા ના થઈ શકી. આમને મ્હો પર બંધારણ શોભતો નથી. આદિવાસી, મહિલા, સર્વોચ્ચ પદનુ, બંધારણનું અપમાન કર્યું છે.
-
કોંગ્રેસે જાહેર કરેલી પરંતુ કામ ના કરેલ હોય તેવી વિકાસ યોજનાઓ અમે પૂર્ણ કરી : PM મોદી
આ વિદેશ નહી ભારત છે તેવુ લખેલ એક વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ એ રેલવે લાઈનનો છે જ્યા ટ્રેનને આજદીન સુધી જોડી શક્યા નથી. અમે કાશ્મીરને દેશના અન્ય ભાગ સાથે રેલ માર્ગે જોડી દીધો. અમે કોંગ્રેસની વિકાસ યોજનાને પૂર્ણ કરી છે. અસમનો એક દાખલો આપતા કહ્યું કે, અસમનો એક પ્રોજક્ટ અમે પુર્ણ કર્યો છે. અમારી પાસે અમલી કરણ મુદ્દે તથ્યો છે. સમયની પહેલા જ ઉદધાટન કરી રહ્યાં છીએ. ભાજપ કે એનડીએનો એપ્રોચ સમસ્યાના સમાધાન માટેની દ્રષ્ટિ કોંગ્રેસ કરતા અલગ છે.
-
પ્રગતિ પ્લેટફોર્મ માધ્યમથી 85 લાખ કરોડના કામને ગતી મળી છે : PM મોદી
અમલીકરણ શુ હોય છે તેનું એક ઉદાહરણ છત્તીસ ગઢ છે. છત્તીસગઢનું બસ્તર હવે બસ્તર ઓલિમ્પિકના નામે ઓળખાય છે. વિકાસ જોવા મળે છે. મારો જન્મ પણ નહોતો. ત્યારે સરદારે નર્મદા પર બંધ બાંધવાની કલ્પના કરાઈ. પંડિતે તેનુ શિલાન્યાસ કરાયું હતું. અને હું વડાપ્રાન બન્યો ત્યારે તેનુ લોકાર્પણ થયું. મુખ્યપ્રધાનપદે હુ હતો ત્યારે 3 દિવસ ઉપવાસ પર બેઠો અને ત્યાર બાદ કોંગ્રેસ સરકારે યોજના આગળ ધપાવી. પ્રગતિ પ્લેટફોર્મનો એક દાખલો આપુ છુ. હિમાચલ માટે એક ટ્રેનની જાહેરાત કરાઈ તેની ડિઝાઈન જ નહોતી થઈ. ચૂંટણી જીતવા માટે જાહેરાતો કરી હતી.
-
અમે યોજના આયોગ બંધ કરીને નીતિ આયોગ બનાવ્યુ જે ઝડપથી કામ કરી રહ્યું છે : PM મોદી
એક નેતા હિમાચલ પ્રદેશના પ્રવાસે હતા. તેમણે કહ્યું કે, યોજના આયોગ સાથે સંધર્ષ કરવો પડ્યો. જીપની નહી પણ ખચ્ચરની જરૂર છે. જેથી તેના પર સામાન લાદી શકાય..આ ભાષણમાં તે નેતા કહે છે કે જ્યા સડક જ ના હોય ત્યાં જીપ લઈને કોણ જશે. પણ યોજના આયોગનુ જીપ અથવા અન્ય કોઈ નહીં. આ ભાષણ અન્ય કોઈનુ નહીં પણ ઈન્દિરા ગાંધીનું છે. કોંગ્રેસના શાસનમાં આવુ લાંબા સમય સુધી ચાલ્યું. યોજના આયોગના જનક તેમના પિતા પંડિત નહેરુ હતા. કોઈ સુધારો જ નહોતો કરી શકાતો. પણ 2014 બાદ યોજના આયોગ બંધ કરીને નીતિ આયોગ બનાવ્યું. જે ઝડપથી કામ કરી રહ્યાં છે.
