કાનુની સવાલ: પતિ પોતાના સસરાના ઘરે ‘ઘર જમાઈ’ રહેતો હોય, અને પત્ની બીજા પુરુષ સાથે ભાગી જાય તો પતિ શું કરી શકે?
કાનુની સવાલ: પતિ પોતાના સસરાના ઘરે રહેતો હોય એટલે કે 'ઘર જમાઈ' રહેતો હોય અને જો પત્ની સ્વ-ઈચ્છાએ ગઈ હોય એટલે કે પોતાને મન હતું ને ભાગી ગઈ છે તો આવી સ્થિતિમાં ફોજદારી ગુનો (criminal offence) નથી બનતો. પરંતુ પતિ પોતાની સારી લાઈફ જાય માટે નીચે મુજબની કાર્યવાહી કરી શકે છે.

પ્રથમ પરિસ્થિતિ સમજો: પતિ સસરાના ઘરે “જમાઈ” તરીકે રહે છે. તેને ઘર જમાઈ કહેવામાં આવે છે. પત્ની પ્રૌઢ હોવી જોઈએ(18 વર્ષથી વધુ). પત્ની પોતે ઈચ્છાથી બીજા પુરુષ સાથે ભાગી ગઈ છે. આ સ્થિતિમાં અપહરણનો ગુનો લાગતો નથી, કારણ કે પત્ની સ્વઈચ્છાએ ગઈ છે પરંતુ પતિ પાસે નાગરિક (civil) અને કાયદાકીય અધિકાર (legal remedies) બંને છે.

જો પત્ની સ્વ-ઈચ્છાએ ગઈ હોય એટલે કે પોતાને મન હતું ને ભાગી ગઈ છે તો આવી સ્થિતિમાં ફોજદારી ગુનો (criminal offence) નથી બનતો. પરંતુ પતિ પોતાની લાઈફ નીચે મુજબની કાર્યવાહી કરી શકે છે.

તલાક માટે અરજી: હિંદુ લગ્ન અધિનિયમ, 1955 – કલમ 13(1)(i) હેઠળ “જો પત્ની લગ્ન પછી કોઈ અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ રાખે તો પતિને તલાકનો અધિકાર મળે છે. કલમ: Section 13(1)(i) – Hindu Marriage Act, 1955 “Adultery” (વ્યભિચાર) એ તલાકનો કાયદેસર આધાર છે.

માનસિક ક્રૂરતા (Mental Cruelty): જો પત્ની ભાગી જવાથી પતિને માનસિક પીડા, અપમાન અને તણાવ થયો હોય તો આ કલમ 13(1)(ia) હેઠળ પણ તલાક માટેનો આધાર બને છે. કલમ: Section 13(1)(ia) – Hindu Marriage Act, 1955 “Cruelty” (ક્રૂરતા)ના આધારે તલાક મળી શકે છે.

ભરણપોષણથી મુક્તિ: જો પત્ની પોતાની ઈચ્છાથી ભાગી ગઈ છે અને અન્ય પુરુષ સાથે રહે છે તો પતિને તેને ભરણપોષણ (maintenance) આપવાની ફરજ નથી. કલમ: Section 125(4) – Criminal Procedure Code (CrPC) “જો પત્ની પોતાના પતિને છોડીને બીજાની સાથે રહે છે, તો તેને પોતાના પતિ તરફથી ભરણપોષણનો અધિકાર નહીં મળે.”

પત્ની અને તેના પ્રેમી એટલે કે ભાગી ગઈ છે તે પુરુષ સામે ફરિયાદ (જો છેતરપિંડી કે બળજબરીથી લઈ ગયા હોય). જો પતિ સાબિત કરી શકે કે પત્નીને જબરદસ્તી, લાલચ કે છેતરપિંડીથી લઈ જવાઈ છે, તો અહીં આપેલી કલમો લાગુ પડે છે.

અપહરણ કર્યું હોય એટલે કે નાબાલિક યુવતીને લઈ ગયા હોય તો કલમ IPC 363 મુજબ ગુનો નોંધાઈ શકે છે. જો બળજબરીથી લઈ ગયા હોય તો કલમ IPC 365 મુજબ વ્યક્તિ પર ગુનો લાગુ પડે છે. લગ્ન માટે લાલચથી લઈ ગયા હોય તો કલમ IPC 366 મુજબ ગુનો નોંધાઈ શકે છે. મહિલા ને છેતરપિંડીથી લગ્ન માટે લઈ જાય તો તેના માટે છેતરપિંડીનો ગુનો IPC 420 હેઠળ લાગુ પડે છે. પરંતુ આ કલમો ત્યારે જ લાગશે જ્યારે પતિ પુરાવા આપે કે પત્નીને જબરદસ્તી અથવા છેતરપિંડીથી લઈ જવામાં આવી છે. જો તે સ્વઈચ્છાએ ગઈ હોય, તો આ કલમો લાગશે નહીં.

સસરાના ઘરના હિસ્સા અને રહેવાની બાબત: પતિ સસરાના ઘરે રહે છે એટલે તે કાનૂની માલિક નથી. પત્ની ભાગી ગયા પછી સસરા કહી શકે કે “હવે તું અહીં રહી શકતો નથી.” કાયદા મુજબ પતિ પાસે ત્યાં રહેવાનો કોઈ કાનૂની હક પણ નથી.

બાળક હોય તો: જો પત્ની બાળક લઈને ગઈ હોય તો પતિ Guardians and Wards Act, 1890 હેઠળ બાળકની કસ્ટડી માટે અરજી કરી શકે છે. ખોટા કેસથી બચાવ: જો પત્ની અથવા સસરાનું પરિવાર ખોટા કેસ (જેમ કે 498A, DV Act) કરે, તો પતિ ધારા 438 CrPC – એન્ટિસિપેટરી જામીન માટે અરજી કરી શકે છે.

બાળક હોય તો: જો પત્ની બાળક લઈને ગઈ હોય તો પતિ Guardians and Wards Act, 1890 હેઠળ બાળકની કસ્ટડી માટે અરજી કરી શકે છે. ખોટા કેસથી બચાવ: જો પત્ની અથવા સસરાનું પરિવાર ખોટા કેસ (જેમ કે 498A, DV Act) કરે, તો પતિ ધારા 438 CrPC – એન્ટિસિપેટરી જામીન માટે અરજી કરી શકે છે.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(Image Credit: AI Whisk Photo)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
