LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત

16 May, 2024

LIC કન્યાદાન પોલિસી એવા પિતા લઈ શકે છે જેમની દીકરીની ઉંમર ઓછામાં ઓછી 1 વર્ષની હોય.

LIC કન્યાદાન પોલિસીનો ઉદ્દેશ માત્ર દીકરીઓના શિક્ષણ અને લગ્ન માટે પૈસા જમા કરવાનો છે.

પોલિસી માટે, સૌ પ્રથમ તમારે તમારી નજીકની LIC ઓફિસ અથવા LIC એજન્ટનો સંપર્ક કરવો પડશે.

ત્યારબાદ તમારે ત્યાં જઈને પોલિસીમાં રોકાણ કરવા માટે એજન્ટને માહિતી આપવી પડશે.

હવે એજન્ટ તમને LIC કન્યાદાન પોલિસીની શરતો જણાવશે અને તમારે તમારી આવક અનુસાર તેને પસંદ કરવાનું રહેશે.

તમારે તમારી તમામ વિગતો અને દસ્તાવેજો LIC એજન્ટને આપવા પડશે, ત્યાર બાદ તે તમારું ફોર્મ ભરશે.

જે પછી તમે LIC કન્યાદાન પોલિસી યોજનામાં જોડાઈ શકો છો.

યોજના સંબંધિત વધુ માહિતી જાણવા માટે, તમે LICની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.