કાનુની સવાલ : જો ભાડુઆત ઘર ખાલી કરવાની ના પાડે છે તો શું કરવું? જલ્દી જાણી લો નિયમ
ઘણીવાર ભાડૂઆતો કરાર પૂરો થયા પછી પણ ઘર ખાલી કરતા નથી. આવી સ્થિતિમાં, મકાનમાલિકને સમજાતું નથી કે, તેણે શું કરવું જોઈએ. ચાલો જાણીએ કે જો ભાડૂઆત ઘર ખાલી કરવાની ના પાડે છે તો શું કરવું જોઈએ?

કોઈપણ મકાનમાલિકને ઘર ભાડે આપતા પહેલા અનેક વાતનું ધ્યાન રાખવું પડે છે. જો ઘર ભાડે આપતી વખતે અમુક વાતનું ધ્યાન રાખવામાં ન આવે તો મુસીબતનું કારણ બની શકે છે.

મકાન ભાડે આપતી વખતે ભાડુંઆત અને મકાનમાલિક વચ્ચે એગ્રીમેન્ટ સાઈન કરવામાં આવે છે. આને રેન્ટ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે. રેન્ટ એગ્રીમેન્ટ 11 મહિના સુધી ચાલે છે.

રેન્ટ એગ્રીમેન્ટમાં સામાન્ય રીતે ભાડાની રકમ,ભાડુઆત અને મકાનમાલિકનું નામ ઘરનું સરનામું અને રહેવાનો સમયગાળો ઉલ્લેખ હોય છે. આ ઉપરાંત, તેમાં કેટલીક શરતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો ભાડૂઆત ઘર ખાલી કરવાની ના પાડે તો શું થશે? ચાલો જાણીએ કે જો ભાડૂઆત ઘર ખાલી કરવાની ના પાડે તો શું કરવું જોઈએ?

ઘર ભાડે આપતા પહેલા રેન્ટ એગ્રીમેન્ટ કરવું ખુબ જરુરી છે. જો તમારો ભાડુઆત ઘર ખાલી કરવાની ના પાડે છે તો તમે કાનુનની મદદ લઈ શકો છો. આ માટે તમારે વકીલ સાતે વાત કરી તમારી સમસ્યા જણાવવાની રહેશે.

ત્યારબાદ તમારા વકીલ ભાડૂતને મકાન ખાલી કરાવવાની કાનૂની નોટિસ મોકલી શકે છે. આ નોટિસ પછી, ભાડૂતે 15 થી 30 દિવસની અંદર ઘર ખાલી કરવાનું રહેશે. જો તે છતાં પણ ઘર ખાલી ન કરે, તો તમે કોર્ટમાં કેસ દાખલ કરી શકો છો.

જો કાનુની નોટિસ મોકલ્યા બાદ ભાડુઆત ઘર ખાલી કરવાની ના પાડે છે. તો તમે કોર્ટમાં તેના વિરુદ્ધ રેન્ટ કંટ્રોલ એક્ટ મુજબ કેસ દાખલ કરી શકો છો. આ પ્રોસેસ બાદ તમે તમારું ઘર ભાડુઆત પાસેથી કોર્ટના ઓર્ડર મુજબ ખાલી કરાવી શકો છો.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic ,canva/insta)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.






































































