AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos: અમદાવાદ એરપોર્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો, વડાપ્રધાનને આવકારવા જનમેદની ઉમટી

ચાર રાજ્યની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ PM મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. પીએમ મોદી પોતાના બે દિવસના ગુજરાતના પ્રવાસમાં અનેકવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાને અમદાવાદ એરપોર્ટ પરથી રોડ શો દ્વારા પોતાના કાર્યક્રમોની શરુઆત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 12:13 PM
Share
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ ગાંધીનગર કમલમ જવા ભવ્ય રોડ શો યોજાયો. વડાપ્રધાન સાથે આ રોડ શોમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ જોડાયા. મોટા કાફલા સાથે આ ભવ્ય રોડ શો શરુ થયો.

1 / 5
વડાપ્રધાનના આગમનને લઇને માત્ર ભાજપ કાર્યકરો જ નહીં પણ સમગ્ર ગુજરાતવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના કમલમમાં વડાપ્રધાનને આવકારવા માટે તેમની એક વિશાળ રંગોળી બનાવવામાં આવી છે. કમલમમાં 18 કલાકની કવાયત બાદ આ રંગોળી તૈયાર કરાઈ છે.

2 / 5
વડાપ્રધાનના સ્વાગત માટે રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. વડાપ્રધાનનો આ કાફલો સરદારનગરથી હાંસોલ સર્કલ થઇને ભાટથી પસાર થવાની વ્યવસ્થા કરવામાં આવી. તેમજ તેમના સ્વાગત માટે યુક્રેનથી પરત આવેલ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા.

3 / 5
વડાપ્રધાનને આવકારવા માટે નાના બાળકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો, 6 વર્ષનો નાનો બાળક મલ્હાર કમલમ પહોંચ્યો. મલ્હાર પીએમ મોદીનો સ્કેચ બનાવી તેમને મળવા પહોંચ્યો.

4 / 5
વડાપ્રધાન મોદી ઘણા સમય બાદ વતન ગુજરાત આવ્યા છે અને કોરોનાના કેસો પણ ઘણા ઘટી ગયા છે ત્યારે વડાપ્રધાનને આવકારવા જનમેદની ઉમટેલી જોવા મળી. વડાપ્રધાનના મુખ પર પણ વતનવાસીઓને મળવાની ખુશી જોવા મળી.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

g clip-path="url(#clip0_868_265)">