ભગવાન રામજીની જન્મ કુંડળી છે અહીં સાક્ષાત, પથ્થર પર કોતરાયેલી કુંડળીની જાણો ખાસિયત

રાજકોટ શહેરનું અને સૌરાષ્ટ્ર અને ગુજરાતનું કદાચ આ પ્રથમ મંદિર હશે કે જ્યાં ભગવાન શ્રીરામજીની જન્મ કુંડળી છે. આ જન્મ કુંડળી ખાસ અને વિશેષ પથ્થરમાંથી બનાવવામાં આવી છે.

Bhavesh Lashkari
| Edited By: | Updated on: Jan 18, 2024 | 2:48 PM
રાજકોટ શહેરમાં આમ્રપાલી બ્રિજ પાસે આવેલ એક મંદિર છે જ્યાં ખુદ ભગવાન પ્રભુ શ્રીરામની જન્મકુંડળી છે. પ્રભુ શ્રીરામની જન્મ કુંડળીમાં કયા ગ્રહો એ કેવી રીતે ભાગ ભજવ્યો, જેથી તે ભગવાન રામ રાજા પણ થઈ શક્યા. આ જન્મ કુંડળીમાં ભગવાનને શા માટે વનવાસ કરવો પડ્યો તે ગ્રહોની દશા પણ દર્શાવાય છે.

1 / 5
માણસના જીવનમાં કયા ગ્રહોનો કેટલો પ્રભાવ છે. તે પણ જ્યોતિષના આધારે જાણી શકાય છે. ત્યારે ખુદ ભગવાન શ્રીરામના જીવનમાં પણ અલગ અલગ ગ્રહોની દશાએ અલગ અલગ ભાગ ભજવ્યો છે.

2 / 5
આ મંદિરના પૂજારી અને સેવક સાથેની વાત કરતા આ ગ્રહોની દશા વિશે જણાવતા કહ્યું હતું કે ચંદ્રનો યોગ છે તેમાં જે લગ્નના સ્થાનમાં એટલે કે પહેલા સ્થાનમાં ગુરુ અને ચંદ્રનો યોગ છે ગુરુ તથા તેમજ 10માં સ્થાનમાં સૂર્ય છે. જે રાજ યોગ છે. ભગવાન પ્રભુ શ્રીરામ રાજા બન્યા હતા.

3 / 5
બીજું કે રાહુ છે એ પરાક્રમના સ્થાનમાં પડ્યો હોવાથી ત્રીજા સ્થાનમાં એને હિસાબે પોતાનું પરાક્રમ પ્રગટ કરવા માટે એમને વનવાસ પણ જવુ પડ્યુ હતું. વનવાસ જવાનું કારણ રાક્ષસોનો નાશ કરવાનું પણ હતું. રાક્ષસોનો નાશ કરવા માટે પરાક્રમી હોવું જોઈએ એટલે પ્રભુ શ્રીરામજી ત્યાં જવું પડ્યું છે અને એને હિસાબે એમના જીવનમાં આ વનવાસ આવ્યો હતો. અન્ય ગ્રહોની સ્થિતિ પણ ખૂબ જ એના ભાગ્યવાન દર્શાવે છે.

4 / 5
ભગવાનની જન્મ કુંડળી વિશે મંદિરનાં મહંત યોગેન્દ્રનાથપુરી બાપુ જણાવ્યું હતું કે આ મંદિર 50 વર્ષ જેટલું જુનુ છે. એમને એક એવો વિચાર આવ્યો કે આ રામમંદિર હોવાથી અહીં પ્રભુ શ્રીરામ ભગવાનની કુંડળી હોવી જોઈએ. જેથી શાસ્ત્રો તેમજ પુરાણોની મદદથી શ્રીરામ ભગવાનની કુંડળી મઢાવવામાં આવી છે. આ કુંડળી ગણેશશાસ્ત્રમાં છે. જેથી શાસ્ત્રમાં જોઈને આ કુંડળી બનાવવામાં આવી છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">