PHOTOS : અમદાવાદની HBK શાળાએ યોજેલા ગરબાએ જમાવ્યું આકર્ષણ
અમદાવાદમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. ત્યારે અમદાવાદની HBK શાળા દ્વારા બ્રધર્સ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા ગરબા ખેલૈયાઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બ્રધર્સ પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ સહિત પરિવાર માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો રમવા માટે પહોચ્યા હતા.

અમદાવાદમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. ત્યારે અમદાવાદની HBK શાળા દ્વારા બ્રધર્સ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા ગરબા ખેલૈયાઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

બ્રધર્સ પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ સહિત પરિવાર માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો રમવા માટે પહોચ્યા હતા.

આ ખાસ પ્રસગે જાણીતા મ્યુઝિશિયન અને કંપોઝર સચીન સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે ગરબા રસીકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

ઓગણજ પાસેના પાર્ટી પ્લોટમાં આયોજીત આ ગરબામાં અનેક આકર્ષણ ઊભા કરવામાં આવ્યા છે. અનેક સેલ્ફી પોઇન્ટ ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કરી રહ્યા છે.

નવરાત્રીના આઠમા દિવસે અહીં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા. લોકોએ પરિવાર સાથે મન મુકીને ગરબાની મજા માણી હતી.