સૌરાષ્ટ્રમાં ઊર્જા વિભાગના રૂ. 513 કરોડના કામોનું PM મોદી 25એ કરશે લોકાર્પણ, આ જિલ્લાના લોકોને થશે ફાયદો- જુઓ Photos

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી ફેબ્રુઆરીએ રાજકોટ આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ સૌરાષ્ટ્રના ઉર્જા વિભાગના રૂ. 513 કરોડના કામોનું લોકાર્પણ કરશે. સાયલા પાસે નિર્મીત 400 કે.વી. સબ સ્ટેશનથી સુરેન્દ્રનગર જિલ્લાના 10 હજાર લોકોને લાભ થશે. રાજકોટ, અમરેલી, ભાવનગર પંથકમાં બનેલા 66 કે.વી.ના વિવિધ 10 સબ સ્ટેશનોનું લોકાર્પણ થશે.

| Updated on: Feb 19, 2024 | 10:37 PM
પીએમ મોદી 25 મી ફેબ્રુઆરીએ રાજકોટ આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ રાજ્યના નાગરિકોને હજારો કરોડના વિકાસકામોની ભેટ આપવાના છે. પીએમ મોદી ઊર્જા વિભાગા 513 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ કરશે.

1 / 6
સૌરાષ્ટ્રમાં વીજ નેટવર્કને મજબુત બનાવતા વિવિધ સબ સ્ટેશનો સાથેના વિકાસકામો સતત ચાલી રહ્યા છે જે ઉપક્રમે સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, પોરબંદર તથા રાજકોટ જિલ્લામાં નિર્માણ પામેલા વિવિધ ક્ષમતાના સબ સ્ટેશનોનું પીએમ મોદી લોકાર્પણ કરશે.

2 / 6
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને ઉદ્યોગકારોને અવિરત વીજ પૂરવઠો મળી રહે તે માટે સાયલા તાલુકામાં  સાપર ખાતે રૂ. 348.12 કરોડના ખર્ચે 400 કે.વી. સબ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનાથી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તથા ચોટીલા તાલુકાના આશરે 10 હજારથી વધુ લોકોને લાભ થશે

3 / 6
ભાવનગર જિલ્લાના સનેસ ખાતે સરકારી પડતર જમીન પર આશરે રૂપિયા 87 કરોડના ખર્ચે 21 મેગાવોટના સોલાર પાવર પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ પણ પીએમ મોદી કરવાના છે. આ પ્રોજેક્ટ સાકાર થતા ભાવનગરના ખેડૂતોને ફાયદો થશે. આ સાથે વીજ વિતરણના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનને થતું નુકસાન અને ખર્ચ પણ ઘટશે. આ પ્રોજેક્ટથી બિનપરંપરાગત ઊર્જા સ્રોતથી વીજળી ઉત્પન્ન થતી હોવાથી પ્રદૂષણ પણ નહીં થાય.

4 / 6
અમરેલી તથા ભાવનગરના વિવિધ આંતરિયાળ વિસ્તારોમાં અવિરત વીજ પૂરવઠો પૂરો પાડવાના હેતુસર, રૂ.38 કરોડના ખર્ચે 66 કે.વી.ના પાંચ નવા સબ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર જિલ્લાના તળાજાના ચોપડા ખાતે 7.92 કરોડના ખર્ચે બનેલા સબ સ્ટેશન, મહુવા તાલુકાના તલગાજરડામાં રૂ 6.81 કરોડમાં બનેલા સબ સ્ટેશન તથા મહુવાના ભાણવડામાં બનેલા સબ સ્ટેશન જ્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં 6.94 કરોડના ખર્ચે નિર્મિત દહીંથરા (નવાગામ) સબ સ્ટેશન, સાવરકુંડલા તાલુકામાં 8.91 કરોડના ખર્ચે બનેલા ચરખડીયા (નેસડી) સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે

5 / 6
રાજકોટ જિલ્લામાં રૂ.70 કરોડના ખર્ચે બનેલા 66 કે.વી.ના પાંચ સબ સ્ટેશનોનું પણ લોકાર્પણ થશે. જેમાં રાજકોટના પડધરી તાલુકામાં 6.56 કરોડના ખર્ચે બનેલા વિસામણ સબ સ્ટેશન, વિંછિયા તાલુકાના લાલાવદરમાં 7.66 કરોડના ખર્ચે બનેલા સબ સ્ટેશન, રાજકોટના પરા પિપળીયા (એઈમ્સ)માં રૂ.7.38 કરોડના ખર્ચે બનેલા સબ સ્ટેશન, જસદણ તાલુકાના મોઢુકામાં રૂ.9.74 કરોડના ખર્ચે બનેલા સબ સ્ટેશન તથા ઉપલેટા તાલુકાના મુરખડામાં રૂ. 8.59 કરોડના ખર્ચે બનેલા સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. આ સબ સ્ટેશનનો લાભ પોરબંદર પંથકના ગામોને પણ થશે.

6 / 6

Latest News Updates

Follow Us:
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો

રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો

પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ

g clip-path="url(#clip0_868_265)">