વડોદરા : 94 લાખની છેતરપિંડીના કેસમાં 17 લોકોની ધરપકડ, સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ, જુઓ Video

વડોદરા : 94 લાખની છેતરપિંડીના કેસમાં 17 લોકોની ધરપકડ, સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2024 | 5:10 PM

વડોદરામાં 94 લાખની ઠગાઇ કેસમાં 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કમાણીની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવી હતી. ગુગલ ફોર્મ ભરાવીને બેંક ખાતાની વિગતો મેળવવામાં આવતી હતી. સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અંજામ અપાતો હતો.

રાજ્યમાં વધુ એક ઠગાઈની ઘટના સામે આવી છે. વડોદરામાં 94 લાખની ઠગાઇ કેસમાં 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કમાણીની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવી હતી. ગુગલ ફોર્મ ભરાવીને બેંક ખાતાની વિગતો મેળવવામાં આવતી હતી. સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અંજામ અપાતો હતો. “એંજલ ડોટ બી.જી” નામની એપ્લિકેશન દ્વારા છેતરપિંડી કરાતી હતી.વડોદરા, અમદાવાદ, સુરતના બેંક ખાતામાં નાણા જમા કરતા હતા. વડોદરા સાયબર ક્રાઈમે ઠગાઈ સામે 17 લોકોને ઝડપી પાડ્યા હતા.

બીજી તરફ વડોદરાના ગોત્રીમાં બિલ્ડરે 160થી લોકોને છેતર્યા હોવાની ઘટના સામે આવી છે. રોકાણકારોને બિલ્ડર દંપતી ભીખુ કોરિયા અને શિલ્પા કોરિયા છેલ્લાં 5 વર્ષથી મકાન કે દુકાનનું  પઝેશન નથી આપી રહ્યા. 100 થી વધુ લોકોનું ટોળું ગોત્રી પોલીસ સ્ટેશન ઘુસી ગયું છે. ટોળાએ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">