AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snowfall Video : લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં સિઝનની પ્રથમ ભારે બરફવર્ષા, ઠંડીમાં વધારો

Snowfall Video : લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં સિઝનની પ્રથમ ભારે બરફવર્ષા, ઠંડીમાં વધારો

| Updated on: Nov 13, 2026 | 5:37 PM
Share

દેશના પહાડી વિસ્તારો લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં સિઝનની પ્રથમ ભારે બરફવર્ષા થઈ છે. દ્રાસ, ઝોજિલા અને લાહૌલ-સ્પીતિ સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે, જે મનમોહક દૃશ્યો સર્જી રહ્યા છે.

દેશના પહાડી વિસ્તારોમાં હવામાનનો મિજાજ અચાનક બદલાયો છે. જમ્મુ-કાશ્મીરથી લઈને લદ્દાખ અને હિમાચલ પ્રદેશ સુધી સિઝનની પહેલી ભારે બરફવર્ષાએ સમગ્ર વિસ્તારને સફેદ ચાદરથી ઢાંકી દીધો છે. આ અદભૂત હિમવર્ષાની તસવીરો જોતા એવું લાગે છે કે જાણે ધરતી પર સફેદ સ્વર્ગ ઊતરી આવ્યું હોય.

લદ્દાખના દ્રાસમાં સિઝનની પહેલી ભારે હિમવર્ષા નોંધાઈ છે, જ્યારે ઝોજિલાના ઊંચા વિસ્તારો પણ બરફના થરથી ઢંકાઈ ગયા છે. હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિમાં પણ ભારે હિમવર્ષાને કારણે રસ્તાઓ, મકાનો અને પહાડો બરફથી છવાઈ ગયા છે. જમ્મુ-કાશ્મીરના ડોડા, કુપવાડા અને માછિલ ઘાટીમાં પણ બરફવર્ષાએ નયનરમ્ય નજારો સર્જ્યો છે.

જોકે, આ સુંદર હિમવર્ષાની સાથે સ્થાનિકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. કુપવાડાના અનેક રસ્તાઓ પર બરફના થર જામી જતાં વાહનવ્યવહારને અસર પહોંચી છે. 109 આરસીસી બીકન દ્વારા બરફ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના અનુમાન મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી ત્રણ દિવસ સુધી પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાનો માહોલ રહી શકે છે. ઉત્તરાખંડના ચારધામ વિસ્તારોમાં પણ હિમવર્ષાનું એલર્ટ આપવામાં આવ્યું છે. તાજી હિમવર્ષાને કારણે પહાડી પ્રદેશોમાં ઠંડીનો પ્રકોપ નોંધપાત્ર રીતે વધ્યો છે.

ચક્રવાતનો ખતરો ફરી મંડરાયો! 16 નવેમ્બરે વાવાઝોડું ત્રાટકવાની શક્યતા, અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">