Business Idea: આ તે વળી કેવો બિઝનેસ કે જેમાં કુલ રોકાણ ₹35,000નું અને દર મહિનાની કમાણી ₹50,000?
જો તમે નવો વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા હોવ અને ઓછા રોકાણમાં મજબૂત આવક મેળવવા માંગતા હોવ તો ઇડલી-ઢોસા બ્રેકફાસ્ટ સ્ટોલ તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

આજના યુગમાં સાઉથ ઇન્ડિયન ખોરાક ખાસ કરીને ઈડલી અને ઢોસાની લોકપ્રિયતા ખૂબ વધી રહી છે. આ ખોરાક હળવો, સ્વાદિષ્ટ અને પાચન માટે હિતાવહ હોય છે. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે સૌથી પહેલા યોગ્ય સ્થળ પસંદ કરવું પડશે.

સ્કૂલ, કોલેજ, ઓફિસ, હોસ્પિટલ કે બસ સ્ટેન્ડ જેવી જગ્યા પર આ બિઝનેસ તમે શરૂ કરી શકો છો અને તગડો નફો કમાઈ શકો છે. જો તમે ઇડલી અને ઢોસા બનાવવામાં અનુભવ નથી ધરાવતા તો કૂકિંગ ક્લાસ અથવા YouTube ચેનલ જેમ કે Hebbars Kitchen, Village Cooking Channel વગેરેના થકી ઇડલી અને ઢોસા બનાવતા શીખી શકો છો.

આ બિઝનેસ માટે મુખ્ય સાધનોમાં તમને ઢોસા તવા, ઈડલી સ્ટીમર, મિક્સર, ચુલો અને ગેસ, વાસણો વગેરેની જરૂર પડશે. આનો કુલ અંદાજીત ખર્ચ ₹35,000થી ₹55,000 જેટલો થઈ શકે છે.

જો તમે રોજની લગભગ 60-70 પ્લેટ વેચી શકો છો, તો રોજના ₹2000 સુધીની આવક અને મહિને આશરે ₹50,000 સુધીની કમાણી કરી શકો છો. આ બિઝનેસમાં તમને ચોખ્ખો ₹30,000 સુધીનો નફો મળશે.

આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે FSSAI ફૂડ લાઈસન્સ, સ્થાનિક મ્યુનિસિપાલિટીની પરમિશન અને જો જરૂરી હોય તો ગેસ લાઈસન્સ પણ મેળવવું પડશે. આ બિઝનેસમાં તમારે ખાલી સવારના 2 થી 3 કલાક જ આપવાના રહેશે. કેમ કે, ઇડલી-ઢોસાનો બિઝનેસ સવારમાં જ ઝડપી ગતિ પકડે છે.

માર્કેટિંગ માટે તમે બેનર, પેમ્પલેટ, Google Location પર રજિસ્ટ્રેશન અને WhatsApp/Instagram જેવા સોશિયલ મિડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો. જો તમે બિઝનેસમાં નવા છો તો પહેલા નાની સ્કેલ પર ધંધો શરૂ કરો. નાના મેનૂ સાથે બિઝનેસની શરૂઆત કરો અને ધીરે ધીરે ગ્રાહકોના રિસ્પોન્સને આધારે મેનૂ વધારતા જાઓ.

બિઝનેસની સફળતા માટે શ્રેષ્ઠ સ્વાદ, ટેબલની સાફસફાઇ અને ગ્રાહક સર્વિસ પર વધારે ધ્યાન આપો. જો તમારો ખોરાક તાજો અને સ્વાદિષ્ટ હશે તો ગ્રાહક ઓટોમેટિક ફરીથી તમારી પાસે આવશે. ટૂંકમાં, ઓછી મૂડીમાં આ વ્યવસાય તમને સરસ આવક આપી શકે છે.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.






































