-
પીએમ કિસાન સન્માન નિધિથી સિમાત ખેડૂતોને 4 લાખ કરોડ રૂપિયા આપ્યા છે : PM મોદી
વિશ્વાસઘાત કરવામાં પણ કોંગ્રેસ મોખરે હતું. ખેડૂતો માટે અમને દર્દ છે. વાસ્તિવિકતાથી પરિચિત છીએ માટે પીએમ કિસાન સન્માન નિધિ લાવ્યા, ચાર લાખ કરોડ રૂપિયા ખેડૂતોને આપ્યા છે. નવા સ્વપ્ન જોવાનું સામાર્થ્ય આપ્યું છે.
-
કોંગ્રેસના સમયે જે પીએસયુને તાળા મારવાની સ્થિતિ હતી તે આજે વિક્રમી નફો કરી રહ્યાં છે : PM મોદી
વિપક્ષે સરકારી નિગમો અને એકમોની હાલત ખરાબ કરી નાખી હતી. પીએસયુમાં પણ રિફોર્મ કર્યા, એલઆઈસી બેસ્ટ પરફર્મ્સ કરી રહ્યું છે. એક સમયે તાળા મારવાની તૈયારીમાં હતા તેવા પીએસયુ રેકોર્ડ પ્રોફિટ પર છે. મેક ઈન ઈન્ડિયાને પણ આ પીએસયુ ગતિ આપી રહ્યાં છે. રોજગારી આપી રહ્યાં છે. વૈશ્વિક સ્તરે તાકાત દર્શાવી રહ્યાં છે.
-
બેંકોનો એનપીએ પહાડ જેવી ઊંચાઈએ હતો તે ઘટાડીને 1 ટકાએ લવાયો છે : PM મોદી
મુદ્રા યોજના હેઠળ 30, લાખ કરોડ ગેરંટી વિના યુવાનો-ગરિબોને હાથમાં આપ્યા. સેલ્ફ હેલ્પ ગ્રુપ 10 કરોડ બહેનોને સીધી આર્થિક મદદ કરાઈ. એમએસએમઈ સેક્ટરમાં પણ મદદ કરાઈ. અમે એનપીએનો પહાડ હતો તે નીચા સ્તરે લાવી મૂક્યો છે. એનપીએ 1 ટકાથી પણ નીચે છે. જે બેંકના સ્વાસ્થય માટે જરૂરી છે. બેંકનો નફાની સ્થિતિ રેકોર્ડ સ્તરે છે.
-
બેંકિગ સેકટરમાં આવશ્યક સુધારા કરીને બેંકની બિમારીને દૂર કરી : PM મોદી
ઈન્ડિ એલાયન્સ કરીને બેઠેલાઓના રાજ્યમાં બેકિંગ સેકટર ડૂબવાની તૈયારીમાં હતું. એનપીએનું શુ થશે કેવી રીતે બચીશુ તે પ્રશ્નો ચર્ચાતા હતા. રિફોર્મની જરૂર હતી તે કર્યા. સરકારી બેંક નબળી હતી, બરાબર ચાલી શકે તેમ નહોતી તેને અન્ય બેંક સાથે જોડી દીધી. આ બધાનું પરિણામ એ આવ્યું કે બેંકમાં જે બિમારી ઘર કરી ગઈ હતી તેનુ સ્વાસ્થય સુધર્યું.
-
ભૂતકાળમાં ડીલ એટલે બોફોર્સ અને આજે ડીલ એટલે ગર્વની વાત: PM મોદી
તમે દુનિયાને કેટલો પણ દગો દઈ દો, અરિસો જોઈ લીધો તો સચ્ચાઈ ક્યા છુપાવશો આ વાક્યને શાયરી સ્વરુપે કહેતા પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ, ટીએમસી વગેરેને યાદ કરાવવાનું કે ભૂતકાળમાં ડીલની વાત થતી ત્યારે બોફોર્સની વાત થતી, આજે ડીલ થઈ રહી છે તે ગર્વની વાતો થઈ રહી છે.
