Breaking News : ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, ₹50 લાખની ખંડણી માગ્યાનો આક્ષેપ
ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ કરાયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, પરેશ કાનુડાવાળાનું ડીસા GIDC વિસ્તારમાંથી કેટલાક શખ્સોએ અપહરણ કર્યું હતું.
બનાસકાંઠાના ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ કરાયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, પરેશ કાનુડાવાળાનું ડીસા GIDC વિસ્તારમાંથી કેટલાક શખ્સોએ અપહરણ કર્યું હતું. અપહરણ બાદ આરોપીઓએ તેમના પરિવારજનો પાસે ₹50 લાખની ખંડણીની માગણી કરી હોવાનો આક્ષેપ છે.
મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ
અપહરણ બાદ આરોપીઓ પરેશ કાનુડાવાળાને મોડી રાત્રે અમદાવાદના અડાલજ નજીક ઉતારીને ફરાર થઈ ગયા હતા. ફરિયાદી મુજબ, આશરે ચાર જેટલા શખ્સોએ અપહરણની ઘટનાને અંજામ આપ્યો હતો.
નકલી પત્રકાર તરીકે ઓળખ આપી હતી
ફરિયાદી દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અપહરણ કરનાર શખ્સોમાંથી કેટલાકે નકલી પત્રકાર તરીકે ઓળખ આપી હતી. જોકે, આ અંગે પોલીસ તપાસ બાદ જ વધુ હકીકત સામે આવશે.
પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે અપહરણ પાછળનું કારણ, આરોપીઓની ઓળખ અને ખંડણીની માગણી અંગે તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી છે.
Gujarat Weather Today: ગુજરાત ઉપર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, જાણો આજે કયા જિલ્લામાં થશે મેઘમહેર, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી

