કાનુની સવાલ : ભાડાના મકાનમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા આ નિયમો જાણી લો, નહીં તો તમારે મોટી કિંમત ચૂકવવી પડશે
જ્યારે તમે કોઈ મકાન કે પ્રોપર્ટી ભાડા પર લો છો. તો તમારા અધિકારો શું હોય છે. તેના વિશે સૌથી પહેલા જાણી લેવું જરુરી છે. આને લઈ કેટલાક કાનુન પણ છે. ચાલો વિસ્તારથી જાણીએ.

ભાડાના ઘરમાં રહેતા લોકો હંમેશા આ ઘરને પોતાની પસંદ મુજબ બદલવા માંગતા હોય છે. પરંતુ ઘરમાં દરેક પ્રકારનો ફેરફાર કરવો કાનુની રુપે માન્ય નથી. ભાડુઆતને ઘરમાં કોઈ પણ ફેરફાર કરતા પહેલા આ નિયમો જાણી લેવા જોઈએ.

ભારતમાં ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એકટ 1882 મકાન-માલિકો અને ભાડુઆત બંનેના અધિકારો અને જવાબદારીઓ વિશે વાત કરે છે. આ કાનુન એ પણ બતાવે છે કે,કે ભાડાના સમયગાળા દરમિયાન ભાડૂઆત મિલકતમાં કેટલી હદ સુધી ફેરફાર કરી શકે છે.

આ કાયદાની કલમ 108 મુજબ, ભાડૂઆતો પાસેથી સામાન્ય રીતે તે જ સ્થિતિમાં ઘર પરત કરવાની અપેક્ષા રાખવામાં આવે છે જેમાં તેમને તે મળ્યું હતું.

કલમ 108(h) ભાડૂતોને લીઝ દરમિયાન સ્થાપિત કરેલા ફિક્સર અથવા ઇન્સ્ટોલેશનને દૂર કરવાની મંજૂરી આપે છે, જો ઘર છોડતા પહેલા મિલકતને તેની મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરે. ટુંકમાં જે પરિસ્થિતિમાં ઘર ભાડે રાખ્યું હોય તે રીતે પરત કરવું.

કામચલાઉ અને ઉલટાવી શકાય તેવા ફેરફારો સામાન્ય રીતે સ્વીકાર્ય છે. ભાડૂતો દિવાલ પર લગાવેલા ટેલિવિઝન, એર કન્ડીશનર, વોટર પ્યુરિફાયર, ગીઝર અને પડદા જેવી વસ્તુઓ ઇન્સ્ટોલ કરી શકે છે. ઘડિયાળો, અરીસાઓ, સરળતાથી દૂર કરી શકાય તેવા વોલપેપર અને પીલ-એન્ડ-સ્ટીક વોલ ડેકલ્સ જેવી સુશોભન વસ્તુઓ પણ સામાન્ય રીતે કરી શકો છે.

કેટલાક ફેરફારો માટે મકાનમાલિકની મંજૂરીની જરૂર પડી શકે છે. દિવાલોને ફરીથી રંગવા, ખાસ કરીને અલગ રંગમાં, એ એક મોટો ફેરફાર ગણી શકાય. તેવી જ રીતે, મોટા કાણા પાડવાથી સમસ્યા થઈ શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
