AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar Palitana Breaking News : ટાંકીનું કામ કર્યા વિના ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ! બે ઈજનેર સામે પોલીસ ફરિયાદ, સસ્પેન્શનના આદેશ, જુઓ Video

Bhavnagar Palitana Breaking News : ટાંકીનું કામ કર્યા વિના ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ! બે ઈજનેર સામે પોલીસ ફરિયાદ, સસ્પેન્શનના આદેશ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2026 | 1:30 PM
Share

પાલીતાણા હોસ્પિટલમાં પાણીની ટાંકી બનાવ્યા વિના બિલ રજૂ થતા વિવાદ સર્જાયો. ₹ 50.43 લાખનું ખોટું બિલ રજૂ કરવા મામલે સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખોટા બિલ રજૂ કરનારા બે ઇન્જીનયર સામે પોલીસ ફરિયાદ અને સસ્પેન્શનના આદેશ પણ અપાયા.

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પાલીતાણા હોસ્પિટલની તાજેતરની મુલાકાત દરમિયાન હોસ્પિટલ માટે મંજૂર કરવામાં આવેલી 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી સ્થળ પર ન હોવાનું ધ્યાનમાં આવતા સમગ્ર મામલે ગંભીર નોંધ લીધી હતી. મહત્વપૂર્ણ બાબત એ છે કે સ્થળ પર પાણીની ટાંકીનું કામ થયેલું ન હોવા છતાં તેનું બિલ ₹ 50.43 લાખનું મંજૂર કરવા વડી કચેરીમાં રજૂ કરવામાં આવેલ હોવાનું ધ્યાને આવ્યું હતું.

બિલ રજૂ કરનાર સામે પોલીસ ફરિયાદ

આ ગંભીર બેદરકારીના પગલે આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક અસરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પાલીતાણા હોસ્પિટલ તથા પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ (PIU)ના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર ઘટનાની વિગતવાર સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન બિલ મંજૂર કરાવવાની પ્રક્રિયામાં જવાબદારી નિભાવનાર અધિકારીઓની ભૂમિકા અંગે ગંભીર નોંધ લેતા આરોગ્ય મંત્રીશ્રીએ બિલ રજૂ કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

ધર્મનંદન કન્સ્ટ્રકશન બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી

આ સમગ્ર મામલામાં સંડોવાયેલી ધર્મનંદન કન્સ્ટ્રકશન બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવા તેમજ ફરજમાં બેદરકારી બદલ બે સંબંધિત ઈજનેરો સામે ફરજમુકતની કાર્યવાહી કરવા પણ આરોગ્ય મંત્રીએ PIUના અધિકારીઓને આદેશ આપેલ છે. આ સમગ્ર કાર્યવાહી દ્વારા આરોગ્ય વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી કામોમાં બેદરકારી કે ગેરરીતિ કરનાર કોઈપણ વ્યક્તિ કે એજન્સી સામે જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો, Breaking News : ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, ₹50 લાખની ખંડણી માગ્યાનો આક્ષેપ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">