ગુજરાતના 10 હજારથી વધુ ડોક્ટરો હડતાલ પર, ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ પર અસર

અમારી માગણીઓ વ્યાજબી હોવા છતાં તેનો ઉકેલ નથી લાવવામાં આવ્યો. અગાઉ પાડેલી હડતાળ બાદ ખાતરી અને આશ્વાસન આપવા છતાં માગ નહીં સંતોષતા ડૉકટર્સે ફરી હડતાળનું હથિયાર પસંદ કર્યું છે.

Apr 04, 2022 | 3:34 PM
Tauseef Malik

| Edited By: Om Prakash Sharma

Apr 04, 2022 | 3:34 PM

રાજ્યની સરકારી હોસ્પિટલોના તબીબો ફરી હડતાળનું શસ્ત્ર ઉગામશે,પોતાની વિવિધ પડતર માંગોને લઇ આવતીકાલથી રાજ્યની સરકારી હોસ્પિટલોના એક સાથે 10 હજાર કરતાં વધુ તબીબો હડતાળ પર જશે.

1 / 7
ડોક્ટરોની અલગ અલગ માંગણી એડહોકસેવાઓ સળંગ કરવામાં આવે. છેલ્લા 12 વર્ષથી બઢતી કરવામાં આવી નથી, તે બઢતી તાત્કાલિક આપવામાં આવે. રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં 400 પોસ્ટ ખાલી છે તેની સામે 800 મેડિકલ પ્રોફેસર છે, જેમને બઢતી આપી ખાલી 400 પોસ્ટ ભરવામાં આવે.

2 / 7
 16 મેના સરકારના ઠરાવ પ્રમાણે નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ,પગારની મહત્તમ મર્યાદા અને પર્સનલ પે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવેલો પરંતુ આ માંગણીઓનો ઠરાવ  22 નવેમ્બરે રદ કરવામાં આવ્યો છે તેને ફરી અમલમાં લાવવામાં આવે.

3 / 7
રિટાયર્ડ થયેલા તબીબી શિક્ષકોને તાત્કાલિક પેન્શન આપવામાં આવે. તબીબોની કોન્ટ્રાક ભરતી બંધ કરી કાયમી ભરતી કરવામાં આવે. થોડા સમય પહેલાં સરકારે આપેલી બાહેધરીઓ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે

4 / 7
ડોક્ટરોની હડતાળને કારણે સરકારી હોસ્પિટલોમાં તમામ સેવાઓ ખોરવાશે. ઉલ્લેખનીય છે કે, એક મુદ્દાઓને લઇને ત્રીજી વખત તબીબો હડતાળ કરશે. આ અંગે હડતાળને લઈને ગુજરાત મેડિકલ ટીચર્સ એસો.ના પ્રમુખ ડૉ. રજનીશ પટેલે નિવેદન આપ્યું હતું કે, અમારો ભરોસો સરકાર પરથી તૂટી ગયો છે, હવે અમે હડતાળ કરીશું, વારંવાર રજૂઆત છતાં સરકારે અમારી વાત ન સાંભળી, નાણાં વિભાગના અધિકારીને કારણે ડોક્ટરો અને સરકાર સામસામે આવશે.

5 / 7
બીજી તરફ ડોક્ટરોની હડતાળને પગલે સિવિલમાં ઇમરજન્સી સેવામાં દર્દીઓને કોઇ તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા ઉભી કરાઇ છે. સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ રાકેશ જોશીએ કહ્યું કે દર્દીઓને તકલીફ ન પડે તે માટે કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડોક્ટરોને ખડેપગે રહેવા સૂચના આપી છે.

6 / 7
રેસીડેન્સ ડોકેટર, AMCના ડૉક્ટર હડતાળમાં નહીં જોડાય હડતાળ દરમિયાન લોકો AMCની હોસ્પિટલમાં સારવાર મેળવી શકશે. ( Photos By- Tauseef Malik, Edited By- Omprakash Sharma)

7 / 7

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati