દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પરંતુ દારુ બનાવતી કંપનીઓના શેર તમારા ખિસ્સા માટે છે ફાયદાકારક
બધા જાણે જ છે કે દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પરંતુ જો તમે દારુ બનાવતી આ કંપનીઓના શેર ખરીદશો તો તમને ફાયદો થઈ શકે છે, ત્યારે આ લેખમાં અમે તમને દારૂ બનાવતી શેર બજારમાં લિસ્ટેડ 19 કંપનીઓ વિશે જણાવીશું કે જેમની શેર બજારમાં શું સ્થિતિ છે.

સૌથી પહેલા વાત કરીએ, United Spiritsની તો આ કંપની ભારતમાં આવેલી દેશની અગ્રણી બેવરેજ આલ્કોહોલ કંપની છે. કંપની જોની વોકર, બ્લેક ડોગ, બ્લેક એન્ડ વ્હાઇટ, સિગ્નેચર, રોયલ ચેલેન્જ, મેકડોવેલ નંબર 1, સ્મિર્નોફ અને કેપ્ટન મોર્ગન જેવી પ્રીમિયમ બ્રાન્ડ્સનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ કરે છે. કંપનીના શેરની વાત કરીએ તો, આ કંપનીએ છેલ્લા 6 મહિનામાં જ 7.30 ટકાનું રિટર્ન આપ્યું છે. 14 ઓગસ્ટે માર્કેટ બંધ થયું ત્યારે શેરની કિંમત 1403 રૂપિયા હતી.

United Breweries Limited : આ કંપની બીયર અને નોન-આલ્કોહોલિક પીણાંના ઉત્પાદન અને વેચાણના વ્યવસાયમાં સંકળાયેલ છે. કંપનીએ છેલ્લા એક વર્ષમાં 22.87 ટકા રિટર્ન આપ્યું છે. 14 ઓગસ્ટે માર્કેટ બંધ થયું ત્યારે આ કંપનીનો શેર 1901 પર બંધ થયો હતો.

Radico Khaitan Ltd : વર્ષ 1943માં સ્થાપિત આ કંપની ભારતમાં સૌથી વધુ માન્યતા પ્રાપ્ત ભારતીય બનાવટની વિદેશી દારૂ બ્રાન્ડ્સમાંની એક છે. આ કંપનીના શેરની વાત કરીએ તો, છેલ્લા એક વર્ષમાં આ કંપનીએ લગભગ 400 ટકા રિટર્ન આપ્યું છે. 14 ઓગસ્ટે માર્કેટ બંધ થયું ત્યારે આ કંપનીનો શેર 1646 પર બંધ થયો હતો.

Piccadily Agro Industries : વર્ષ 1994માં સ્થાપિત આ કંપની ડિસ્ટિલરી અને ખાંડ મેન્યુફેક્ચરિંગ કંપની છે. આ કંપની ડિસ્ટિલરી પ્રોડક્ટ્સ જેવી કે દારૂ, માલ્ટ, કાર્બન ડાયોક્સાઇડ ગેસ અને ઇથેનોલનું ઉત્પાદન કરે છે. શેરની વાત કરીએ, તો આ કંપનીએ છેલ્લા એક વર્ષમાં 700 ટકા રિટર્ન આપ્યું છે.

India Glycols Ltd : આ કંપની વ્હિસ્કી, વોડકા અને રમ સેગમેન્ટ, બ્રાન્ડેડ કન્ટ્રી લિકર અને એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ (ENA)માં ભારતીય ઉત્પાદિત વિદેશી દારૂનું ઉત્પાદન કરે છે. કંપનીના શેરની વાત કરીએ તો, 14 ઓગસ્ટે માર્કેટ બંધ થયું ત્યારે શેરની કિંમત 1289 રૂપિયા હતી. કંપનીએ છેલ્લા એક વર્ષમાં 79 ટકા રિટર્ન આપ્યું છે.

