Agnihotri Surname History : બંગાળ ફાઇલ્સના ડાયરેકટર વિવેક અગ્નિહોત્રીની અટકનો ઈતિહાસ જાણો
દુનિયાભરમાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ વ્યક્તિના નામ પાછળ તેના માતા અથવા પિતાના નામની સાથે એક ખાસ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખવામાં આવે છે. તો આજે અગ્નિહોત્રી અટકનો અર્થ જાણીશું.

અગ્નિહોત્રી અટક ભારતમાં જોવા મળતી અટક પૈકી એક છે. અગ્નિહોત્રી શબ્દ સંસ્કૃત અગ્નિહોત્ર પરથી આવ્યો છે. જેમાં અગ્નિ શબ્દનો અર્થ ઊર્જા, તેજ, દિવ્યતાનું પ્રતીક થાય છે. જ્યારે હોત્રી શબ્દ બલિદાન આપનાર, યજ્ઞ કરનાર પૂજારી થાય છે.

અગ્નિહોત્રી શબ્દનો અર્થ અગ્નિહોત્ર યજ્ઞ કરનાર વ્યક્તિ થાય છે. વૈદિક કાળમાં, દરરોજ અગ્નિહોત્ર યજ્ઞ કરનારા બ્રાહ્મણોને અગ્નિહોત્રી કહેવામાં આવતા હતા.

અગ્નિહોત્રી શબ્દને પાછળથી અટક તરીકે અપનાવવામાં આવ્યું છે. મુખ્યત્વે આ અટક બ્રાહ્મણ સમુદાય માં જોવા મળે છે. મોટાભાગના આ અટકના લોકો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને હિમાચલના ભાગો જોવા મળે છે.

પરંપરાગત રીતે, અગ્નિહોત્રી પરિવારોને યજ્ઞ, પૂજા-પાઠ, સંસ્કાર, જ્યોતિષ અને વૈદિક વિધિઓમાં નિષ્ણાત માનવામાં આવતા હતા.

આધુનિક સમયમાં, ઘણા અગ્નિહોત્રી પરિવારોએ શિક્ષણ, સાહિત્ય, રાજકારણ, કલા અને ફિલ્મ જગતમાં પણ ખ્યાતિ મેળવી છે.

અગ્નિહોત્રી અટક પવિત્ર અગ્નિ અને વૈદિક પરંપરા સાથે ઊંડા સંકળાયેલા છે. ઘણા પરિવારો હજુ પણ તેમના ઘરોમાં અગ્નિહોત્ર હવનની પરંપરાનું પાલન કરે છે.(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