-
ટીએમસીને સત્તા સુખ સિવાય કોઈ આકાંક્ષા નથી અને અહીંયા તેએ ઉપદેશ આપી રહ્યાં છે : PM મોદી
વડાપ્રધાને કહ્યું કે, આ રાજ્યસભા રાજ્યોનુ પ્રતિનિધિત્વ કરે છે. જે ચર્ચા ચાલી તેમાં કોઈ સ્તર ન હતુ. હુ એક સભ્યને સાંભળી રહ્યો હતો. તેઓ રાજા કહેવડાવવામાં બહુ ગર્વ અનુભવતા હતા. તેઓ આર્થિક સમાનતાની વાતો કરતા હતા. ટીએમસીના સાથીઓએ ઘણુ કહ્યું, તેમણે તેમના તરફ જોવું જોઈએ. નિર્મળ સરકારના પતન માટેના જેટલા પણ રેકોર્ડ છે તેમાં તેઓ મહારથ છે. સત્તા સુખ સિવાય કોઈ આકાંક્ષા નથી અને અહીંયા તેએ ઉપદેશ આપી રહ્યાં છે.
-
અમેરિકા સાથે ટ્રેડ ડિલ થયા બાદ વિશ્વને પણ ભારતમા ભરોષો : PM મોદી
રાજ્યસભામાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એમએસએમઈ દેશના અર્થતંત્રને ધબકતું રાખે છે. તેઓ વિમાન નથી બનાવતા પરંતુ તેના સાધનો બનાવે છે. પિયૂષ ગોઅલે જાણકારી આપી છે. જેની તમામે સરાહના કરી છે. અમેરિકા સાથે ટ્રેડ ડિલ થયા બાદ વિશ્વને પણ ભરોષો થયો છે.
-
વિશ્વની સાથે સ્પર્ધા કરવામાં ભારત પૂરી રીતે તૈયારઃ મોદી
વોટબેંકની રાજનીતીમાં ડૂબેલાઓએ એ જોવું જોઈએ કે લાલ કિલ્લા પરથી અપાયેલ ભાષણની તુલના કરવી જોઈએ. ભારતે સ્ટ્રક્ચર રિફ્રોર્મ કર્યા છે. ભારતની તમામ ચીજનું રિવેલ્યુએશન થવું જોઈએ। ભારત આજે વિશ્વની સાથે સ્પર્ધા કરવા પૂરી રીતે તૈયાર છે.
-
ભારતે વૈશ્વિક સામાર્થ્ય દર્શાવ્યું છે
મધર ઓફ ઓલ ડિલ 27 દેશ સાથે થયો છે. વિશ્વના મોટા મોટા 9 દેશ સાથે ડીલ કરી છે. 27 દેશ પૈકી યુરોપના દેશ છે. મોદીએ વિપક્ષને નિશાને લેતા કહ્યું કે સૂત્રોચ્ચાર કરતા કરતા થાકી ગયા બહાર ગયા પરતુ તેમણે એક દિવસ જવાબ આપવાનો છે. વાઈબ્રન્ટ ગુજરાતનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, મારી ઈવેન્ટનો ભાગીદાર જાપાન હતું. મારો દેશ સામાર્થ્ય દર્શાવી રહ્યો છે.
-
ભારત, વૈશ્વિક મંચ પર ગ્લોબલ સાઉથનો મજબૂત અવાજ બન્યો છે
રાજ્યસભામાં સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વૈશ્વિક પરિબળનુ નિષ્પક્ષ મુલ્યાકન કરીશું તો જુકાવ ભારત તરફ રહ્યો છે. વિશ્વ મિત્ર તરીકે ભારત ઉભર્યું છે. વૈશ્વિક મંચ પર ગ્લોબલ સાઉથનો ભારત મજબૂત અવાજ બન્યો છે.
-
આઝાદી સમયે ભારતનું અર્થતંત્ર 6ઠ્ઠા નંબરે હતું, જે કોંગ્રેસે 11માં નંબરે પહોચાડ્યું- મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે ગતીએ આપણે આગળ વધી રહ્યાં છે. દેશ આઝાદ થયો ત્યારે 6 નંબરનુ અર્થતંત્ર 11માં નબંરે પહોચાડી દીધુ. આજે ત્રીજા નંબરનુ અર્થતંત્ર બનવાને કામ કરી રહ્યું છે.
-
વિશ્વના મોટાભાગના દેશની વસ્તી વૃદ્ધાવસ્થા વાળી છે જ્યારે ભારતની વસ્તી યુવા છે- મોદી
રાષ્ટ્રપતિના સંબોધન પરના આભાર પ્રસ્તાવને લઈને ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, રાજ્યસભામાં કહ્યું કે, વર્તમાનમાં જોઈએ તો ભારતના અનેક સુયોગ એકસાથે નસીબ થયો છે. આ ઉત્તમ સંયોગ છે તેમ માનુ છુ. વિશ્વના સમૃધ્ધમાં સમૃદ્ધ દેશની વસ્તી વૃદ્ધાવસ્થા તરફ જઈ રહી છે. આપણા દેશ વિકાસ પ્રાપ્ત થઈ છે ત્યારે આપણા દેશના લોકો યુવાન છે.
-
વિપક્ષના સૂત્રોચ્ચાર વચ્ચે PM નરેન્દ્ર મોદીનું રાજ્યસભામાં સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચન ઉપર આભાર પ્રસ્તાવનો જવાબ આપી રહ્યાં છે. આ સમયે વિપક્ષ દ્વારા સતત સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે. લોકસભામાં વિપક્ષના નેતાને બોલવા દો, વિપક્ષનો અવાજ નહી દબાવી શકો, તાનાશાહી નહી ચલેગી જેવા સૂત્રોનો મારો વિપક્ષે ચલાવ્યો હતો.
-
મેઘાલયમાં કોલસાની ખાણમાં થયો વિસ્ફોટ, 10ના મોત
આજે ગુરુવારે, દેશના ઉત્તરપૂર્વીય રાજ્ય મેઘાલયમાં એક મોટી દુર્ઘટના બની છે. મેઘાલય રાજ્યના પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લામાં આવેલ કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ થયો છે. જેમા દસ લોકો માર્યા ગયા હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને શિલોંગની હોસ્પિટલોમાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
-
પોરબંદરમાં ચાની જાણીતી પેઢી ઉપર G S T વિભાગના દરોડા, હિસાબી દસ્તાવેજો જપ્ત કરાયા
પોરબંદરની જાણીતી પેઢીમાં G S T વિભાગે દરોડા પાડ્યા છે. શહેરની મુખ્ય બજારમાં આવેલી જૂની જાણીતી પેઢીમાં સવારે પડ્યો G S T વિભાગે દરોડા પાડ્યા છે. સુતાર વાળા કેદારેશ્વર મંદિરે પાસે આવેલી એક પેઢીમાં G S T વિભાગે દરોડા પાડીને વ્યાપારીની પૂછપરછ કરી હિસાબી દસ્તાવેજ કબજે કર્યા છે. રોયલ દતાની ચા નામની વર્ષો જૂની પેઢીમાં G S T વિભાગે દરોડા પાડવામાં આવતા સુતારવાડા વિસ્તારના વ્યાપારીઓ ચર્ચાનો દોર શરૂ થયો છે. G s t વિભાગના અધિકારીઓએ હોલસેલના વ્યાપારી રોયલ દતાની ચ્હા ની દુકાન અને ગોડાઉન માં દરોડો કાર્યવાહીથી મોટી G S T ચોરી સામે આવે તેવી શક્યતાઓ સિવાય રહી છે.
-
મહીસાગરમાં પીધેલા PSI એ કારથી વૃદ્ધને ઉડાડ્યા, જિલ્લા પોલીસવડાએ કરી દીધા સસ્પેન્ડ
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં નશાખોર PSI એ, એક કારને વૃદ્ધ સાથે અથડાવ્યા બાદ અન્ય એક કારને ટક્કર મારી હતી. ઘટનાની ગંભીરતાને જોતા મહિસાગર જિલ્લા પોલીસવડાએ, તાત્કાલીક અસરથી દારુ પીને અકસ્માત સરજાન પોલીસ સબ ઈન્સ્પેકટરને સસ્પેન્ડ કરી દીધા.
