AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC ની મોટી કાર્યવાહી, ટ્રેનો અને સ્ટેશનો પરથી 8 હજારથી વધુ ગેરકાયદે પાણીની બોટલો જપ્ત, કેટરિંગ સંચાલકોને કડક ચેતવણી

રેલવે મુસાફરોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા IRCTC એ દેશવ્યાપી કડક અભિયાન શરૂ કર્યું છે. ટ્રેનો અને સ્ટેશનો પર દરોડા પાડીને 8,000 થી વધુ બિનઅધિકૃત પાણીની બોટલો અને શંકાસ્પદ ખાદ્યસામગ્રી જપ્ત કરી કડક ચેતવણી આપી છે.

| Updated on: Aug 18, 2026 | 10:00 PM
Share
ટ્રેનો અને રેલવે સ્ટેશનો પર મુસાફરોને સુરક્ષિત, શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ભોજન-પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવા IRCTC એ મંજૂરી વિનાના ખાદ્ય અને પીણાંના વેચાણ તેમજ સંગ્રહ સામે કડક ઝુંબેશ તેજ કરી છે. આ અંતર્ગત IRCTC એ તમામ ઝોન અને રીજનમાં 'ક્વિક રિસ્પોન્સ ટીમ' (QRT) સક્રિય કરી છે, જે રેલવેના કોમર્શિયલ વિભાગ સાથે મળીને ટ્રેનો અને સ્ટેશનો પર અચાનક દરોડા પાડી રહી છે.

1 / 5
આ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન ખાસ કરીને મંજૂરી વગરના પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (PDW) તેમજ બિનઅધિકૃત ખાદ્ય-પીણાંના સ્ટોકની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. સાથોસાથ કેટરિંગ યુનિટ્સના લાયસન્સ, પરવાનગી, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સના પાલનની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

2 / 5
લખનૌ-ચંદીગઢ રીજનમાં હજારો બોટલો જપ્ત: લખનૌ રીજનમાં 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન ચલાવાયેલા અભિયાનમાં 117 ટ્રેનોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન બિનઅધિકૃત બ્રાન્ડના પેકેજ્ડ પાણીની 5,241 બોટલો જપ્ત કરાઈ હતી. જ્યારે ચંદીગઢ રીજનમાં અંબાલા, લુધિયાણા, અમૃતસર, કટરા અને જમ્મુ સહિતના સ્ટેશનો પર 51 ટ્રેનોનું ચેકિંગ હાથ ધરાયું હતું, જ્યાંથી 3,108 બોટલો પકડાઈ હતી. આ ઉપરાંત અંબાલા અને સહારનપુર સ્ટેશનેથી મંજૂરી વગરની આઈસ્ક્રીમ, ફ્લેવર્ડ મિલ્ક અને અન્ય શંકાસ્પદ પીણાંના 13 કાર્ટન જપ્ત કરવામાં આવ્યા હતા.

3 / 5
ગુજરાત અને પૂર્વ ભારતમાં પણ સપાટો: ગુજરાતમાં સાબરમતી BG રેલવે સ્ટેશન પર 9 ઓગસ્ટના રોજ ટ્રેન નંબર 19223 અને 19031 ની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રેનમાં અનધિકૃત પેકેજ્ડ પાણી અને છાશ લોડ કરતી વખતે રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા અને તાત્કાલિક સામાન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ સિવાય હાવડા અને ગુવાહાટી રીજન (કામાખ્યા, અગરતલા, કટિહાર, ન્યૂ જલપાઈગુડી અને ડિબ્રુગઢ) માં પણ ટ્રેનો અને સ્ટોલ પર તપાસ કરી નિયમોનું ઉલ્લંઘન કરનારા અનધિકૃત ખાદ્ય-પીણાંના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

4 / 5
કેટરિંગ વેન્ડરોને કડક ચેતવણી: IRCTC એ તમામ કેટરિંગ સેવા પ્રદાતાઓ અને વેન્ડરોને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈપણ અનધિકૃત બ્રાન્ડ કે હલકી ગુણવત્તાવાળી સામગ્રી ટ્રેનમાં લોડ, સ્ટોક કે વેચવી નહીં. જો નિયમોનો ભંગ જણાશે તો સંબંધિત લાયસન્સ રદ કરવા સહિતની કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. રેલવે પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોની સુરક્ષા અને ઉત્તમ સુવિધા માટે આ પ્રકારના આકસ્મિક દરોડા આગળ પણ સતત ચાલુ રહેશે.

5 / 5

રેલવે ટિકિટ બુકિંગ પર વધી શકે છે ચાર્જ? UPI થી ટિકિટ બુકિંગ 51% ને પાર થતાં IRCTC ની કમાણી પર અસર, જાણો વિગતો

Follow Us
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?

CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

g clip-path="url(#clip0_868_265)">