‘Buy, Sell કે Hold’? રોકાણકારો મૂંઝવણમાં, આ મોટો સ્ટોક 40% રોકેટ બનશે કે હજુ નીચે પટકાશે?
જાણીતી FMCG કંપનીના શેરમાં અચાનક ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે. જો કે, કંપનીના બિઝનેસ પ્લાન અને ભવિષ્યની કમાણીને લઈને મોટા બ્રોકરેજ હાઉસ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક તરફ નુવામા અને જેફરીઝ જેવી ફર્મ્સ આ શેરમાં 40% સુધીના ઉછાળાની આશા રાખીને ખરીદીની સલાહ આપી રહી છે, તો બીજી તરફ ગોલ્ડમેન સેક્સ અને સિટી જેવી કંપનીઓ શેર વેચવાની સલાહ આપી રહી છે.

દિગ્ગજ FMCG કંપનીની તાજેતરની એનાલિસ્ટ મીટ બાદ ઓરલ કેર સેક્ટરમાં કંપનીની ગ્રોથ સ્ટ્રેટેજી અને પ્રીમિયમ પોર્ટફોલિયોના વિસ્તરણને લઈને ચર્ચા તેજ થઈ ગઈ છે. કંપનીનું ખાસ ફોકસ વોલ્યુમ ગ્રોથ, પ્રીમિયમ પ્રોડક્ટ્સની ઝડપી રફ્તાર, જે કુલ પોર્ટફોલિયો કરતાં 6 ગણી ઝડપથી વધી રહ્યા છે અને શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં ટૂથપેસ્ટના ઉપયોગની ફ્રિક્વન્સી વધારવા પર છે.

કંપનીના આ આઉટલુક પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસ બે ભાગમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે. આના કારણે FMCG કંપનીના સ્ટોકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સ્ટોક 18 ઓગસ્ટના રોજ ₹1903.00 પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો હતો. નુવામા, જેફરીઝ અને મોતીલાલ ઓસવાલ જેવી બ્રોકરેજ ફર્મ્સ કંપનીના પ્રીમિયમ સેગમેન્ટના વિસ્તરણ, વોલ્યુમ રિકવરી અને માર્કેટ શેરના વધારાને જોતાં બાય (Buy) રેટિંગ આપી રહી છે અને 40% સુધીના ગ્રોથનો અંદાજ લગાવી રહી છે. ગોલ્ડમેન સેક્સ, સિટી અને એલારા કેપિટલે સેલ (Sell) અથવા રિડ્યુસ (Reduce) ની રેટિંગ યથાવત રાખી છે. તેમનું માનવું છે કે, ટૂથપેસ્ટ કેટેગરીમાં પહેલાથી જ 100% પેનેટ્રેશન (વપરાશ) છે અને વધેલા જાહેરાત ખર્ચના કારણે નજીકના ભવિષ્યમાં કંપનીના માર્જિન તેમજ નફાની રફ્તાર પર દબાણ બની શકે છે.

નુવામા કોલગેટ-પામોલિવને લઈને ખૂબ જ પોઝિટિવ છે અને તેણે ₹2,750 ના ટાર્ગેટ સાથે Buy રેટિંગ યથાવત રાખ્યું છે, જે વર્તમાન ભાવથી લગભગ 40% નો વધારો દર્શાવે છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, કંપની નફાને માત્ર સ્થિર રાખવાને બદલે ઝડપી વિકાસ માટે જાહેરાતો પર આક્રમક રોકાણ કરી રહી છે. છેલ્લા 6 મહિનામાં કોલગેટે ડાબર અને HUL જેવી સ્પર્ધક કંપનીઓ કરતાં સારું પ્રદર્શન કર્યું છે. જો કે, પ્રીમિયમ સેગમેન્ટમાં સેન્સોડાઈન જેવા બ્રાન્ડ્સ તરફથી કડક સ્પર્ધા એક મુખ્ય પડકાર બની રહેશે.

