ચંદ્ર પર મળ્યો શાહરુખ ખાનના નામનો ખાડો ! તમે બરાબર વાંચ્યુ, જાણો ચંદ્રના ખાડાઓની રસપ્રદ વાતો

Moon Crater Named After Indian : પૃથ્વી પરથી સફેદ ચમકતા દેખાતા ચાંદામામાની નજીકની તસવીર હાલમાં ચંદ્રયાન 3 દ્વારા ઈસરોએ શેયર કરી હતી. આ તસવીરમાં ચંદ્ર પર અનેક ખાડા જોવા મળ્યા. તમને જાણીને નવાઈ લાગશે કે તેમાંથી ઘણા ખાડાના નામ ભારતીયોના નામ પર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 5:43 PM
ભારત સહિત દુનિયાભરમાં બોલિવૂડ કિંગ શાહરુખ ખાનના કરોડો ફેન્સ છે. 2009માં શાહરુખ ખાનના 44માં જન્મ દિવસ પર Moon's Sea of Tranquillity સંસ્થા દ્વારા તેના માનમાં ચંદ્રના એક ખાડાનું નામ  S R Khan રાખવામાં આવ્યું હતુ. તે આ સન્માન મેળવનાર પહેલો બોલિવૂડ સ્ટાર હતો. (PC - NASA)

1 / 7
 2020માં ચંદ્રયાન 2 દ્વારા ચંદ્રના ખાડાને ફોટો શેયર કરવામાં આવ્યો હતો. ગુજરાતી વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના જન્મ સતાબ્દી નિમિત્તે સરકારે આ ખાડાને સારાભાઈનું નામ આપ્યું હતુ. સારાભાઈ ક્રેટર એ ખાડાથી લગભગ 250 થી 300 કિલોમીટર પૂર્વમાં છે જ્યાં એપોલો 17 અને લુના 21 મિશન ઉતર્યા હતા. સારાભાઈ ક્રેટરની 3D ઈમેજ દર્શાવે છે કે તે ઉપરની ધારથી લગભગ 1.7 કિલોમીટર ઊંડે છે . (PC - ISRO)

2 / 7
ભારતના પરમાણુ ભૌતિકશાસ્ત્રના પ્રણેતા હોમી ભાભાના નામ પર ચંદ્ર પર ખાડો છે. આ ખાડો સુભાષચંદ્ર બોઝના ખાડાની નજીક ચંદ્રના દક્ષિણ ભાગમાં સ્થિત છે. (PC - Wikipedia)

3 / 7
સર ચંદ્રશેખર વેંકટ રમન એક ભારતીય ભૌતિકશાસ્ત્રી હતા જે પ્રકાશ સ્કેટરિંગના ક્ષેત્રમાં તેમના કાર્ય માટે જાણીતા હતા. તેમના નામ પર ચંદ્રના પશ્ચિમ વિસ્તારમાં ખાડો છે. (PC - Wikipedia)

4 / 7
સર જગદીશ ચંદ્ર બોઝના નામ પર ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં બોઝ નામનો ખાડો સ્થિત છે. તેના ભાભાના ખાડાથી ઉત્તર પશ્ચિમમાં સ્થિત છે. (PC - Wikipedia)

5 / 7
ભારતીય ભૌતિકશાસ્ત્રી, આયોનોસ્ફિયર અને રેડિયોફિઝિક્સના ક્ષેત્રમાં અગ્રણી એવા સિસિર કુમાર મિત્રાના નામ પર ચંદ્રના પશ્ચિમી બાહ્ય કિનાર પર 'મિત્રા' નામનો ખાડો છે. મિત્રાની પશ્ચિમે બ્રેડીખિન છે અને દક્ષિણ-દક્ષિણપૂર્વમાં હેન્યે આવેલું છે.(PC - Wikipedia)

6 / 7
સાહા એ ચંદ્રના પૂર્વીય ભાગમાં આવેલો ખાડો છે. ભારતીય ખગોળ ભૌતિકશાસ્ત્રી મેઘનાદ સાહાના નામ પરથી આ ખાડાનું નામ આપવામાં આવ્યું હતુ. (PC - Wikipedia)

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">