લુણાવાડાના ભાયાસર હાઈવે પર નશામાં ધૂત પીએસઆઈએ સર્જ્યો અકસ્માત. નશાની હાલતમાં અકસ્માત સર્જયો હતો. લુણાવાડા પોલીસ ક્વાર્ટર ખાતે રહેતા અને હેડ ક્વાર્ટરમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એચ.જી.ખરીદીએ દારૂના નશામાં ગફલતભરી રીતે ગાડી હંકારી વૃદ્ધને મારી ટક્કર ઇજાઓ પહોંચાડી હતી. રોડની સાઈડમાં કામ કરી રહેલા 60 વર્ષીય મનસુખભાઈ નાયકને પાછળથી ટક્કર મારતા બંને પગે ગંભીર ઇજાઓ થઈ હતી. વૃદ્ધને ટક્કર માર્યા બાદ નશાખોર પીએસઆઇએ અન્ય એક સફેદ કલરની ફોર વ્હીલરને પણ અડફેટે લીધી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા, નશામાં ધૂત પીએસઆઈને પોલીસને હવાલે કરાયો હતો.
ઇજાગ્રસ્ત વૃદ્ધને 108 મારફતે લુણાવાડા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા. લુણાવાડા પોલીસે ગુનો નોંધી નશાખોર પીએસઆઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ નશાખોર પીએસઆઈ વિરુદ્ધ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે.
-
જુનાગઢઃ કેશોદના અજાબ ગામે ઝેરી દવા પી યુવક અને સગીરાનો આપઘાતનો પ્રયાસ
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે ઝેરી દવા પી એક યુવક અને સગીરાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. પાડોશમાં રહેતા યુવક અને સગીરા વચ્ચે પ્રેમ સંબંધ હતો, પરંતુ લગ્ન શક્ય ન બનતા બંનેએ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઝેરી દવા પી લીધા બાદ બંનેની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ આપઘાતનો પ્રયાસ કરનાર યુવક અને સગીરાની સારવાર ચાલુ છે. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
-
કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં એકલા ચૂંટણી લડશે
કોંગ્રેસ પાર્ટી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી એકલા લડશે, એમ પ્રભારી મહાસચિવ ગુલામ અહમદ મીએ જણાવ્યું હતું.
-
લોકસભાની કાર્યવાહી બપોરે ૩ વાગ્યા સુધી સ્થગિત
લોકસભાની કાર્યવાહી બપોરે ૩ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
-
ઓડિશા: ચેન્નાઈ-ન્યૂ જલપાઈગુડી એક્સપ્રેસ જાખાપુરા નજીક પાટા પરથી ઉતરી ગઈ
ઓડિશાના જાજપુર જિલ્લામાં જાખાપુરા રેલ્વે સ્ટેશન નજીક ગુરુવારે સવારે ચેન્નાઈ સેન્ટ્રલ-ન્યૂ જલપાઈગુડી એક્સપ્રેસ (ટ્રેન નંબર 22611) ને એક નાનો અકસ્માત થયો, જેમાં ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. સદનસીબે, કોઈ જાનહાનિ કે મુસાફરોને ઈજા થઈ નથી.
-
સુરત: શહેરના પાલ વિસ્તારમાંથી ઝડપાયું સેક્સ રેકેટ
-
રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભામાં આભાર પ્રસ્તાવ પસાર થયો
રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભામાં આભાર પ્રસ્તાવ પસાર થયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપશે.
-
સુરતઃ દક્ષિણ ગુજરાતમાં અનેક પાણી ટાંકીઓ ખરાબ
સુરતઃ દક્ષિણ ગુજરાતમાં અનેક પાણી ટાંકીઓ ખરાબ છે. નવી સિવિલ હોસ્પિટલ પાછળ પાણીની જર્જરિત ટાંકી જોખમી છે. બંધ હાલતમાં હોવા છતાં જર્જરિત ટાંકીથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. મેઇન રોડ પર પડવાની ભીતિ છતાં તંત્ર બેદરકાર છે.
