AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lionel Messi Happy Birthday: 36 વર્ષનો થયો મેસ્સી, જાણો મેસ્સીના મોટા ફૂટબોલ રેકોર્ડસ

આર્જેન્ટીનાના મહાન ક્રાંતિકારી નેતા ચે ગ્વેરાના શહેર રોજારિયોમાં જન્મેલો મેસ્સી ફૂટબોલનો જાદુગર તરીકે પ્રખ્યાત છે. મેસ્સી 13 વર્ષનો હતો જ્યારે તે બાર્સેલોનામાં ફૂટબોલના મેદાન પર નજરે પડયો હતો. આજે લિયોનેલ મેસ્સી 36 વર્ષનો થઇ ગયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 3:04 PM
Share
મહાન ફૂટબોલ ખેલાડી મેસ્સી આજે પોતાનો 36મો જન્મદિસ ઉજવી રહ્યો છે. 800થી વધારે આંતરરાષ્ટ્રીય અને ક્લબ ગોલ કરનાર મેસ્સીએ છેલ્લા બે દાયકામાં ફૂટબોલની દુનિયામાં પોતાનો દબદબો બનાવ્યો છે. નજર કરીએ મેસ્સીના મોટા રેકોર્ડ પર.

1 / 6
કોઇ એક ક્લબ માટે સર્વાધિક ગોલ કરવાનો રેકોર્ડ મેસ્સીના નામે છે. મેસ્સીએ બાર્સેલોના માટે 672 ગોલ કર્યા છે. મેસ્સીએ 7 વખત પ્રતિષ્ઠિત બૈલન ડી ઓર પુરસ્કાર પણ જીત્યો છે.

2 / 6
 મેસ્સી 103 ગોલ સાથે આર્જેન્ટીના ઓલટાઇમ અગ્રણી ગોલ સ્કોરર છે. મેસ્સીએ પોતાની ફૂટબોલ કારકિર્દીમાં 807થી વધારે ગોલ કર્યા છે અને ફક્ત ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના 838 ગોલના રેકોર્ડથી પાછળ છે.

3 / 6
 મેસ્સીના નામે સ્પેનની ફૂટબોલ લીગ લા લીગામાં સૌથી વધારે ગોલ કરવાનો રેકોર્ડ છે. તેણે લીગમાં 474 ગોલ કર્યા છે. તેણે લા લીગામાં 192 એસિસ્ટ પણ કર્યા છે.

4 / 6
મેસ્સીના નામે લા લીગામાં (36) અને કોપા અમેરિકામાં (17) સૌથી વધારે હેટ્રીક કરવાનો રેકોર્ડ છે. મેસ્સીના નામે ફૂટબોલ ક્લબ બાર્સેલોના સાથે રેકોર્ડ 34 ટ્રોફી જીતવાનો રેકોર્ડ છે.

5 / 6
 મેસ્સીના નામે ફીફા વિશ્વ કપમાં સૌથી વધુ 26 મેચ રમવાનો પણ રેકોર્ડ છે.  લિયોનેલ મેસ્સી બે વખત ફીફા ગોલ્ડન બોલ (પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ) પુરસ્કાર જીતવાવાળો એકમાત્ર ખેલાડી છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">