જેફરીઝે સ્ટોક પર Buy રેટિંગ જાળવી રાખતાં ₹2,650 નો ટાર્ગેટ નક્કી કર્યો છે. જેફરીઝનું કહેવું છે કે, કંપનીનો પ્રીમિયમ પોર્ટફોલિયો કુલ કારોબારની સરખામણીએ 6 ગણી ઝડપી ગતિએ વધી રહ્યો છે અને CY21 ની સરખામણીએ તેનો રેવેન્યુ શેર 2.5 ગણો થઈ ચૂક્યો છે. વોલ્યુમ, પ્રોડક્ટ મિક્સ અને પ્રાઈસિંગથી ટોપલાઈન ગ્રોથમાં તેજી આવવાની આશા છે. ઈ-કોમર્સ ચેનલમાં 50% થી વધુ પ્રીમિયમ વેચાણ થઈ રહ્યું છે, જેનાથી ગ્રોથ અને માર્જિન બંનેને સપોર્ટ મળી રહ્યો છે.

મોતીલાલ ઓસવાલે ₹2,500 ના ટાર્ગેટ પ્રાઈસ સાથે પોતાની બાય રેટિંગ જાળવી રાખી છે. બ્રોકરેજે નોંધ્યું કે, 6 ક્વાર્ટર પછી કંપની 12% વાર્ષિક રેવેન્યુ ગ્રોથ સાથે ફરીથી ડબલ-ડિજિટ ગ્રોથમાં પરત ફરી છે. ક્વિક કોમર્સની ભાગીદારી ઈ-કોમર્સ વેચાણમાં 40% સુધી પહોંચી ગઈ છે, જેનું માર્જિન પરંપરાગત ટ્રેડ કરતાં લગભગ 400 bps વધુ છે. FTG કોસ્ટ સેવિંગ્સના આધારે કંપની જાહેરાત ખર્ચ વધારીને FY26-28E દરમિયાન 9% રેવેન્યુ અને 11% EBITDA/PAT CAGR મેળવી શકે છે.

ગોલ્ડમેન સેક્સે Sell રેટિંગ જાળવી રાખ્યું છે અને ₹2,050 નો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજનું માનવું છે કે, ભારતમાં ટૂથપેસ્ટનું પેનેટ્રેશન 100% ની નજીક છે, તેથી ગ્રોથની તક માત્ર બ્રશ કરવાની ફ્રિક્વન્સી વધારવામાં જ છે, જે ખૂબ જ ધીમી ગતિએ વધી રહી છે. જાહેરાત ખર્ચ આવકના 16% થી વધુ રહેવાના કારણે EBITDA ગ્રોથ વેચાણની સરખામણીએ પાછળ રહી શકે છે. આ સિવાય, ઓરલ કેર સિવાયની અન્ય કેટેગરીમાં વિસ્તરણની કોઈ ચોક્કસ સમયસીમા આપવામાં આવી નથી.

એલારા કેપિટલે ₹2,000 ના ટાર્ગેટ સાથે રિડ્યુસ રેટિંગ જાળવી રાખ્યું છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, ઓરલ કેર કેટેગરીમાં ગ્રોથના મર્યાદિત તકો છે અને જનરલ ટ્રેડ હજુ પણ 80% હિસ્સેદારી ધરાવે છે. જો કે, પ્રીમિયમ મિક્સ વધીને 18.6% થઈ ગયું છે પરંતુ નવી ગ્રોથ યોજનાઓ અને ઊંચા A&P રોકાણોના કારણે ગ્રોસ માર્જિન હોવા છતાં નજીકના ભવિષ્યમાં EBITDA માર્જિન પર દબાણ રહેવાની શક્યતા છે.

સિટીએ Sell રેટિંગ દોહરાવતાં ₹2,000 નો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે, શહેરી વિસ્તારોમાં દિવસમાં 2 વખત બ્રશ ન કરનારા અને ગ્રામીણ વિસ્તારોમાં રોજ બ્રશ ન કરનારા ગ્રાહકો દ્વારા વપરાશ વધારવાની તકો ચોક્કસ છે પરંતુ બ્રાન્ડ પ્રમોશન પર સતત ઊંચા ખર્ચના કારણે અર્નિંગ્સ ગ્રોથ રેવેન્યુ ગ્રોથ કરતાં પાછળ રહી શકે છે. માર્જિન અને ગ્રોથ વચ્ચેની આ ખેંચતાણ નજીકના ભવિષ્યમાં ચાલુ રહેવાની શક્યતા છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
48% સુધીના ઉછાળા માટે તૈયાર થઈ જાવ! આ સ્મોલકેપ શેર રોકાણકારોને માલામાલ કરશે, એક્સપર્ટે આપ્યું ‘BUY રેટિંગ’