-
મહેસાણા : ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા અજમાની આવક શરુ
મહેસાણા : ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા અજમાની આવક શરુ થઇ છે. દૈનિક 200 થી 250 ગુણી અજમાની આવક નોંધાઈ. અજમાના ભાવ 2500 થી 3500 રૂપિયા સુધી બોલાયા. કમોસમી વરસાદની માઠી અસર અજમાના પાક પર પડી. ઊંઝા માર્કેટ યાર્ડ અજમાનું હબ બની રહ્યુ છે.
-
વડોદરા: ડમ્પર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત
વડોદરા શહેરમાં સેવાસી ચેક પોસ્ટ નજીક માર્ગ પર ડમ્પર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. પાછળથી આવતા ડમ્પરે કારને ધડાકાભેર અથડાવ્યો, જેના કારણે કાર યુ-ટર્ન લઈને ડિવાઇડર પર ચડી ગઈ. અકસ્માતની ઘટના જાણતા જ લોકોના ટોળા ટોળા એકઠા થયા અને રાહદારીઓએ મદદરૂપ થઈને કારને ડિવાઇડર પરથી નીચે ઉતારી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની નહોતી થઈ.
-
દેવભૂમિદ્વારકાઃ ખંભાળિયાના ચાર રસ્તામાં તોફાની તત્વોની ગુંડાગીરી
-
રાજકોટ: સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં હોબાળો
રાજકોટના સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિધાર્થીનીઓએ હોબાળો કર્યો છે. હોસ્ટેલમાં રહેતી વિધાર્થીનીઓએ ભોજન અને પાણીની હલકી ગુણવત્તા, બંધ લિફ્ટ અને સફાઈના અભાવનો વિરોધ પ્રદર્શન દ્વારા નોંધાવ્યો છે. ABVPના કાર્યકર્તાઓ પણ વિધાર્થીનીઓ સાથે હોસ્ટેલમાં પહોંચી હલ્લાબોલ કર્યો હતો. અનેક રજૂઆતો આપવા છતાં સમસ્યાનું યોગ્ય નિરાકરણ ન મળતા વિધાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે.
-
સુરત: વાહન ચોરી કરતી ટોળકીનો પોલીસે કર્યો પર્દાફાશ
સુરત શહેરમાં વાહન ચોરી કરતી એક ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પુણા, સલાબતપુરા, કામરેજ સહિતના વિસ્તારોમાં થયેલી વાહન ચોરીના બનાવોનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. તપાસમાં ખુલ્યું હતું કે આરોપીઓ હેન્ડલ લોક વિનાના વાહનોને નિશાન બનાવી ચોરી કરતા હતા. પુણા વિસ્તારમાંથી એક સગીર સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી બાઈક અને મોપેડ સહિત કુલ નવ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે અંદાજે રૂ. 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
સુરત: વેરાની વસૂલાત અંગે મનપાની લાલ આંખ
સુરત મહાનગરપાલિકાએ વેરાની બાકી વસૂલાત અંગે કડક વલણ અપનાવતા લિંબાયત ઝોનમાં વ્યાપક કાર્યવાહી હાથ ધરી હતી. બાકી વેરો ન ભરનાર વેપારીઓ સામે કાર્યવાહી કરતાં મનપાએ કુલ 107 દુકાનો સીલ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન મનપાની લાલ આંખ જોઈને કેટલાક વેપારીઓએ સ્થળ પર જ બાકી વેરો ચૂકવી દીધો હતો. મનપાની આ ઝુંબેશ અંતર્ગત કુલ રૂ. 43 લાખ 74 હજારની વેરા વસૂલાત કરવામાં આવી છે. દુકાનો સીલ કરવાની કામગીરીને કારણે સમગ્ર વિસ્તારમાં વેપારીઓમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો.
