AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ન તો પગાર મળે છે અને ન તો કોઈ કામ થાય છે, તેમ છતાંય લોકો ઓફિસ જાય છે; જાણો આની પાછળનું ચોંકવાનારું રહસ્ય

હાલની તારીખમાં યુવાનો નોકરીની શોધમાં આમ-તેમ ભટકતા હોય છે અને સારો પગાર મળે તેવી આશા રાખે છે. એવામાં ચાલો જાણીએ કે, એવી તો કઈ જગ્યા છે કે જ્યાં લોકો વગર પગારે કામ કરે છે....

| Updated on: Aug 12, 2025 | 4:43 PM
Share
દેશ અને દુનિયામાં બેરોજગારી એટલી વધી રહી છે કે, લોકો કંઈ પણ કરવા તૈયાર છે. આવું એટલા માટે કેમ કે, હાલની તારીખમાં નકલી ઓફિસનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે.

1 / 8
સામાન્ય રીતે એજ્યુકેશન પૂર્ણ થાય પછી લોકો નોકરી શોધવાનું શરૂ કરે છે. લોકોને આશા હોય છે કે, એજ્યુકેશન પૂર્ણ કર્યા બાદ સારા પગાર ધોરણે નોકરી મળશે.

2 / 8
હવે તમે વિચાર કરો કે, તમને પગાર વગર કામ કરવું પડે છે અને એમાંય તમે બોસને કામ માટેના પૈસા ચૂકવી રહ્યા છો. તમને લાગશે, આ શક્ય કેવી રીતે છે? હા, જાણીને આશ્ચર્ય થશે કે આ વાત સાચી છે.

3 / 8
ચીનમાં નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. આવી સ્થિતિમાં, લોકો ઘરે બેસી રહેવા કરતાં પૈસા ચૂકવીને ઓફિસ જવાનું પસંદ કરે છે. ચીનની સુસ્ત અર્થવ્યવસ્થા અને જોબ માર્કેટને કારણે આ વલણ વધ્યું છે. ચીનમાં કેટલાક યુવાનો અને નોકરી શોધનારાઓ પૈસા ચૂકવીને નકલી ઓફિસમાં કામ કરવાનું નાટક કરે છે.

4 / 8
આટલું જ નહીં, ઓફિસમાં કમ્પ્યુટર, ઇન્ટરનેટ, મીટિંગ રૂમ અને ચા-કોફીની સુવિધા પણ આપવામાં આવે છે. આ નકલી નોકરીનો હેતુ ફક્ત સમય પસાર કરવાનો નથી પરંતુ પોતાને એક દિનચર્યામાં રાખવાનો છે.

5 / 8
આના માટે લોકો દરરોજ 30-50 યુઆન (300-500 રૂપિયા) ચૂકવે છે અને પછી ઓફિસમાં બેસે છે. કેટલાક લોકો ત્યાં બેસીને નોકરી શોધે છે, જ્યારે કેટલાક લોકો તેમના પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. ચીનમાં એટલી બધી બેરોજગારી છે કે, નકલી ઓફિસમાં કામ કરવા માટે પૈસા ચૂકવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

6 / 8
આ બિઝનેસ ચીનના ઘણા મોટા શહેરોમાં જોવા મળી રહ્યો છે. આમાં શાંઘાઈ, શેનઝેન, વુહાન, નાનજિંગ, ચેંગડુ અને કુનમિંગ જેવા શહેરોનો સમાવેશ થાય છે. કેટલાક લોકો અહીં નોકરી શોધવા આવે છે, જ્યારે કેટલાક તેમના સ્ટાર્ટઅપ આઇડિયા પર કામ કરવા આવે છે.

7 / 8
રસપ્રદ વાત એ છે કે, આવી કંપનીઓમાં આવતા 40% લોકો ગ્રેજ્યુએટ થયેલા હોય છે અને ઇન્ટર્નશિપ કરી રહ્યા છે તેવું બતાવવા તેમના ફોટા ક્લિક કરાવે છે. બાકીના 60% લોકોમાંથી મોટાભાગના ફ્રીલાન્સર્સ અને ડિજિટલ નોમાડ (એવી વ્યક્તિ કે જે તેમની પસંદગીના સ્થળોએ ઓનલાઇન કામ કરી શકે) હોય છે.

8 / 8

જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">