ચારધામ યાત્રા અંગે સરકારે કડક નિર્ણય લીધો, પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓ હવે ચારધામ યાત્રા કરી શકશે નહીં
ઉત્તરાખંડમાં 30 એપ્રિલ 2025 થી શરૂ થનારી ચારધામ યાત્રા અંગે સરકારે કડક નિર્ણય લીધો છે. આ યાત્રામાં ભાગ લેવા પર પાકિસ્તાની હિન્દુઓને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.હવે પાકિસ્તાની હિન્દુઓ ચારધામ યાત્રા નહીં કરી શકે,

30 એપ્રિલ એટલે કે, 2 દિવસ બાદ ચારધામની યાત્રા શરુ થશે. ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં ભક્તોએ રજિસ્ટ્રેશન કર્યું છે. આ વખતે ચારધામ યાત્રા માટે અંદાજે 21 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કર્યું છે.

પહેલગામ હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની હિન્દુઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. એટલે કે,હવે પાકિસ્તાની હિન્દુઓ ચારધામ યાત્રા નહીં કરી શકે,

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પર્યટકો પર થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની હિંન્દુઓ માટે ચારધામની યાત્રામાં આવવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે. કેદારનાથ,બદ્રીનાથ,ગંગોત્રી અને યમુનોત્રી ધામની યાત્રા કરવા માટે પાકિસ્તાનથી અંદાજે 77 લોકએ રજિસ્ટ્રેશન કર્યું હતુ.

આ વખતે ચારધામની યાત્રા માટે યૂનાઈટેડ સ્ટેટ,નેપાલ અને મલેશિયાથી સૌથી વધારે ભક્તોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 30 એપ્રિલથી શરુ થઈ રહેલી ચારધામની યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો આંકડો 21 લાખને પાર થઈ ચૂક્યો છે.

જેમાં 24729 વિદેશી યાત્રિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આમાંથી પાકિસ્તાનથી કુલ 77 લોકએ ચારધામની યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પહેલગામમાં પર્યટકો પર થયેલા આતંકવાદી હુમલાથી આખા દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

કેન્દ્ર સરકારે પાકિસ્તાનથી આવનાર લોકોને વીઝા ન આપવાની સાથે ભારતમાં રહેતા પાકિસ્તાનના લોકોને 48 કલાકમાં પરત ફરી જવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં, 100 થી વધુ દેશોના લોકોએ ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. ચાર ધામ યાત્રાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
