ભૂપેન્દ્ર ઝાલાએ જ નહીં, આ લોકોએ પણ ભોળા ગુજરાતીઓને લોભામણી ઓફર આપીને કરોડો રુપિયા ખંખેરી લીધા હતા, જુઓ

ગુજરાતીમાં એક કહેવાત છે કે, જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે, આ કહેવતને, ગુજરાતના કૌંભાડીઓએ અનોખી રીતે અમલમાં મૂકી. રાજ્યમાં, ભોળા ગુજરાતીઓને લલચામણી ઓફર આપીને કરોડો રૂપિયા ખંખેરી લીધાના અનેક કિસ્સા બનેલા છે. આવા કિસ્સામાં, ચર્ચાસ્પદ બનેલ બનાવ અંગે જાણો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2024 | 2:52 PM
મૂળ સુરતના ઝહીર રાણાએ, કેટલાક વર્ષો પહેલા અમદાવાદ-સુરતના લોકોને છેતરામણી લાલચ આપીને રૂપિયા ખંખેરી લીધા હતા. એ સમયે ઝહીર રાણા સામે ગુજરાત સહીત કેન્દ્રીય તપાસ એજન્સીઓએ પણ તપાસ હાથ ધરીને નિર્દોષ અને ભોળા લોકોને છેતરનારા ઝહીર રાણાને, પોલીસે જેલના સળીયા પાછળ ધકેલ્યો હતો.

1 / 5
લોકોને એકના ડબલ અને એક કા તીન કરવાની લાલચ આપીને અશોક જાડેજા ઊર્ફે માડીએ પણ અનેક લોકોને છેતર્યા હતા. અશોક જાડેજાએ ધાર્મિક અને આસ્થાળુઓને નિશાન બનાવ્યા હતા. એક કા તીન કરવાની લાલચ આપીને અશોક જાડેજાએ લોકો પાસેથી કરોડો રૂપિયા ઉધરાવી લીધા હતા. જેના કારણે તેને જેલમાં જવાનો પણ વારો આવ્યો હતો.

2 / 5
અમદાવાદના વિનય શાહે પણ અનેક સ્કીમ દ્વારા અમદાવાદીઓને છેતર્યા હતા. ટૂંકા ગાળામાં વધુ રુપિયા કમાવવા માટે રોકાણ કરનારાઓને લાગ્યુ કે તેઓ છેતરાયા છે ત્યારે પોલીસ ફરિયાદ કરાઈ. જો કે વિનય શાહ ગુજરાત-ભારત છોડીને નેપાળ ભાગી ગયો હતો. જ્યા નેપાળ પોલીસે તેની ધરપકડ કરી હતી.

3 / 5
અરવલ્લીના ભૂપેન્દ્ર ઝાલા જે BZ ના નામે ઓળખાય છે અને આ નામે તેણે અનેક લોકોને સ્કીમમાં રોકાણ કરવાની લાલચ આપીને છેતર્યા. ભૂપેન્દ્ર ઝાલા હજુ પોલીસ પકડથી દૂર છે. જ્યારે પકડાશે ત્યારે કેટલા કરોડની છેતરપિંડી આચરી છે તેનો ચોક્કસ આંકડો સામે આવશે અત્યારે તો આ કૌંભાડ કરોડો રૂપિયાનુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

4 / 5
ગુજરાતમાં આ પ્રકારે છેતરનારાઓથી સાવધાન રહેવા માટે ગુજરાત પોલીસ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અવારનવાર જાગૃતિના કાર્યક્રમો યોજતા રહે છે. લોકોને જાહેર માધ્યમો દ્વારા અવગત પણ કરાવતા રહે છે. પરંતુ થોડાક સમયમાં વધુ કમાવવાની લાલચે, અનેક લોકો તેમની મહામૂડીથી હાથ ધોઈ નાખે છે. લેભાગુ તત્વો લોકોના ભોળપણનો ગેરલાભ લઈને લોકોના રૂપિયા ખંખેરીને છૂમંતર થઈ જતા હોય છે. આવા તત્વોથી સૌ કોઈએ સાવધાન રહેવું જોઈએ જ્યાં પણ શંકસ્પદ લાગે ત્યાં પોલીસ કે અન્ય તપાસ એજન્સીનું ધ્યાન દોરવું જરૂરી છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">