Kutch: ગુજરાતી મહિલાનું અનોખુ સાહસ, પ્લાસ્ટિક મુક્ત વિશ્વ સાથે રોજગારીનું પણ સર્જન

રાજી બહેન ભારતમાં પ્લાસ્ટિક વણાટના પાયોનીયર અને વુમન ક્રાફ્ટ એન્ટરપ્રાઇઝના સ્થાપક છે. જે પ્લાસ્ટિકને અપસાયકલ કરીને હાથ વણાટથી ખૂબ જ સુંદર વસ્તુઓ બનાવે છે.

Manish Trivedi
| Edited By: | Updated on: Apr 09, 2022 | 7:00 AM
 જો તમે આકર્ષક ડીઝાઈનર, ટ્રેન્ડી અને ખૂબ જ સુંદર કલરફુલ વિવિધ બેગ ખરીદવા માંગતા હોવ તો પહોંચી જાવ રાજી બહેનને ત્યાં. પ્લાસ્ટિકનો ઉપયોગ આજે વિશ્વમાં વ્યાપકપણે થઈ રહ્યો છે. જે મજબૂત અને ટકાઉ છે પરંતુ પ્લાસ્ટિક લેન્ડફીલ અને જળાશયો સુધી પહોંચી જાય તો પૃથ્વી, પાણી અને કુદરતી જીવને નુકસાન કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણવાદીઓ, ડિઝાઇનરો અને અનેક નાગરિકો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા તેમજ પ્લાસ્ટિકના રિસાયકલ અને અપસાયકલ  પર કામ કરી રહ્યા છે. આવું જ એક પ્રેરણારૂપ કાર્ય કચ્છના સામાન્ય વર્ગમાંથી આવતા એક મહિલા કરી રહ્યા છે. તેમનું નામ છે  રાજી બહેન.

1 / 10
રાજી બહેન  ભારતમાં પ્લાસ્ટિક વણાટના પાયોનીયર અને વુમન  ક્રાફ્ટ એન્ટરપ્રાઇઝના સ્થાપક છે. જે પ્લાસ્ટિકને અપસાયકલ કરીને હાથ વણાટથી ખૂબ જ સુંદર વસ્તુઓ બનાવે છે. રાજી બહેન  મૂળ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ શહેરથી 35 કિમી દૂર આવેલ કોટાય ગામના વતની છે. તેમનો જન્મ  વણકર પરિવારમાં થયો છે  જે હસ્તકલાની કામગીરી કરતા હતા.

2 / 10
ઘણા કારીગરોની જેમ રાજી બહેનના જીવનની યાત્રા પણ સરળ ન હતી. તે જીવનમાં અનેક વિપરીત અને કઠિન પરિસ્થિતિનો સામનો કરીને આગળ આવ્યા હતા.  17 વર્ષની નાની ઉંમરે રાજીબહેનના લગ્ન મુરજી વણકર સાથે થયા. કચ્છમાં 2001માં આવેલ ભયાનક ધરતીકંપમા આ વિસ્તારના ઘણા ગામોનો વિનાશ થયો હતો. તેમજ અચાનક આવેલી આફતને કારણે રાજી બહેનને સપરિવાર કચ્છના અવધનગર (કુકમા) માં રહેવા જવું પડ્યું  અને નવેસરથી જીવનની શરૂઆત કરવી પડી હતી.

3 / 10
28 વર્ષની ઉંમરે કડિયા કામ કરતા તેમના પતિનું અવસાન થયું આ એવો સમય હતો જયારે તેમના સમુદાયમાં મહિલાઓને વણાટ કામની વધુ મંજૂરી  મળતી ન હતી. મહિલાઓએ  ઘરે બેસીને પરિવારની સંભાળ રાખવાની હતી. પતિના મૃત્યુ પછી રાજી બહેન તેમના પરિવારના એકમાત્ર ગુજરાન ચલાવનાર હતા. પરિવારનું ગુજરાન ચલાવવા તેમણે ખેત મજૂર તરીકે થોડા વર્ષો કામ કર્યું.

