AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Plant Care: ઉનાળામાં છોડની સંભાળ માટે 5 વિવિધ પ્રકારના ખાતર અને સ્પ્રે, તમારા ઘરે તૈયાર થશે, જાણો કેવી રીતે

ઉનાળામાં છોડની સંભાળ રાખવી થોડી પડકારજનક હોઈ શકે છે. તીવ્ર સૂર્યપ્રકાશ અને તીવ્ર ગરમી છોડ પર ખરાબ અસર કરી શકે છે. પરંતુ તમે ઘરે ખાતર અને સ્પ્રે તૈયાર કરીને છોડનો સારો ઉછેર કરી શકો છો. આ લેખમાં આપણે ઉનાળાના છોડની સંભાળ વિશે ચર્ચા કરીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2026 | 11:48 AM
Share
Summer Plant Care: છોડ ફક્ત ઘરની શોભામાં વધારો જ નથી, છોડ હવાને શુદ્ધ રાખવાનુ પણ કામ કરે છે. તમે છોડને ઘરની અંદર રાખો કે તમારી બાલ્કની માં રાખો કે પછી તમારા ઘરના ધાબા પર, જો તમે છોડને લીલોતરી અને સારો રાખવા માંગતા હો, તો તેમને તમારા પોતાના બાળકો જેટલી જ કાળજી લેવાની જરૂર છે. થોડી બેદરકારી પણ છોડને સુકવી  શકે છે, ખાસ કરીને ઉનાળાની ઋતુમાં. તીવ્ર ગરમી અને તીવ્ર સૂર્યપ્રકાશને કારણે છોડ સુકાઈ શકે છે, તેમના મૂળ સડવા લાગે છે અને પાંદડા પીળા થઈ જાય છે, જેના કારણે તેમને તેમના મુળ સ્વરૂપ લાવવામા થોડી વધારે વાર લાગે છે. પરંતુ કેટલાક કુદરતી ખાતરો એવા છે જેનો ઉપયોગ તમે તમારા છોડને હર્યો-ભર્યો રાખી શકો છો. જો તમે પણ ઇચ્છો છો કે તમારા છોડ ઉનાળામાં પણ લીલા રહે, તો આ લેખ તમારા માટે છે. આ લેખમાં, અમે તમને પાંચ અલગ અલગ ખાતરો અને સ્પ્રે વિશે જણાવીશું જે તમે ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો.

1 / 6
કેળાની છાલનું ખાતર: કેળાની છાલમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે છોડને ફૂલ અને ફળ આપવામાં મદદ કરે છે. તેને તૈયાર કરવા માટે, છાલને નાના ટુકડાઓમાં કાપીલો 2 થી 3 દિવસ પાણીમાં પલાળી રાખો, અને પછી આ પાણી છોડ પર લગાવો. આનાથી ઉનાળા દરમિયાન તેમને પોષણ મળશે  અને જમીનની ફળદ્રુપતા માં વધારો કરશે.

2 / 6
ચોખાના પાણીનો છંટકાવ: ચોખા ધોયા પછી વધેલું  પાણી છોડ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે કારણ કે તેમાં હળવા પોષક તત્વો અને સ્ટાર્ચ હોય છે. તેનો ઉપયોગ સ્પ્રે બોટલ તરીકે કરી શકાય  અને તેને પાંદડા પર સ્પ્રે કરો અથવા તેને જમીનમાં વાવેલ છોડને તેનું પાણી આપી શકાય છે, તે છોડના વિકાસને પ્રોત્સાહન આપે છે અને ઉનાળામાં ભેજ જાળવી રાખે છે.

3 / 6
લીમડાના પાણીનો છંટકાવ: લીમડામાં કુદરતી જંતુનાશક ગુણધર્મો છે, જે ઉનાળામાં છોડને જંતુઓથી રક્ષણ આપે છે. આ બનાવવા માટે, લીમડાના પાનને પાણીમાં ઉકાળો, તેને ઠંડુ કરો, તેને ગાળી લો અને સ્પ્રે બોટલમાં ભરો. અઠવાડિયામાં એક કે બે વાર લીમડાના પાણીનો છંટકાવ કરવાથી જંતુઓ દૂર રહે છે અને છોડની વૃધ્ધી થાય છે.

4 / 6
છાશ નો છંટકાવ: છાશમાં સારા બેક્ટેરિયા હોય છે જે છોડના પાંદડાઓને રોગોથી બચાવે છે. આ સ્પ્રે છોડને તાજા રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. ફક્ત છાશને પાણીમાં 1:3 ના પ્રમાણમાં ભેળવીને પાંદડા પર સ્પ્રે કરવાનો તે ફૂગના ચેપને ઘટાડે છે અને છોડને ઠંડક આપે છે.

5 / 6
ચાના કુચા નું ખાતર (Compost Tea): રસોડાના કચરામાંથી બનાવેલા ખાતરને 24 થી 48 કલાક પાણીમાં પલાળીને ચાના કુચા નું ખાતર તૈયાર કરવામાં આવે છે. આ પ્રવાહી ખાતરને ગાળી લો અને તેને છોડના મૂળ પર લગાવો અથવા પાંદડા પર સ્પ્રે કરો. તે છોડને તાત્કાલિક પોષણ પૂરું પાડે છે અને ઉનાળામાં તેમનો વિકાસ જાળવી રાખવામાં પણ મદદ કરે છે.

6 / 6

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો, ઉનાળાનું ફળ તરબૂચ ગળ્યું હોય છે કે નહીં, ખરીદતા પહેલા આ રીતે ઓળખો

Follow Us
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ

સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં

મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત

પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી

વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી

ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે

12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો

દૈનિક રાશિફળ: જાણોકયા જાતકનો દિવશ રહેશે ભક્તિમય અને પારિવારિક ખુશીથી..

દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત

આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી

g clip-path="url(#clip0_868_265)">