Business Idea: ફિટનેસ ટ્રેનર બનો અને મહિને ₹3 લાખ સુધીની કમાણી કરો! જાણો કઈ રીતે
આજના સમયમાં લોકો તંદુરસ્ત જીવનશૈલી તરફ આકર્ષાયા છે. યુવાનોમાં બોડી બિલ્ડિંગ અને ફિટનેસને લઈને જાગૃતિ સતત વધી રહી છે. એવામાં તમે ફિટનેસ ટ્રેનિંગ બિઝનેસ શરૂ કરીને સારા એવા પૈસા કમાઈ શકો છો.

યુવાનોમાં બોડી બિલ્ડિંગ અને ફિટનેસ અંગે જાગૃતિ સતત વધી રહી છે. હવે આવા સમયમાં ફિટનેસ ટ્રેનિંગ બિઝનેસ લોકોમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યો છે. ટૂંકમાં કહીએ તો, ફિટનેસ ટ્રેનિંગ એક બિઝનેસ મોડેલ બની ગયું છે, જે ઓછા રોકાણે સારી આવક આપે છે.

શરૂઆતમાં તમે તમારા વિસ્તારમાં આવેલ કોઈ જીમ કે ફિટનેસ સેન્ટરમાં ફ્રીલાન્સ ટ્રેનર તરીકે કામ શરૂ કરી શકો છો. ત્યારબાદ જેમ જેમ તમારી પાસેથી ટ્રેનિંગ લેવા માંગતા ક્લાયન્ટો વધી જાય, ત્યારે તમે નાનું સ્ટુડિયો કે હોમ-બેઝ્ડ ફિટનેસ સેન્ટર શરૂ કરી શકો છો.

જો તમે નાનું સ્ટુડિયો શરૂ કરવા ઈચ્છો છો, તો અંદાજે ₹1.5 થી ₹2.5 લાખ જેટલું રોકાણ કરવું પડશે. જો ભાડે જગ્યા લેવા થાય તો માસિક ₹10,000 થી ₹30,000, તેમજ બેઝિક એક્વિપમેન્ટ જેવી કે ડમ્બલ્સ, યોગા મેટ્સ, રેઝિસ્ટન્સ બેન્ડ્સ, બેન્ચ પ્રેસ વગેરે માટે ₹50,000 થી ₹1 લાખ સુધીનો ખર્ચ આવી શકે છે.

સ્ટાર્ટઅપ માટે વ્યવસાય લાઇસન્સ, ટ્રેડ લાઇસન્સ, ફિટનેસ સર્ટિફિકેટ અને આધાર/પેન કાર્ડ જેવા ડોક્યુમેન્ટેશન જરૂરી હોય છે. જો તમે કોઈ ફિટનેસ પ્રોડક્ટ વેચો છો તો GST રજીસ્ટ્રેશન પણ આવશ્યક છે.

ગ્રાહકોને આકર્ષવા માટે તમારે પર્સનલ બ્રાન્ડ બનાવવી ખૂબ જરૂરી છે. સોશિયલ મીડિયામાં ડેઇલી વર્કઆઉટ ટિપ્સ શેર કરો, ટ્રાન્સફોર્મેશન ફોટોઝ પોસ્ટ કરો અને ફ્રી ટ્રાયલ ક્લાસ ઓફર કરો.

WhatsApp ગ્રુપ્સ અને જીમ સાથેના કોલાબોરેશન પણ તમારા માટે નફાકારક સાબિત થઈ શકે છે. જો તમે Freelance Training કરો છો અને દરરોજ 5 થી 10 ક્લાયન્ટ ટ્રેન કરો છો તો દરરોજ ₹1,000 થી ₹3,000 સુધીની આવક સરળતાથી ઊભી થઈ શકે છે. ટૂંકમાં દર મહિને ₹30,000 થી ₹75,000 જેટલું કમાઈ શકો છો, જ્યારે ફુલ જીમ સેટઅપ સાથે ₹1 લાખ થી ₹3 લાખ મહિને કમાઈ શકાય છે.

આ બિઝનેસમાં સફળ થવા માટે તમારું પર્સનલ બ્રાન્ડ મહત્વપૂર્ણ છે. તમારો લોગો, નામ અને ઓળખ ઊભી કરો. તમે Zoom અથવા YouTube મારફતે Online Classes પણ લઈ શકો છો. Women-centric બેચ, ડાયટ કન્સલ્ટિંગ અને ન્યુટ્રિશનનું નોલેજ પણ આવકના નવા રસ્તા ખોલી શકે છે.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
