NADAએ બજરંગ પુનિયાને 4 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો, આખો પરિવાર ઉતરી ચૂક્યો છે કુસ્તીના અખાડામાં
બજરંગ પુનિયાનો જન્મ 26 ફેબ્રુઆરી 1994ના રોજ ભારતના હરિયાણાના ખુદાન ગામમાં થયો હતો. પુનિયાએ સાત વર્ષની નાની ઉંમરે કુસ્તી રમવાનું શરૂ કર્યું અને તેના પિતાએ તેને આ રમતમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા. તો ચાલો આજે આપણે બજરંગ પુનિયાના પરિવાર વિશે જાણીએ.

બજરંગ પુનિયાની માતાનું નામ ઓમ પ્યારી અને પિતાનું નામ બલવાન સિંહ પુનિયા છે. તમને જણાવી દઈએ કે બજરંગ પુનિયાના પિતા પણ પ્રોફેશનલ રેસલર છે. તેનો એક ભાઈ પણ છે જેનું નામ હરેન્દ્ર પુનિયા છે અને તે પણ રેસલર્સ છે.

બજરંગ પુનિયા એક ભારતીય કુસ્તીબાજ છે,જેણે 2018 એશિયન ગેમ્સમાં પુરૂષોની 65 કિગ્રા વર્ગની સ્પર્ધાની ફાઇનલમાં જાપાની કુસ્તીબાજ તાકાતાની દાઇચીને 11-8 થી એકતરફી મેચમાં હરાવ્યો હતો. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતનો 9મો કુસ્તીબાજ બન્યો હતો. બજરંગે પોતાનો ગોલ્ડ મેડલ પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીને સમર્પિત કર્યો હતો.

બજરંગ પુનિયાના ગોલ્ડ મેડલ વિશે વાત કરીએ તો કોમનવેલ્થ ચેમ્પિયનશિપ સિંગાપોર (65 કિગ્રા) (2016), કોમનવેલ્થ ચેમ્પિયનશિપ બ્રેકપન (65 કિગ્રા) (2017), એશિયન ઇન્ડોર અને માર્શલ આર્ટ ગેમ્સ અશ્ગાબાત (70 કિગ્રા) (2017),એશિયન ચેમ્પિયનશિપ નવી દિલ્હી (65 કિગ્રા) (2017),એશિયન ગેમ્સ જકાર્તા (65 કિગ્રા) (2018),કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ કોસ્ટ (65 કિગ્રા) (2018),એશિયન ચેમ્પિયનશિપ ઝિઆન (65 કિગ્રા) (2019),કોમનવેલ્થ ગેમ્સ બર્મિંગહામ (65 કિગ્રા) (2022) મેડલ જીત્યા છે.

બજરંગ પુનિયાના સિલ્વર મેડલની વાત કરીએ તો એશિયન ચેમ્પિયનશિપ અસ્તાના (61 કિગ્રા) (2014),એશિયન ગેમ્સ ઇંચિયોન (61 કિગ્રા) (2014),વિશ્વ U23 ચૅમ્પિયનશિપ બાયડગોસ્ક્ઝ (65 કિગ્રા) (2017),વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ બુડાપેસ્ટ (65 કિગ્રા) (2018),એશિયન ચેમ્પિયનશિપ નવી દિલ્હી (65 કિગ્રા) (2020),એશિયન ચેમ્પિયનશિપ અલ્માટી (65 કિગ્રા) (2021),એશિયન ચેમ્પિયનશિપ્સ ઉલાનબેટર (65 કિગ્રા) (2022) મેડલ જીત્યા છે.

રેસલર બજરંગ પુનિયાના બ્રોન્ઝ મેડલની વાત કરીએ તો એશિયન ચેમ્પિયનશિપ નવી દિલ્હી (60 કિગ્રા) (2013),વર્લ્ડ ચેમ્પિયનશિપ બુડાપેસ્ટ (60 કિગ્રા) (2013),એશિયન ચેમ્પિયનશિપ બિશ્કેક (65 કિગ્રા) (2018), વર્લ્ડ ચેમ્પિયનશિપ નૂર-સુલતાન (65 કિગ્રા) (2019), ઓલિમ્પિક ગેમ્સ ટોક્યો (65 કિગ્રા) (2020), બોલાત તુર્લીખાનોવ કપ અલ્માટી (65 કિગ્રા) (2022) જીત્યા છે.

2015માં અર્જુન એવોર્ડ, 2019માં પદ્મશ્રી એવોર્ડ, 2019માં રાષ્ટ્રપતિ ભવનમાં પુનિયાને પદ્મશ્રી પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો. 2019: રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, 2020: FICCI ઇન્ડિયા સ્પોર્ટ્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

18 જાન્યુઆરી 2023 ના રોજ બજરંગ પુનિયાએ કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સાથે નવી દિલ્હીમાં જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) સામે ધરણા કર્યા હતા. આ મામલે વિવાદ હજુ પણ ચાલું છે.

25 નવેમ્બર 2020ના રોજ બજરંગ પુનિયા અને તેની સાથી કુસ્તીબાજ સંગીતા ફોગાટે હરિયાણાના ગામ બલાલીમાં લગ્ન કર્યા હતા. તેના લગ્ન પછી તરત જ તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સંગીતા સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો.

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ વિરુદ્વ જાન્યુઆરીમાં મોર્ચો ખોલનાર બજરંગ પૂનિયાએ થોડા દિવસો પહેલા એટલે કે, ડિસેમ્બર મહિનામાં પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરવાનું એલાન કર્યુ હતુ.દમદાર પ્રદર્શન કરીને બજરંગ પૂનિયાએ દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું છે.
