કાનુની સવાલ : જો તમે માતા-પિતાની સેવા નહીં કરો તો તમને મિલકત પણ નહીં મળે ! સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
ભારતમાં સંપત્તિ વિવાદ લાંબા સમયથી કોર્ટમાં પેન્ડિંગ છે, ખાસ કરીને માતાપિતા અને બાળકો વચ્ચે ઉદ્ભવતા વિવાદો. હવે સુપ્રીમ કોર્ટે આ દિશામાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેણે ફક્ત કાનૂની દિશા સ્પષ્ટ કરી નથી, પરંતુ કૌટુંબિક મૂલ્યો અને જવાબદારીઓને પણ મજબૂત બનાવી છે.

આ નિર્ણય દર્શાવે છે કે મિલકતનો અધિકાર ફક્ત કાયદાનો વિષય નથી, પરંતુ તેમાં નૈતિક જવાબદારીઓ પણ સામેલ છે.વૃદ્ધ માતાપિતાની સેવા કરવી હવે કાનૂની જવાબદારી બની ગઈ છે.સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, સંતાન તેના માતા-પિતાની અવગણના કરે છે અથવા તેમની સાથે દુર્વ્યવહાર કરે છે, તો તે મિલકતમાં પોતાનો અધિકાર ગુમાવી શકે છે.

કોર્ટે કહ્યું કે માતા-પિતાની સેવા કરવી અને તેમની સંભાળ રાખવી એ માત્ર નૈતિક જવાબદારી નથી, પરંતુ હવે તે કાનૂની ફરજ પણ છે. આ નિર્ણયને કૌટુંબિક સંતુલન જાળવવા તરફ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

આ નિર્ણયથી સ્પષ્ટ થયું કે, જો માતા-પિતા પોતાની સંપત્તિ બાળકોના નામે કરી દે છે. તો બાળકોની જવાબદારીઓ પૂર્ણ થતી નથી. જો સંતાન માતા-પિતાની સેવા કરવામાં અસફળ છે. તો માતા-પિતાને સંપત્તિ પરત લેવાનો અધિકાર રહેશે.આ જોગવાઈ એવા વૃદ્ધોને રક્ષણ આપે છે જેઓ ઘણીવાર તેમની મિલકત આપ્યા પછી ભોગ બને છે.

કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું કે, વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ કાયદો 2007નો ઉલ્લેખ કરતા કહ્યું કે, આના હેઠળ માતા પિતાએ આપેલી બાળકોને સંપત્તિ કાનુની રીતે પરત પણ લઈ શકે છે. જો સંતાન તેની સેવા કરવામાં અસફળ રહે છે તો.આ કાયદો વૃદ્ધોને તેમના અધિકારો માટે લડવા માટે કાનૂની અધિકાર પુરા પાડે છે અને તેમના બાળકો દ્વારા તેમને અવગણનાથી રક્ષણ આપે છે.

આ ચુકાદો દર્શાવે છે કે મિલકતનો અધિકાર ફક્ત વારસાગત અથવા કાનૂની અધિકાર નથી, પરંતુ ફરજો સાથે જોડાયેલો અધિકાર છે. માતાપિતાએ તેમના જીવનનો મોટાભાગનો સમય બાળકોના ઉછેર માટે સમર્પિત કર્યો છે, અને વૃદ્ધાવસ્થામાં તેમની પાસેથી આદર અને સંભાળની અપેક્ષા રાખવી એ તેમનો અધિકાર છે.

આ નિર્ણયથી એ લાખો વુદ્ધને રાહત છે. જે પોતાના સંતાનની ઉપેક્ષા અને દુવ્યવ્હારનો શિકાર બન્યા છે. સાથે એ બાળકોને પણ સ્પષ્ટ સંદેશ છે કે, માત્ર સંપત્તિ મેળવવા રુચિ રાખવાની જવાબદારી નથી પરંતુ તેના કર્તવ્યોને નિભાવવા પણ જરુરી છે. બાકી સંપત્તિના અધિકારથી વંચિત પણ રહી શકે છે.

તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
