Mishra Surname History : હિન્દી સિરિયલમાં મોટાભાગે જોવા મળતી મિશ્રા અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
દુનિયાભરમાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ વ્યક્તિના નામ પાછળ તેના માતા અથવા પિતાના નામની સાથે એક ખાસ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખવામાં આવે છે. તો આજે મિશ્રા અટકનો અર્થ જાણીશું.

મિશ્રા અટક ભારતની અગ્રણી અટકમાંથી એક માનવામાં આવે છે. જે મુખ્યત્વે બ્રાહ્મ સમુદાય સાથે સંકળાયેલી છે. આ અટક મુખ્યત્વે ઉત્તર ભારતના રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને ઉત્તરાખંડમાં પ્રચલિત છે.

મિશ્રા અટક સંસ્કૃત શબ્દ મિશ્ર પરથી આવ્યો છે. તેનો શાબ્દિક અર્થ સંયુક્ત થાય છે. વૈદિક સાહિત્યમાં તેનો અર્થ અલગ દર્શાવવામાં આવ્યો છે.

વૈદિક સાહિત્યમાં જણાવ્યા અનુસાર મિશ્રાનો અર્થ એવા વ્યક્તિ થાય છે જે ઘણા જ્ઞાન અથવા એકથી વધારે વિષયોનો જાણકાર હોય, એટલે કે વિદ્વાન વ્યક્તિ.

પ્રાચીન કાળથી મિશ્રા અટક વિદ્વાન બ્રાહ્મણો સાથે સંકળાયેલી છે, જેઓ વેદ, પુરાણો, જ્યોતિષ, આયુર્વેદ, શિક્ષણ અને શાસ્ત્રોમાં જાણકાર હતા.

ગુપ્તકાળ, મૌર્યકાળ અને પછી મુઘલ અને બ્રિટિશકાળ દરમિયાન મિશ્રા અટક ધરાવતા ઘણા લોકોને શાહી સલાહકારો, શિક્ષકો, પંડિતો અને લેખકો તરીકે ઓળખવામાં આવ્યા છે.

કેટલાક ઐતિહાસિક રેકોર્ડ અને શિલાલેખોમાં મિશ્રા અટકનો ઉલ્લેખ રાજપુરોહિતો અને દરબારના પંડિતો તરીકે કરવામાં આવ્યો છે.

આજે મિશ્રા અટક ધરાવતા લોકો શિક્ષણ, વહીવટ, રાજકારણ, સાહિત્ય, કલા અને વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં સક્રિય છે. આ અટકને બ્રાહ્મણ જાતિની પેટાજાતિની ઓળખ તરીકે પણ જોવામાં આવે છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