Globus Spirits : 1992માં સ્થપાયેલી આ કંપની મુખ્યત્વે ભારતીય બનાવટના ભારતીય દારૂ, ભારતીય બનાવટ વિદેશી દારૂ, બલ્ક આલ્કોહોલ હેન્ડ સેનિટાઇઝર અને ફ્રેન્ચાઇઝ બોટલિંગના ઉત્પાદન અને વેચાણના વ્યવસાયમાં સંકળાયેલી છે. કંપનીના શેરની વાત કરીએ તો, છેલ્લા 5 વર્ષમાં 749 ટકા રિટર્ન આપ્યું છે.

Tilaknagar Industries Ltd : આ કંપની મુખ્યત્વે ભારતીય બનાવટના વિદેશી દારૂના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલી છે. કંપની ભારતની સૌથી વધુ વેચાતી પ્રીમિયમ બ્રાન્ડી, મેન્શન હાઉસ બ્રાન્ડીની નિર્માતા છે. કંપનીના શેરની વાત કરીએ તો, છેલ્લા 5 વર્ષમાં 1714 ટકા રિટર્ન આપ્યું છે. 14 ઓગસ્ટે માર્કેટ બંધ થયું ત્યારે આ કંપનીનો શેર 236 પર બંધ થયો હતો.

Silver Oak : આ કંપની 1984માં સ્થાપવામાં આવી હતી. જે ભારતીય બનાવટના વિદેશી દારૂનું ઉત્પાદન કરે છે. કંપની વ્હિસ્કી, વોડકા, રમ, જિન અને ટેંગો જેવી દારૂની બ્રાન્ડોનું ઉત્પાદન કરે છે. કંપનીના શેરની વાત કરીએ તો, છેલ્લા 5 વર્ષમાં આ શેરે 561 ટકા રિટર્ન આપ્યું છે. 14 ઓગસ્ટે માર્કેટ બંધ થયું ત્યારે શેરની કિંમત 53.70 રૂપિયા હતી.

Ravikumar Distilleries Ltd : આ કંપની ભારતીય ઉત્પાદિત વિદેશી દારૂના ઉત્પાદન અને વેચાણના વ્યવસાયમાં સંકળાયેલી છે. કંપની વ્હિસ્કી, બ્રાન્ડી, રમ, વોડકા, જિન વગેરે જેવા હાઈ ક્વોલિટીવાળા દારૂના ઉત્પાદન અને વેચાણ કરે છે. તેના શેરની વાત કરીએ તો, છેલ્લા 5 વર્ષમાં 367 ટકાનું રિટર્ન આપ્યું છે. 14 ઓગસ્ટે માર્કેટ બંધ થયું ત્યારે શેરની કિંમત 31.56 રૂપિયા હતી.

Shri Gang Inds & Allied Products Ltd : 1989માં સ્થાપિત આ કંપની ખાદ્ય તેલ તેમજ દારૂનું ઉત્પાદન અને વેચાણ કરે છે. કંપનીના શેરની વાત કરીએ તો, 14 ઓગસ્ટે માર્કેટ બંધ થયું ત્યારે શેરની કિંમત 66.34 રૂપિયા હતી. જ્યારે આ કંપનીએ 5 વર્ષમાં 2347 ટકા રિટર્ન આપ્યું છે.

Piccadily Sugar & Allied Industries Ltd : 1993માં સ્થાપિત આ કંપની ખાંડ મિલો અને ડિસ્ટિલરી વ્યવસાયમાં સંકળાયેલી છે. આ કંપનીએ માત્ર એક વર્ષમાં જ 250 ટકા રિટર્ન આપ્યું છે. 14 ઓગસ્ટે માર્કેટ બંધ થયું ત્યારે શેરની કિંમત 71.90 રૂપિયા હતી.

આ ઉપરાંત દારૂ બનાવતી બીજી 8 કંપનીઓ છે, જેમણે રોકાણકારોને છેલ્લા એકથી લઈને 5 વર્ષમાં સારું વળતર આપ્યું છે. આ કંપનીઓમાં Sula Vineyards, G M Breweries, Assoc.Alcohols, Jagatjit Inds, Aurangabad Dist, IFB Agro Inds જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

