AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 ઓગસ્ટથી આ 3 રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પિરિયડ, ખુલશે નસીબના દરવાજા?

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવને ન્યાયના દેવતા તરીકે માનવામાં આવે છે. તેઓ મકર અને કુંભ રાશિના સ્વામી છે. શનિ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે. અને ત્યારબાદ આગળની રાશિમાં પ્રવેશ કરે છે.

| Updated on: Jul 28, 2025 | 6:15 PM
Share
જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયપાલ તરીકે માનવામાં આવે છે અને તેઓ મકર તથા કુંભ રાશિના શાસક ગ્રહ છે. શનિ દરેક રાશિમાં આશરે અઢી વર્ષ સુધી વિહાર કરે છે અને ત્યારબાદ આગળ વધે છે. હાલમાં તેઓ મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે અને અહીં અનેક ગ્રહો સાથે તેમની યુતિ સર્જાઈ છે, જેના કારણે અનેક પ્રકારના શુભ અને અશુભ યોગો સર્જાઈ રહ્યાં છે.  (Credits: - Wikipedia)

1 / 6
તાજેતરમાં શનિ વક્રી થયા હતા, જેના કારણે તમામ 12 રાશિઓમાં અસર જણાઈ હતી. હવે આવનારા સમયમાં શનિ ગ્રહ દ્વારા એક મહત્વપૂર્ણ  કેન્દ્ર યોગ  બની રહ્યો છે. 1 ઓગસ્ટના રોજ સાંજના 7 વાગ્યા પછી, શુક્ર અને શનિ એકબીજાથી 90 ડિગ્રી પર આવશે, જેના કારણે આ વિશિષ્ટ યોગ બનેલ છે. આ યોગ કેટલીક રાશિઓ માટે સફળતા અને લાભ લઈને આવી શકે છે. આવો જાણીએ કઈ રાશિઓ માટે આ સમય શુભ સાબિત થઈ શકે છે.

2 / 6
મેષ રાશિવાળાઓ માટે કેન્દ્ર યોગ સફળતા લાવનારો સાબિત થઈ શકે છે. વ્યવસાયિક જીવનમાં નવી શક્યતાઓ ઉદ્ભવશે અને પહેલાંથી અટવાયેલા કામો હવે પૂર્ણ થવાના સંકેત છે. તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળવાની સંભાવના છે, ખાસ કરીને વિદ્યાર્થીએ જેમણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી છે. આ સમય દરમ્યાન નાણાકીય દ્રષ્ટિએ પણ લાભની શક્યતા છે. આવકમાં વધારો થઈ શકે છે અને અગાઉના વિલંબિત સરકારી કામોમાં હવે પ્રગતિ જોવા મળશે. વ્યક્તિગત સંબંધોમાં પણ સમજૂતી અને સુખદ ક્ષણો અનુભવાશે. જીવનસાથી સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવાની તકો મળશે અને કારકિર્દી આગળ વધવાની દિશામાં સકારાત્મક પગલાં ભરાશે.

3 / 6
મિથુન રાશિ માટે કેન્દ્ર યોગ લાભદાયી સાબિત થઈ શકે છે. આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થઈ શકે છે અને વાહન કે અસ્થિ-જમીન સંબંધિત લાભ મળવાની શક્યતા છે. પૂર્વજોની મિલકતને લઈ ચાલતા વિવાદોનો હકારાત્મક ઉકેલ આવવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં તમારી કામગીરીને ખાસ માન્યતા મળશે, જેનાથી ઘરમાં આનંદનો માહોલ રહેશે. જો તમે રાજકીય ક્ષેત્ર કે કોઈ નિર્ણાયક જવાબદારી સ્વીકારવા ઈચ્છતા હો, તો સમય અનુકૂળ ગણાય છે. કાનૂની મામલાઓમાં રાહત મળી શકે છે.તંદુરસ્તી અંગેની જૂની સમસ્યાઓ ધીરે ધીરે ઓછી થતી દેખાશે. વિદેશ સાથે સંકળાયેલા કામકાજ અથવા નોકરીના વિસ્તરણ માટે પણ આ સમય લાભદાયક બની શકે છે. નાણાકીય રીતે પણ નવા અવસર પ્રગટશે, જે દ્વારા આવક વધારી શકાશે.

4 / 6
કુંભ રાશિના જાતકો માટે કેન્દ્ર યોગ ખાસ કરીને પ્રેમજીવન અને સંબંધોમાં નોંધપાત્ર પરિવર્તન લાવી શકે છે. જૂના મનમેળ કે મતભેદો દૂર થઈ શકે છે અને કેટલાક લોકોને લગ્ન અંગેના મહત્વપૂર્ણ પ્રસ્તાવો મળવાની પણ શક્યતા છે. કારકિર્દી અંગે વાત કરીએ તો, નોકરી કરતા લોકોને આ સમયગાળામાં વધારો, બોનસ અથવા અન્ય નાણાકીય લાભ મળવાની સંભાવના છે. સાથે જ વિદેશ પ્રવાસ અથવા વિદેશથી સંબંધિત કાર્યોમાં પણ અવનવી તકો ઊભી થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અને જોબ બદલવા ઈચ્છતા લોકોને અપેક્ષિત સફળતા મળી શકે છે. ઉચ્ચ પદાધિકારીઓ તરફથી પ્રશંસા કે માન્યતા મળવી પણ સંભવ છે, જે આપના વ્યાવસાયિક આત્મવિશ્વાસને વધુ મજબૂત બનાવશે.

5 / 6
( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )  (Credits: - Wikipedia)

6 / 6

શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે તે હનુમાનજીના આશીર્વાદથી સરળ બની શકે છે. ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">