Chocolate Barfi Recipe : રક્ષાબંધન પર ભાઈ માટે બનાવો ખાસ ચોકલેટ બરફી, આ રહી સરળ ટીપ્સ
દર વર્ષે ભાઈ-બહેનના પ્રેમનો તહેવારને રક્ષાબંધન કહે છે. રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરેક ભાઈ તેની બહેન માટે ચોક્કસ કોઈને કોઈ ભેટ ખરીદે છે. ત્યારે તમે ઘરે આ મીઠાઈ બનાવી શકો છો.

જો તમે પણ તમારા ભાઈ માટે કંઈક સારી મીઠાઈ બનાવવા માંગો છો, તો આ રક્ષાબંધન પર તમે ચોકલેટ બરફી બનાવી શકો છો અને તમારા ભાઈને ખવડાવી શકો છો. આનાથી તમારા ભાઈ ખુશ થશે. ચાલો જાણીએ ચોકલેટ બરફી બનાવવાની સરળ રેસીપી વિશે.

ચોકલેટ બરફી બનાવવા માટે માવો, ખાંડ, કોકો પાઉડર,કાજુ-પિસ્તા, એલચી પાઉડર સહિતની સામગ્રીની જરુર પડશે.

ચોકલેટ બરફી બનાવવા માટે સૌથી પહેલા એક પેનને ગરમ કરવા મુકો. તેમાં માવો અને ખાંડ મિક્સ કરો. માવો અને ખાંડને ધીમી આંચ પર ખાંડ ઓગળે ત્યાં સુધી ગરમ કરો.

હવે બરફીના મિશ્રણમાં એલચી પાઉડર અને સારી રીતે મિક્સ કરો અને ગેસ બંધ કરો. ત્યારબાદ કોકો પાઉડર અને કાપેલા કાજુ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

ત્યારબાદ એક ટ્રે અથવા પ્લેટમાં ઘી લગાવો અને આખું મિશ્રણ ફેલાવો. ઉપર બાકીના કાજુ ઉમેરો અને કાજુ ચોંટી જાય તે રીતે લગાવો.

હવે એક કલાક માટે ઠંડુ થવા માટે બાજુ પર રાખો, પછી તેને ચોરસ ટુકડાઓમાં કાપીને મહેમાનોને પીરસો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
