પિતૃદોષ શું છે અને કયા કાર્યો કરવાથી રચાય છે આ દુર્યોગ ? શ્રાદ્ધ શરૂ થાય તે પહેલાં જાણી લો
શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓનું તર્પણ કરવું ખૂબ મહત્વનું છે. આ લેખમાં પિતૃદોષના કારણો, તેના લક્ષણોની ચર્ચા કરવામાં આવી છે.

પિતૃદોષથી બચવા માટે તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે કયા કાર્યો પિતૃદોષનું કારણ બને છે. આ ઉપરાંત, શ્રાદ્ધ પક્ષ શરૂ થાય તે પહેલાં, તેના લક્ષણો શું છે અને તેનાથી બચવા માટે કયા પગલાં લેવા જોઈએ, તે પણ તમારે જાણવું જોઈએ.

આ વર્ષે શ્રાદ્ધ એટલે કે પિતૃ પક્ષ અશ્વિન મહિનાથી શરૂ થશે. આવી સ્થિતિમાં, આ સમયે તમારા પૂર્વજો માટે તર્પણ કરવું ખૂબ જ ખાસ માનવામાં આવે છે. 7 સપ્ટેમ્બર 2025 થી આ વર્ષે શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ રહ્યો છે. શ્રાદ્ધ પક્ષ 21 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. પૂર્ણિમા શ્રાદ્ધ - 07 સપ્ટેમ્બર 2025 ના રોજ થશે. એવું કહેવાય છે કે કેટલાક કાર્યો એવા છે, જેના કારણે પિતૃદોષ થાય છે. મહત્વનું છે કે અનેક પ્રકારની સમસ્યાઓનો પિતૃદોષને કારણે સામનો કરવો પડે છે.

શાસ્ત્રો અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિના પૂર્વજોના અંતિમ સંસ્કાર અને પિંડદાન, શ્રાદ્ધ, તર્પણ કરવામાં આવતું નથી, ત્યારે પૂર્વજો ગુસ્સે થાય છે. આ ઉપરાંત, એવું પણ કહેવામાં આવે છે કે પૂર્વજનું અકાળ મૃત્યુ અથવા વૃક્ષ (જેમ કે પીપળ, લીમડો, વડ) કાપવાથી પણ પિતૃ દોષ થાય છે, આવા કિસ્સામાં, આ માટે ઉપાયો કરવા જોઈએ. આ ઉપરાંત, વાંસનું લાકડું બાળવું પ્રતિબંધિત માનવામાં આવે છે. આપણે અંતિમ સંસ્કાર માટે વાંસના લાકડાનો ઉપયોગ જનાજો લઈ જવા માટે કરીએ છીએ પરંતુ તેને બાળતા નથી. જો કોઈ વાંસ બાળે છે, તો તેને પિતૃ દોષ થાય છે.

પિતૃ દોષના લક્ષણો શું છે તેની વાત કરવામાં આવે તો જો પરિવારમાં લગ્નયોગ્ય બાળકોના લગ્નમાં બિનજરૂરી કે ગેરવાજબી વિલંબ કે અવરોધ રહે છે. જો ઘરમાં હંમેશા ઝઘડાનું વાતાવરણ રહે છે. જો કામમાં સતત અવરોધો આવતા હોય. જો અચાનક અકસ્માતો થઈ રહ્યા હોય. જો પૈસાનો બિનજરૂરી ખર્ચ થઈ રહ્યો હોય. પૈસા અટકતા નથી. પૈસાનું નુકસાન થાય છે, તો આ પણ પિતૃ દોષનું લક્ષણ છે.

પિતૃ દોષ માટે શું ઉપાયની વાત કરવામાં આવે તો ઉપચાર તરીકે, દરેક અમાવસ્યા પર પિતૃઓ માટે બ્રાહ્મણને ભોજન, દૂધ અને મીઠાઈ આપો. તીર્થસ્થળ પર જઈને પિતૃ શાંતિ કરાવવી પણ શુભ માનવામાં આવે છે. મોટાભાગે, ગયા જીમાં પિતૃઓનું પિંડદાન અને શ્રાદ્ધ કરવું શુભ માનવામાં આવે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે. Tv9 ગુજરાતી કોઈ પણ વાતની પુષ્ટિ કરતું નથી.)
ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. ભક્તિના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
