AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : નાર્કો ટેસ્ટ શું છે, અને કાનુની રીતે કેટલો માન્ય છે જાણો

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનો નાર્કો કરવામાં આવશે. આરોપી ગણેશ જાડેજાએ પણ નાર્કો ટેસ્ટ કરવા માટે પોતાની સહમતી દર્શાવી છે. નાર્કો ટેસ્ટ શું છે, તેની સમગ્ર પ્રક્રિયા શું છે તે વિશે વિસ્તારથી જાણો.

| Updated on: Dec 11, 2025 | 7:13 AM
Share
નાર્કો ટેસ્ટનો ઉપયોગ ગુનેગારો પાસેથી સત્ય બોલાવવા માટે કરવામાં આવે છે. તો આજે આપણે આખી પ્રકિયા વિશે જાણીશું તેમજ તે કઈ રીતે કામ કરે છે. અને તે કાયદેસર કેટલું યોગ્ય છે.ભારતમાં કાનૂની અને બંધારણીય પાસાઓ વિસ્તારથી જાણો.

1 / 10
તમને જણાવી દઈએ કે રાજસ્થાનના યુવક રાજકુમાર જાટની હત્યા ગણેશ જાડેજાએ કરી હોવાનો મૃતક યુવકના પિતાએ આરોપ લગાવ્યો છે. ત્યારે આ કેસના તપાસ ગુજરાત હાઈકોર્ટે સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુને સોંપવા આદેશ કર્યો છે. હાલ આ કેસની તપાસ પ્રેમસુખ ડેલુ અને DySP જે.ડી પુરોહિત કરી રહ્યા છે. ત્યારે પ્રેમસુખ ડેલુએ કોર્ટમાં ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવાની માગ કરી હતી.

2 / 10
આ ટેસ્ટ સૌપ્રથમ 1922માં ટેક્સાસના પ્રસૂતિ રોગ વિશેષજ્ઞ ડૉ. રોબર્ટ હાઉસ દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાં કરવામાં આવ્યો હતો. ડૉક્ટરે બે કેદીઓ પર સ્કોપોલામાઇન નામની દવાનો ઉપયોગ કર્યો હતો. જેથી તે જોઈ શકે કે, શું તે તેમને સત્ય કહેવા માટે મજબૂર કરી શકે છે.

3 / 10
તો પહેલા તો આપણે જાણીએ કે, નાર્કો ટેસ્ટ શું છે. તો નાર્કો ટેસ્ટમાં સૌથી પહેલા વ્યક્તિને દવા ઈન્જેક્શન દ્વારા વ્યક્તિના શરીરમાં પહોંચાડવામાં આવે છે. દવાની માત્રા વ્યક્તિની ઉંમર, જેન્ડર, હેલ્થ તેમજ શારીરિક સ્થિતિ ઉપર નિર્ભર રહે છે. આ ટેસ્ટ એક નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવે છે.જેમાં એનેસ્થેસિયોલોજિસ્ટ, મનોચિકિત્સક, ક્લિનિકલ અથવા ફોરેન્સિક મનોવિજ્ઞાની અને વ્યક્તિની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે તબીબી સ્ટાફનો સમાવેશ થાય છે.

4 / 10
એકવાર વ્યક્તિ બેભાન જેવી સ્થિતિમાં આવી જાય, પછી ડૉક્ટર પ્રશ્નો પૂછવાનું શરૂ કરે છે. આખી પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવે છે.આવું એટલા માટે કારણ કે,આખી પ્રકિયા દરમિયાન વ્યક્તિ કેટલીક એવી જાણકારી આપી શકે છે. જે ફિલ્ટર વગરની સત્ય હોય છે જે સામે આવી શકે છે. અને ઘટનાનો ભેદ ઉકેલી શકાય છે.

5 / 10
ભારતમાં કોઈ પણ વ્યક્તિને નાર્કો ટેસ્ટ કરાવવા માટે દબાણ કરી શકાતું નથી. આમ કરવાથી ભારતીય બંધારણની કલમ 20(3)નું ઉલ્લંઘન થાય છે. વધુમાં, આ ટેસ્ટ ફક્ત વ્યક્તિની પોતાની સ્વૈચ્છિક અને સંમતિથી જ કરી શકાય છે.

6 / 10
આ ટેસ્ટના પરિણામો કોર્ટમાં સીધા પુરાવા તરીકે સ્વીકાર્ય નથી. જો કે, જો નાર્કો ટેસ્ટ દરમિયાન મેળવેલી માહિતીના પરિણામે નવા પુરાવા અથવા સામગ્રી મળી આવે છે, તો તે ભારતીય પુરાવા અધિનિયમ, 1872 ની કલમ 27 હેઠળ સ્વીકાર્ય છે.

7 / 10
જ્યારે પણ પોલીસને લાગે છે કે ગુનેગાર જૂઠું બોલે છે કે સમગ્ર સત્ય ઉજાગર કરી રહ્યો નથી અને તપાસમાં અડચણ ઊભી થાય છે ત્યારે નાર્કો ટેસ્ટ કરવામાં આવે છે. જોકે પોલીસ કોઇ પણ આરોપીની મરજી વિરૂધ્ધ નાર્કો ટેસ્ટ કરાવી શકતી નથી. આ માટે પોલીસે સ્થાનિક કોર્ટની પરવાનગી લેવી પડશે. મંજૂરી બાદ જ પોલીસને તપાસનો અધિકાર મળે છે.

8 / 10
અત્યાર સુધી, નાર્કો ટેસ્ટનો ઉપયોગ ફક્ત 2002ના ગુજરાત રમખાણો કેસ, અબ્દુલ કરીમ તેલગી નકલી સ્ટેમ્પ પેપર કૌભાંડ, 2007ના નિઠારી હત્યા કેસ અને 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા કેસમાં પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબ પર જ કરવામાં આવ્યો છે.

9 / 10
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)

10 / 10

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">