4 / 10
યુવાન વયે વિધવા થયેલ રાજી બહેન શરૂઆતના વર્ષોમાં કચ્છની "ખમીર" સંસ્થા સાથે જોડાયા. જ્યાં તેઓ પરંપરાગત  વણાટકામ કરવા લાગ્યા. અહીં તેઓ ફ્રેન્ચ ડિઝાઇનર કેટલ ગિલબર્ટને મળ્યા. તેમણે રાજી બહેનને પરંપરાગત વણાટની સાથે પ્લાસ્ટિક વણાટ પણ શીખવ્યું. રાજી બહેન  એનાથી પ્રેરાઈને પ્લાસ્ટિકના કારણે સમાજને થયેલા નુકસાનને ઓછું કરવા માટે પ્લાસ્ટિક વેસ્ટને વ્યવસાયમાં રૂપાંતર કરવાનો નિર્ણય કર્યો અને અમદાવાદ  સ્થિત કારીગર ક્લિનીક સાથે જોડાયા.

5 / 10
કારીગર ક્લિનિક  નાના કારીગરોનું બિઝનેસ હેલ્થ ચેકઅપ કરીને તેની સમસ્યાઓ શોધીને કારીગરોના નામની બ્રાન્ડ અને બિઝનેસ વિકસાવતુ સ્ટાર્ટ અપ છે. કારીગર ક્લિનિક સાથે જોડાયા બાદ રાજીબેનના નામની બ્રાંડ, " રાજી બહેન  : ક્રાફ્ટીંગ બેટર પ્લેનેટ " તૈયાર કરવામાં આવી. તેમણે રાજી બહેનને ડિઝાઇન, બિઝનેસ મેનેજમેન્ટ અને માર્કેટિંગમાં મદદ કરી અને તેમને પગભર બનાવવામાં સહયોગ આપ્યો.

6 / 10
" રાજી બહેન  : ક્રાફ્ટીંગ બેટર પ્લેનેટ"  અંતર્ગત ડિઝાઇન ઇનોવેશન દ્વારા  પ્લાસ્ટિકને અપસાયકલ કરીને અવનવા પ્રકારની 50 અદ્ભુત પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે. આ માટે વિવિધ રંગના  પ્લાસ્ટિકને એકઠા કરવામાં આવે છે. આ પ્લાસ્ટિકને ધોઈને, સાફ કરીને અને કાપીને તેની પાતળી પટ્ટીઓ તૈયાર કરવામાં આવે છે. આ પ્લાસ્ટિકના યાર્નને હેન્ડલુમ પર એસેમ્બલ કરીને નાયલોનના દોરાથી વણાટકામ કરી શીટ બનાવવામાં આવે છે. આ કલરફૂલ હાથથી વણાયેલ શીટમાંથી ટ્રેન્ડી અને ડિઝાઇનર એસેસરીઝ બનાવવામાં આવે છે.

7 / 10
પ્લાસ્ટિક વણાટ કામ કરીને ડફલ બેગ, આઇપેડ બેગ, યોગા બેગ, વેજીટેબલ બેગ, ટોટસ, જીમ બેગ, પ્લાસ્ટિક પાઉચ, વોલેટ વગેરે અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે. આવી રીતે અત્યાર સુધી આશરે 10 લાખથી વધારે પ્લાસ્ટિક થેલીઓને અપસાયકલ કરી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવી  છે . આ પ્રોડક્ટની કિંમત 290 રૂપિયાથી લઈ ને 1500 રૂપિયા સુધીની હોય છે.

8 / 10
એક સમયે ખેત મજૂરી કરતા રાજી બેને પોતાની આવડત અને કુશળતાથી પોતાની બ્રાન્ડ રાજીબેન : ક્રાફ્ટીંગ બેટર પ્લેનેટ હેઠળ 25 થી વધારે બહેનોને રોજગારી આપી રહ્યા છે. જેમાં મોટા ભાગની વિધવા અને શારીરીક તથા માનસિક વિકલાંગ બહેનો છે.

9 / 10
શરૂઆતમાં 5000 રૂપિયા કમાતા રાજીબેન આજે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે. આમ, પોતાની કાર્યકુશળતા અને ધગશથી સાચા અર્થમાં રાજીબેન એક પર્યાવરણવાદી ઉદ્યોગસાહસિક બન્યા.

10 / 10
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">