અમીર બનવા માટેની PPF યોજના, દર મહિને ફક્ત 7,000 રૂપિયાનું રોકાણ કરો, મળશે આશરે 57.72 લાખનું ફંડ !
PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) એક સુરક્ષિત સરકારી બચત યોજના છે જે લાંબા ગાળે ધનસંપત્તિ વધારવા માટે શ્રેષ્ઠ છે. તેમાં બજારના ઉતાર-ચઢાવનો પ્રભાવ નથી પડતો અને રોકાણ સંપૂર્ણ સુરક્ષિત રહે છે.

PPF એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એક સુરક્ષિત અને સરકારી બચત યોજના છે, જે લાંબા ગાળે પૈસા વધારવા માટે સૌથી વિશ્વસનીય વિકલ્પોમાંની એક ગણાય છે. બજારમાં કેટલાય રોકાણ વિકલ્પો ઉપલબ્ધ હોવા છતાં, PPF યોજનાની લોકપ્રિયતા સતત વધી રહી છે કારણ કે તેમાં રોકાયેલા નાણાં પર સંપૂર્ણ સુરક્ષા અને નિશ્ચિત વળતર મળે છે. બજારના ઉતાર-ચઢાવનો તેની ઉપર કોઈ સીધો અસરકારક પ્રભાવ નથી પડતો.

જો કોઈ રોકાણકાર દર મહિને ₹7,000 એટલે કે વાર્ષિક ₹84,000 PPF ખાતામાં જમા કરે, તો 25 વર્ષમાં આશરે ₹57.72 લાખ જેટલું ભંડોળ ઊભું થઈ શકે છે. ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો સમય સાથે તેજ બનીને તમારા રોકાણને ગણી ગણી વધારે છે, તેથી PPF ને લાંબા ગાળે ચાલુ રાખવાથી મૂડી ઝડપથી વધી શકે છે.

PPF યોજના શું છે તેની વાત કરવામાં આવે તો, PPF એક લાંબા ગાળાની સરકાર દ્વારા સંચાલિત બચત યોજના છે, જે સુરક્ષિત પરત સાથે કર લાભ પણ આપે છે. PPF નો લોક-ઇન સમયગાળો 15 વર્ષનો હોય છે, જે તેને નિવૃત્તિ, બાળકોના ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન જેવા ફ્યુચર ફાઈનાન્શિયલ ગોલ્સ માટે અત્યંત યોગ્ય બનાવે છે. હાલમાં PPF પર વાર્ષિક વ્યાજ દર 7.1% છે, અને આ દર સમયાંતરે બદલાતો રહે છે.

PPF ખાતામાં જમા થયેલી રકમ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને પરિપક્વતા સમયે મળતી સંપૂર્ણ આવક પણ ટેક્સ ફ્રી હોય છે. સાથે-સાથે કલમ 80C હેઠળ દર વર્ષે ₹1.5 લાખ સુધીની રકમ પર કર છૂટ મળે છે. એટલે કે રોકાણકારોને બચત, સુરક્ષા અને ટેક્સ લાભ — ત્રિપલ ફાયદો મળે છે.

મોટું ભંડોળ કેવી રીતે બનશે તેની વાત કરવામાં આવે તો દર મહિને જમા રકમ ₹7,000 જેના થકી વાર્ષિક રોકાણ ₹84,000 થશે. 15 વર્ષ બાદ મળતી રકમ લગભગ ₹20 લાખ, 25 વર્ષ સુધી ચાલુ રાખવા પર મળતી રકમ આશરે ₹57.72 લાખ. લાંબા ગાળે રોકાણ ચાલુ રાખવાથી ચક્રવૃદ્ધિ વ્યાજનો જોરદાર લાભ મળે છે અને નાના રોકાણથી પણ મોટું ભંડોળ તૈયાર થઈ શકે છે.

PPF યોજના ખાસ કરીને એવા લોકોને માટે શ્રેષ્ઠ છે, જે જોખમ-મુક્ત રોકાણ ઇચ્છે છે અને ભવિષ્યને નાણાકીય રીતે સુરક્ષિત બનાવવા માંગે છે. કામકાજી લોકો, નાના વેપારીઓ, સ્વરોજગારી લોકો અને જોખમ ટાળનારા તમામ માટે આ યોજના એક વિશ્વસનીય વિકલ્પ છે. માત્ર થોડું નિયમિત રોકાણ કરીને તમે ભવિષ્ય માટે તમારા બાળકોનું શિક્ષણ, લગ્ન અથવા નિવૃત્તિ માટે મજબૂત નાણાકીય ફંડ બનાવી શકો છો. (નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ આપણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)