-
આજે નિફ્ટીની સંભવિત દિશા
આજે નિફ્ટીની સંભવિત દિશા – નીચેની તરફ રહેશે [કેટલીક અસ્થિર ચાલ પણ]

-
અમદાવાદઃ સાણંદના નિર્માણ ગ્રીન બંગલોઝમાં દારૂની મહેફિલ પકડાઈ
અમદાવાદઃ સાણંદના નિર્માણ ગ્રીન બંગલોઝમાં દારૂની મહેફિલ પકડાઈ. લગ્નના 25 વર્ષની ઉજવણી પ્રસંગે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દારૂ, હુક્કા અને લક્ઝુરીયસ ગાડીઓ જપ્ત કરવામાં આવી. 43 પુરુષ અને 38 મહિલાઓની અટકાયત કરવામાં આવી.
-
રાજ્ય પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની ગતિમાં વધારો
જતા જતા ફરી ગુજરાતમાં ઠંડીનો એટેક જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાયા. રાજ્ય પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરોના લઘુતમ તાપમાન 3 થી 5 થી ડિગ્રીનો વધારો. રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં 13.1 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં 18.7 ડિગ્રી, ડીસા 15.2 ડિગ્રી, ગાંધીનગર 18.4 ડિગ્રી તાપમાન, ભુજ 15.8 ડીગ્રી, પોરબંદર 16.3 ડિગ્રી, રાજકોટ 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું.
-
અમદાવાદઃ પાલડીના ગૌતસ્કરીનો મામલો બહાર આવ્યો
અમદાવાદઃ પાલડીના ગૌતસ્કરીનો મામલો બહાર આવ્યો. ચંદ્રનગર બસ સ્ટેન્ડ પાસે અકસ્માત થતા ગૌતસ્કરી ખુલી. કારમાં ચાર ગૌવંશની તસ્કરી કરવામાં આવતી હોવાનું ખુલ્યુ. ગૌવંશની તસ્કરી મામલે એક પકડાયો, ત્રણ ફરાર થયા.
-
અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જવાદ સિદ્દીકીની ધરપકડ
દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જવાદ સિદ્દીકીની ધરપકડ કરી છે. સૂત્રો સૂચવે છે કે આ ધરપકડ કથિત નાણાકીય છેતરપિંડી અથવા શંકાસ્પદ વ્યવહારો સાથે સંબંધિત હોઈ શકે છે.
-
અમદાવાદ: AMCમાં નોકરી માટે મળશે અનામતનો લાભ
અમદાવાદ મહાનગરપાલિકામાં નોકરીની તકમાં સામાજિક સમાનતા અને સમાવેશિતા સુનિશ્ચિત કરવા માટે પ્રથમવાર અનામતની જોગવાઈ અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવે છે. આ મુજબ, મનપામાં થનારી નવી ભરતી પ્રક્રિયામાં કુલ 33 ટકા અનામત મહિલાઓ માટે અને 4 ટકા અનામત દિવ્યાંગ ઉમેદવારો માટે રાખવામાં આવશે. આ નિર્ણયથી મહિલાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારની વધુ તકો પ્રાપ્ત થશે તેમજ તેઓને મુખ્ય પ્રવાહમાં જોડાવાનો અવસર મળશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલો આ મહત્વપૂર્ણ નિર્ણય સમાજના તમામ વર્ગોને સમાન તક આપવા દિશામાં એક સકારાત્મક પગલું સાબિત થશે.
Published On - Feb 05,2026 7:30 AM
Skin care: જો હોળીના રંગને કારણે તમારી ત્વચા પર ફોલ્લીઓ થઈ છે, તો આ ઘરેલું ઉપાયોને ફોલો કરો
ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકના લડી લકના ફોટો જુઓ
કુલ અને કોલ્ડ વોટર વચ્ચે શું છે તફાવત? જાણો તેની શરીર પર શું અસર થાય છે
શકીરાનો પરિવાર જુઓ
ભૂલથી પણ આ 5 વસ્તુઓ સીધી ચહેરા પર ન લગાવો
US-Israel Iran War બોલિવુડ સ્ટાર દુબઈમાં ફસાયા, જુઓ ફોટો