મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ

16 May, 2024

Jio એ એન્ટરટેઈનમેન્ટ બંડલ સાથે નવો પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન Jio AirFiber અને JioFiber યુઝર્સ માટે છે.

આ પ્લાનમાં યુઝર્સને 15 OTT પ્લેટફોર્મની ઍક્સેસ મળે છે. તેમાં Netflix, Amazon Prime અને JioCinema પ્રીમિયમ સામેલ છે.

કંપનીએ 888 રૂપિયાનો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં 30Mbpsની સ્પીડથી ડેટા મળશે. જોકે, આ પ્લાન હજુ વેબસાઈટ પર લિસ્ટેડ નથી.

જેના કારણે આ પ્લાનમાં યુઝર્સને કેટલો ડેટા મળશે તે સ્પષ્ટ નથી. તમને જણાવી દઈએ કે આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને Netflix Basicની ઍક્સેસ મળશે.

આ પ્લાન હેઠળ યુઝર્સ 1TB સુધીની FUP લિમિટ મેળવી શકે છે. જ્યારે JioFiber યુઝર્સ માટે આ મર્યાદા 3.3TB હોઈ શકે છે.

હાલના Jio Air Fiber અને Jio Fiber યુઝર્સ આ પ્લાનમાં અપગ્રેડ કરી શકે છે. આ સાથે નવા ગ્રાહકો પણ આ પ્લાન પસંદ કરી શકશે.

આ સિવાય Jio ધન ધના ધન IPL ઑફર પણ ઉપલબ્ધ છે. આ ઓફર હેઠળ કંપની 50 દિવસનું ડિસ્કાઉન્ટ ક્રેડિટ વાઉચર આપી રહી છે. જો કે, આ ઓફર માત્ર 31 મે સુધી છે.

Jio Fiberનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન 399 રૂપિયામાં આવે છે. આમાં યુઝર્સને 30Mbpsની સ્પીડ મળશે. આ પ્લાન 6 મહિના અથવા 12 મહિના માટે ખરીદી શકાય છે.

આ પ્લાનમાં યુઝર્સને એક મહિના માટે અનલિમિટેડ ડેટા મળશે. આ પ્લાન પ્રીપેડ અને પોસ્ટપેડ બંને વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.