કાનુની સવાલ : દેશમાં એસિડ એટેક અંગે કાયદો શું કહે જાણો વિસ્તારથી
એસિડ અટેક ના 80% કેસ મહિલાઓના હોય છે. જેમાં આરોપી કોઈ બહારનું નહી પરંતુ પીડિતાનું ઓળખીતું, પ્રેમી,પતિ કે કોઈ દૂરના સંબંધી કે ફ્રેન્ડ અથવા પાડોશી પણ હોય શકે છે. તો ચાલો જોઈએ એસેડિ હુમલો કરવા પર કાનુન શું કહે છે.

ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 124 (1) હેઠળ, જો કોઈ વ્યક્તિ ઇરાદાપૂર્વક કોઈપણ પુરુષ કે સ્ત્રી પર એસિડ ફેંકે છે, જેનાથી તે વ્યક્તિને કાયમી અથવા આંશિક નુકસાન થાય છે, તો તેને ગંભીર ગુનો ગણવામાં આવશે.

ભારતમાં, એસિડ અટેક એક ગંભીર, બિન-જામીનપાત્ર ગુનો છે. જેમાં 10 વર્ષથી આજીવન કેદ અને ભારે દંડની સજા થઈ શકે છે. ભારતીય દંડ સંહિતાની કલમ 326A/326B (હવે ભારતીય દંડ સંહિતાની કલમ 124) હેઠળ, ગુનેગારે પીડિતાની તબીબી સારવારનો ખર્ચ પણ ચૂકવવો પડે છે.

એસિડ હુમલાના કેસોમાં કાનૂની જોગવાઈઓ વિશે વાત કરીએ તો. એસિડ અટેકથી પીડિત ઘાયલ થાય તો અંદાજે 10 વર્ષની સજા થઈ લઈ ઉંમર કેદની સજા થઈ શકે છે. તેમજ હુમલાનો પ્રયાસ કરવામાં આવે તો 5 થી 7 વર્ષની સજા થઈ શકે છે.

દંડ અને તબીબી ખર્ચ કોર્ટ દ્વારા લગાવવામાં આવેલ દંડ પીડિતને તબીબી સારવાર માટે સીધો આપવામાં આવે છે, જે તબીબી ખર્ચ મુજબ વાજબી હોવો જોઈએ.તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પીડિતાને તાત્કાલિક અને મફત સાવાર (પ્રાથમિક સારવાર અને દવા) પૂરી પાડવાની ફરજ પાડી છે. મનાઈ કરવાથી હોસ્પિટલ સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

વળતરની વાત કરવામાં આવે તો, સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર, પીડિતોને પુનર્વસન માટે વળતર (સામાન્ય રીતે 3 લાખ કે તેથી વધુ) આપવામાં આવે છે. એસિડ એટેકની ફરિયાદ પર પોલીસે તાત્કાલિક એફઆઈઆર નોંધવી પડશે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
